આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત આયોજીત અને ગ્રુપ એડમિન આર જે.રામ સાહેબ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં અને ઘનશ્યામભાઈ હેરભા ( અધ્યક્ષ- કોર કમીટી) તેમજ સહ એડમીન મથુરભાઈ બલદાણીયા તેમજ સમગ્ર કોર કમીટી ના માર્ગદર્શન મુજબ તારીખ – 09/11/2021ના રોજ પોલીસ ઈન્સ્પેક્ટર (વર્ગ-2) મૌખિક ઇન્ટરવ્યૂ વર્ચ્યુઅલ વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વક્તા તરીકે વિવેકભાઈ ભેડા DYSP ક્લાસ -1 ઓફીસર & UPSC (Rank 465) પરીક્ષા પાસ, નિર્મલભાઈ ગોગરા (આસી. કમિશનર – સ્ટેટ GST – અમદાવાદ & ટ્રસ્ટી -ક્રિષ્ના ફાઉન્ડેશન – રાજકોટ), મહેશભાઈ વરચંદ(પોલીસ ઈન્સ્પેક્ટર- ગુજરાત પોલીસ) હાજર રહ્યા હતા. તેમજ ઉપરોક્ત વકતાઓ દ્વારા મૌખિક ઇન્ટવ્યું માટે શું શું ઘ્યાન રાખવું અને તેની તૈયારી કેવી રીતે કરવી તેમજ મૌખિક ઇન્ટવ્યું માં ક્યાં પ્રકાર ના પ્રશ્નો આવી શકે તેની સંપૂર્ણપણે પ્રશ્નોત્તરી અને જવાબ સાથે ની સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વેબીનાર માં આહીર સમાજ ના મુખ્ય લેખીત પાસ કરનાર 16(સોળ) વિધાર્થીઓ ભાઈઓ /બહેનો નીચે મુજબ નામ પ્રમાણે નવીનભાઈ આહીર,નરેન્દ્રભાઈ કવાડ,મુન્નાભાઈ હડિયા,પાર્થભાઈ મારૂ, ઘનશ્યામભાઈ ડાંગર, મીરલબેન બોરીચા,તેજલબેન કાતરીયા,રાજેશભાઇ ચાવડા,વિજયભાઈ વસરા, સુભાષભાઈ સોલંકી,રાહુલભાઈ કછોટ,નાગરભાઈ વાણીયા,ભારતીબેન સોલંકી,રાજુભાઇ જીંજાળા,માધવીબેન હુંબલ,વિજયભાઈ વરૂ હાજર રહ્યા હતા.

- Advertisement -
તેમજ સમગ્ર વેબીનાર નું સંચાલન અને સંવાદવક્તા તરીકે સંજયભાઈ છૈયા ( સહ એડમીન – ગુજરાત )અને સ્ટેટ ટેકનીકલ ટીમ માંથી શૈલેષભાઇ ખાંભરા (મોડરેટર ) અને વિશાલભાઈ પાનેરા હાજર રહ્યા હતા.



