21 નવેમ્બરે મોદી સ્ટેડીયમ અને 1 નવેમ્બરે દિલ્હી જવાહરલાલ નહેરુ સ્ટેડીયમને ઉડાવી દેવાશે
દિલજીત દોસાંઝના કોન્સર્ટનો પણ મેઇલમાં ઉલ્લેખ, ઝાયડસ સ્કૂલે વિદ્યાર્થીઓને વહેલા છોડી દીધા
- Advertisement -
અમદાવાદની 10 સ્કૂલને આજે(7 ઓક્ટોબર) બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો હતો. બોમ્બ થ્રેટના મેઈલની જાણ થતા જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સ્કૂલો પર પહોંચી હતી. જે બાદ સ્કૂલોએ વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા સૂચના આપી દીધી હતી. જેના કારણે વાલીઓમાં દોડધામ મચી હતી. ઝાયડસ સહિતની સ્કૂલે વિદ્યાર્થીઓને વહેલા છોડી દીધા હતાં. ‘અમદાવાદ ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ’ લખીને મેઈલ કર્યો છે. જેમાં ગુજરાતની સ્કૂલને 11:11એ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 1 નવેમ્બરે JLN સ્ટેડિયમ દિલ્હી કે જ્યાં દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ઉલ્લેખ કરીને ધમકી આપવામાં આવી.
આ સ્કૂલોનો બોમ્બની ધમકી મળી
ઝાયડસ સ્કૂલ, વેજલપુર
બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઇટ
SGVP સ્કૂલ, છારોડી
સંત કબીર સ્કૂલ,નવરંગપુરા
એશિયા સ્કૂલ,થલતેજ
એચ. બી કાપડિયા સ્કૂલ, મેમનગર
મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ,મીઠાખળી
દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ
વિદ્યાર્થીઓને વાલીઓને બોલાવીને સોંપવા DEOની સૂચના
DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ સ્કૂલને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું છે. સ્કૂલમાં પેનિક ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓને બહાર કાઢીને વાલીઓને સોંપવા સૂચના આપવામાં આવી છે.




