ભવનાથ મંદિર તેમજ આસપાસના અન્ય સ્થળોની આવનાર દિવસોમાં કાયાપલટ થનાર છે. તાજેતરમાં જ મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં ટુરિસ્ટ કોર્પોરેશન ઓફ ગુજરાત ગાંધીનગરના આર્કિટેક દ્વારા ભવનાથ મંદિર ડેવલોપમેન્ટ, સોવેનિયર શોપ સહિતનુ જે નવુ ડેવલોપમેન્ટ થશે તેનો પ્રાથમિક પ્રોજેકટ કલેકટર યોગેશ ચૌઘરીની અધ્યક્ષ સ્થાને મળેલી પ્રવાસન સમિતિની બેઠકમાં રજૂ થયો હતો.પ્રાથમિક પ્રોજેક્ટ રજૂ થયા બાદ બેઠકમાં ઉપસ્થિત કલેકટર, ધારાસભ્ય સહિતના લોકોએ ફેરફારના સુચનો આપ્યા હતા. હવે આગામી બીજી બેઠકમાં સુચનો મુજબ ફેરફાર સાથે નવો નકશો રજૂ થશે જેમા કોઇ સુચન હશે તો ફરીથી કરવામાં આવશે.સમિતિના સર્વે સભ્યોની નકશામાં અંતિમ સમિતિ બાદ જ પ્રોજેક્ટ નક્કી કરવામાં આવશે એવુ જિલ્લા આયોજન અધિકારી કોમલબેન ચાવડાએ જણાવ્યુ હતુ. બેઠકમાં કલેકટર, નિવાસી અધિક કલેકટર, એસડીએમ વિસાવદર, એસડીએમ જૂનાગઢ, એસડીએમ કેશોદ, જુડાના અધિકારી, ટુરિસ્ટ કોર્પોરેશન ઓફ ગુજરાત ગાંધીનગરના આર્કિટેક ઉપરાંત યાત્રાધામ બોર્ડના પ્રતિનિધિ તેમજ ઇજનેર વિડીયો મારફત જોડાયા હતા. આમ, કમિટીની બેઠકમાં કુલ 21 સભ્યો હાજર રહ્યા હતા.
ભવનાથ મંદિર તેમજ સુદર્શન તળાવ ડેવલપ કરાશેઃ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

You Might Also Like
Follow US
Find US on Social Medias



