રીક્ષા રોકાવી અપશબ્દો કહેતા માથાકૂટ થઈ, ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલમાં ખસેડાયા
પડધરીના મોવીયા ગામમાં ધોકા વડે મારામારી થઈ જતા માતા – પુત્ર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર, હનિફાબેન ગુલમહમદભાઈ હાલપોત્રા (ઉંમર વર્ષ 55) અને તેમનો પુત્ર ઈમ્તિયાઝ (ઉંમર વર્ષ 34) (બંને રહે. મોવીયા ગામ, બાપાસીતારામ ચોક) ગઈકાલે બંને ઘર પાસે હતા ત્યારે ગોવિંદ, વેરશી અને થોભણે ઘર પાસે આવી ધોકા વડે હુમલો કરતા માતા-પુત્રને ઇજા થઈ હતી.
સામાપક્ષે ગોવિંદ રાયમલભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 47)એ આક્ષેપ કરેલ કે, પ્રફુલ, હબીબ સહિતનાએ ધોકા વડે માર માર્યો હતો. ત્રણેય ઈજાગ્રસ્તોને પહેલા પડઘરીની હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હનિફાબેન તરફે થયેલા આક્ષેપ મુજબ, તેનો દીકરો ઈમ્તિયાઝ રીક્ષા ચલાવે છે.
- Advertisement -
ગઈકાલે તે રીક્ષા લઈ ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં ગોવિંદ સહિતના નશામાં હોય, રીક્ષા રોકાવી અપશબ્દો કહ્યા હતા અને પછી ઘર પાસે આવીને ઝઘડો કર્યો હતો. પોલીસે બંને પક્ષનું નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી.




