By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 day ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    2 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 day ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    1 day ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    2 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
CRIME

રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ

Khaskhabar Editor
Last updated: 2026/09/29 at 2:11 PM
Khaskhabar Editor 2 hours ago
Share
4 Min Read
SHARE

આજી ડેમ ચોકડી પાસે શ્યામકીરણ સોસાયટીમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનો સંયુક્ત દરોડો

એમપીના શખ્સનો વિડીયો જોયા બાદ માહિતી મેળવી પ્રિન્ટર મારફત નોટો છાપતો, પણ વટાવી નો શક્યો

- Advertisement -

રાજકોટના આજીડેમ ચોકડી પાસે આવેલ માંડાડુંગર વિસ્‍તારમાં રહેતાં અને રિક્ષા હંકારવા સાથે બકાલુ વેંચતા અશિક્ષિત શખ્‍સે ઘરમાં જ જાલી નોટો છાપવાનું ચાલુ કરી દેતા ચકચાર મચી ગઈ છે આર્થિક ખેંચ અનુભવતો હોઇ નોટો છાપી હોય આ નોટો વટાવે એ પહેલા જ એસઓજીના હાથે પકડાઇ ગયો હતો. તેણે મિત્રને પાંચ હજારની નોટો આપી હતી પરંતુ એ પણ દેખાવે જ નકલી જેવી લાગતી નોટો વટાવી શક્‍યો નહોતો એમપીના એક શખ્‍સની ઇન્‍સ્‍ટાગ્રામ પર રીલ જોઇ તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં તેણે આ જાલી નોટ કેમ છાપવી તેની માહિતી આપી વિડીયો મોકલ્‍યા હતાં.

રાજકોટમાં જાલી નોટો છાપી બજારમાં રમતી મૂકી દેશની અર્થવ્યવસ્થાને નબળી કરવાના ઇરાદે કામ કરતા શખ્સો ઉપર વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી અને ડીસીબી પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોરની રાહબરી હેઠળ પીએસઆઈ અનિરૂધ્ધસિંહ પરમાર, પીએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજાની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા અને યોગરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે માંડા ડુંગર નજીક શ્‍યામકિરણ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતો શખ્‍સ તેના ઘરમાં નકલી ચલણી નોટો છાપે છે આ બાતમી આધારે એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડયો હતો ઘરમાં હાજર શખ્સને નામ પૂછતાં પોતે કિશન ભુપેન્‍દ્રભાઇ સોલંકી હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે વિશેષ તપાસ કરતાં ઘરમાંથી કોમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર, સીપીયુ, બટર પેપર સહિતની શંકાસ્‍પદ સામગ્રી મળી આવતાં વધુ તપાસ કરતાં 100 રૂપિયાના દરની 216 નકલી ચલણી નોટો અને 500ના દરની 3 નકલી નોટો મળી આવી હતી. પોલીસે આ નકલી નોટો, સીપીયુ, મોનીટર, બે અલગ અલગ પ્રીન્‍ટર, લેમીનેટર હીટર મશીન, બટર પેપર, રૂા. ૧૦૦ના દરની પ્રીન્‍ટાવાળા કાગળો, આધારકાર્ડ, એપલ મોબાઇલ મળી કુલ 65,500નો મુદ્દામાલ કબ્‍જે કરી તેના વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ 2018માં તાલુકા પોલીસમાં દારૂનો અને 2022માં એ-ડિવીઝન પોલીસમાં અન્‍ય એક ગુનો નોંધાયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે 2018માં લવમરેજ કર્યા છે. હાલમાં તે રિક્ષા હંકારવા સાથે બકાલુ વેંચે છે. તેણે છ મહિના પહેલા ઇન્‍સ્‍ટાગ્રામમાં રીલ જોતો હતો ત્‍યારે એમપીના દીપકની રીલમાં તે નકલી નોટો બનાવતો હોવાની વિગતો હતી. તેમાં આપેલા નંબર પર ફોન કરતાં તેણે કોમ્‍પ્‍યુટર સહિતની સાધન સામગ્રી ખરીદી લેવા સુચના આપતાં પોતે જુના કોમ્‍પ્‍યુટર પ્રિન્‍ટર તાજેતરમાં લાવ્‍યો હતો. બાદમાં દિપકને નોટો કેમ બનાવવી તેના વિડીયો મોકલતાં તેના આધારે નોટો છાપી હતી.આ કામગીરીમાં એસઓજીના એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, ભરતસિંહ પરમાર, અમરદિપસિંહ વાઘેલા, છત્રપાલસિંહ રાણા, વિરભદ્રસિંહ ગોહિલ, રોહિતસિંહ જાડેજા, અજયસિંહ રાજપૂત, ભાગ્‍યલક્ષ્મીબા ઝાલા, મહાવીરસિંહ જાડેજા, ડીસીબીના કૃષ્‍ણદેવસિંહ ઝાલા, જયેન્‍દ્રસિંહ પરમાર, હસમુખભાઇ સબાડ, અનુજભાઇ ડાંગર, અર્જુનભાઇ ડવ સહિતના જોડાયા હતા

- Advertisement -

100ની નોટ વટાવવા ગયો પણ વેપારીને શંકા જતા પરત આવી ગયો

100 રૂપિયાની એક નોટ વટાવવા ગયો હતો પરંતુ દસ રૂપિયાની વસ્‍તુ ખરીદી સોની નોટ આપતાં દુકાનદારને શંકા જતાં પાછી લઇને આવી ગયો હતો. આ ઉપરાંત તેણે કોઠારીયા ચોકડીએ રહેતાં રિક્ષાચાલક મિત્ર અક્ષયને પણ પાંચેક હજારની નકલી નોટો વટાવવા આપી હતી. પણ તેણે એવુ કહ્યું હતું કે આ નોટને લોકો જોતા જ, હાથમાં લેતાં જ નકલી હોવાનું ઓળખી જાય છે. આથી તે પણ આ નોટ ચલણમાં વહેતી કરી શક્‍યો નહોતો. દિપકે દસ હજારની નકલી નોટો સામે પોતે ત્રણ હજાર અસલી રૂપિયા આપશે તેવી વાત કરી હતી. પરંતુ ક્‍યાં કેવી રીતે સંપર્ક કરવો તેની વિગતો આપી નહોતી. કિશન અભણ છે અને માત્ર સહી કરતાં આવડે છે. પોતે ભાડેથી રહેતો હોઇ અને આર્થિક ભીંસમાં હોઇ નકલી નોટો છાપવાના રવાડે ચડયાનું તે રટણ કરે છે.

You Might Also Like

રાજકોટના નાગેશ્વરમાં યુવક અને સુભાષનગરમાં વૃદ્ધાએ જીવનલીલા સંકેલી લીધી

રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ

મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

“ગોલ્ડ લોનના ગ્રાહકો આપીશ” કહી ગીરસોમનાથના મંડોરના 53 વર્ષીય ડઘા ચાવડાએ મહિલાને ફાર્મહાઉસમાં અડપલા કર્યા

રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો
Next Article નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટના નાગેશ્વરમાં યુવક અને સુભાષનગરમાં વૃદ્ધાએ જીવનલીલા સંકેલી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
CRIME

મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?