મૌલાનાએ કહ્યું, ‘મંદિરમાં પૂજા-પાઠ કરવા હરામ છે, ગુનેગાર એકટ્રેસ સારા અલી અલ્લાહ પાસે માફી માંગે’
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનના કેદારનાથ મંદિરની મુલાકાત લેવા અને ત્યાં પૂજા-પ્રાર્થના કરવાને લઈને નવો વિવાદ શરૂ થયો છે. બરેલીના મૌલાના શહાબુદ્દીન રઝવીએ આ બાબતે ફતવો જાહેર કરીને સારાના કૃત્યની આલોચના કરી છે અને તેમને અલ્લાહ પાસે તૌબા (માફી) માંગવા જણાવ્યું છે ઉત્તર પ્રદેશના ઇસ્લામિક મૌલવી મુક્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ એક વીડિયો નિવેદનમાં જણાવ્યું છે કે ઇસ્લામ અને શરિયત અનુસાર કોઈ મુસ્લિમ દ્વારા અન્ય ધર્મના સ્થળે જઈને પૂજા કરવી ગેરકાયદેસર અને ‘હરામ’ છે. રવિવારે સારા અલી ખાનને કેદારનાથ મંદિરની બહાર દર્શન માટે કતારમાં ઊભેલી અને હાથ જોડેલી જોવામાં આવી હતી, જેના પર સવાલ ઉઠાવતા મૌલવીએ કહ્યું કે, ‘આવા કાર્યો શરિયત હેઠળ વ્યાજબી નથી. સારાને દોષિત વ્યક્તિની જેમ અલ્લાહ સમક્ષ માફી માંગવી જોઈએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મ ‘કેદારનાથ’થી કરિયરની શરૂઆત કરનાર સારા અલી ખાન છેલ્લા ચાર વર્ષથી સતત કેદારનાથની મુલાકાતે જાય છે. જો કે, તેની આસ્થાને લઈને અગાઉ ૨૦૧૮માં રિલીઝ વખતે પણ દક્ષિણપંથી સમૂહોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને હવે ધાર્મિક વ્યુહનીતિ હેઠળ તેની મુલાકાત પર ઇસ્લામિક વિદ્વાનો તરફથી પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિવાદ વચ્ચે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (ઇઊંઝઈ) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રંગારએ પુષ્ટિ કરી છે કે બિન-હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આ મંદિરોમાં પ્રાર્થના કરતા પહેલા એક શપથ-પત્ર (એફિડેવિટ) જમા કરાવવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.




