નવરાત્રિ પહેલાંથી કીર્તિદાન ગઢવી અમેરિકાના પ્રવાસે, ગઈકાલે એટલાન્ટામાં 8મો લોકડાયરો યોજાયો
ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી 16 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે અમેરિકાના એટલાન્ટામાં લોકડાયરો યોજાયો હતો, જેમાં કીર્તિદાને ‘લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ’ ગીત ગાતાં જ કીર્તિદાન ગઢવી પર અમેરિકામાં વસતી ગુજરાતી મહિલાઓએ પણ ડોલરની થપ્પી ઉડાડી હતી. અમેરિકાના એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌકોઈ ઝૂમી ઊઠ્યા હતા. મહિલાઓ સ્ટેજ પર ચડીને કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવી અમેરિકામાં લોકડાયરાની રમઝટ બોલાવી રહ્યા છે.
- Advertisement -



