ખડગે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરશે, રાહુલ ગાંધી સમાપન ભાષણ આપશે
ઈન્ડિયા ગઠબંધન આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મોક સંસદ યોજશે. તેમાં રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જાહેર મહાભિયોગ કાર્યક્રમ ચલાવશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર કરશે. ખડગે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરશે, જ્યારે પ્રસ્તાવ પસાર થાય તે પહેલાં રાહુલ ગાંધી સમાપન ભાષણ આપશે. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી.
આ કાર્યક્રમ ૧ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી વિપક્ષની ‘મત બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ SIR અને ચૂંટણી પંચની કામગીરીના વિરોધમાં CECના રાજીનામાની માગ નોંધાવે છે. કરી રહ્યો છે. જાહેર મહાભિયોગમાં જનતા અથવા રાજકીય પક્ષો કોઈ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ સામે વિરોધ રાહુલે કહ્યું કે આ કોઈ એક રાજકીય પાર્ટીની રેલી નથી, પરંતુ ભારતની આત્માને બચાવવાની રેલી છે. આ રેલી ભારતીય બંધારણ અને રાષ્ટ્રની રક્ષા માટે છે. ૧ નવેમ્બરની રેલી લોકશાહીને બચાવવા, મતચોરી રોકવા અને બંધારણની રક્ષા માટે છે.
તેમણે કહ્યું કે જો કોઈને લાગે છે કે દેશની લોકશાહી, બંધારણ, વિચારો અને પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે, તો તેણે આ રેલીમાં જોડાવું જોઈએ. INDIA બ્લોકના નેતાઓ SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને ૬થી ૧૩ ઑક્ટોબરની વચ્ચે ૮ વખત પ્રદર્શન કરી ચૂક્યા છે. કોકરોચ જનતા પાર્ટી અને ડાબેરી પક્ષે પણ ૧૦ ઓક્ટોબરે આ જ મુદ્દે પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું, પરંતુ દિલ્હી પોલીસે તેની મંજૂરી આપી નહોતી. આ દરમિયાન શહેરમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, ૪૫ મેટ્રો સ્ટેશન બંધ રહ્યાં અને ૭ હજારથી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.




