By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    14 minutes ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor
Last updated: 2026/08/31 at 3:00 PM
Khaskhabar Editor 37 minutes ago
Share
4 Min Read
SHARE

નાટ્ય શોમાં સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને અમર લોકગાથાઓની હૃદયસ્પર્શી રજૂઆત, દુર્લભ લોકવાદ્ય કલાકારોનું સન્માન કરાયું

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે રાજકોટ ખાતે તેમના જીવન, કવન અને લોકસાહિત્યને સમર્પિત ભવ્ય નાટ્ય શો ‘રંગ છે મેઘાણી’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રાજકોટ
ખાતે યોજાયેલા આ અનોખા નાટ્યપ્રયોગમાં મેઘાણીજીના જીવન અને લોકસાહિત્ય સર્જનની ગાથાને નાટ્ય, સંગીત, લોકગીતો તથા લોકકલાના વિવિધ સ્વરૂપો દ્વારા જીવંત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત
સાહિત્યપ્રેમી અને સાંસ્કૃતિક રસિક જનસમુદાય સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના રંગોમાં તરબોળ થઈ ગયો હતો. મેઘાણી સાહિત્ય કેન્દ્ર, લોક કલા ફાઉન્ડેશન અને સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે તથા મ્યુનિસિપલ કોર્પોરેશન
અને સિદ્ધનાથ ટ્રસ્ટના સંયોજનથી આ ભવ્ય નાટ્ય શોનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટ્ય શોનું લેખન, ગાયન અને સંકલન માલદે આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -

‘રંગ છે મેઘાણી’ માત્ર એક નાટક નહીં પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સમગ્ર જીવનકવન અને તેમના લોકસાહિત્ય પ્રત્યેના અદમ્ય પ્રેમને રજૂ કરતો વિશિષ્ટ નાટ્યપ્રયોગ બની રહ્યો હતો. મેઘાણીજીના જીવનના વિવિધ
પ્રસંગો, લોકજીવન સાથેનો તેમનો નાતો અને સૌરાષ્ટ્રની ધરતી સાથે જોડાયેલી લોકગાથાઓને નાટ્યાત્મક અને સિનેમેટિક શૈલીમાં રજૂ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભાવસભર બની ગયું હતું. ઝવેરચંદ મેઘાણીએ પોતાના
જીવનના અઢી દાયકાથી વધુ સમય દરમિયાન સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને લોકજીવનને નજીકથી નિહાળ્યું હતું. લોકગીતો, દુહા-છંદ, રાસડા, લોકકથાઓ અને લોકગાથાઓમાંથી તેમણે લોકસાહિત્યનો અમૂલ્ય ખજાનો એકત્રિત
કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું હતું. ‘રંગ છે મેઘાણી’ નાટ્ય શો દ્વારા આ જ લોકવારસાને નવી પેઢી સમક્ષ અસરકારક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નાટ્ય શોમાં સૌરાષ્ટ્રની જાણીતી અને અમર લોકગાથાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. ‘વીર માંગડાવાળો’, ‘રાંકનું રતન’ તેમજ તરણેતરના મેળાની અમર પ્રેમગાથા સહિતની લોકકથાઓનું આબેહૂબ નાટ્યરૂપાંતર
કરવામાં આવ્યું હતું. નાટ્યપ્રયોગમાં લોકગીતો અને લોકવાદ્યોના સૂર સાથે સૌરાષ્ટ્રની માટીની સુગંધ અનુભવાય તેવી રજૂઆત કરવામાં આવતા દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા. નાટકમાં નવરસનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું હતું.
શૌર્ય, પ્રેમ, કરુણા, હાસ્ય સહિતના વિવિધ ભાવોને નાટ્ય અને સંગીતના માધ્યમથી રજૂ કરવામાં આવતા સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. મેઘાણીજીના સાહિત્યમાં રહેલી લોકભાવના, માનવતા અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને
કલાકારોએ પોતાની અભિવ્યક્તિ દ્વારા જીવંત કરી હતી. આ પ્રસંગે અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ
ભટ્ટ, ઉદ્યોગપતિ પુનિતભાઈ સોવટિયા, સામાજિક અગ્રણી મનસુખભાઈ સુવાગિયા, ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળિયા, સિદ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના જે.એમ.ચંદ્રવાડિયા
સહિતના આગેવાનો તથા સાહિત્ય અને લોકકલાપ્રેમીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની વિશેષતા એ પણ રહી કે સૌરાષ્ટ્રની પરંપરાગત અને દુર્લભ લોકવાદ્ય પરંપરાને જીવંત રાખી રહેલા કલાકારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જોડિયા પાવા, સરંદા સહિતના દુર્લભ લોકવાદ્યો વગાડતા કલાકારોને
સન્માનિત કરી તેમની કલાસાધનાને બિરદાવવામાં આવી હતી. લોકવાદ્યના સૂર અને મેઘાણીજીની લોકગાથાઓના સંગમથી કાર્યક્રમને વિશિષ્ટ સાંસ્કૃતિક રંગ મળ્યો હતો. ‘રંગ છે મેઘાણી’ નાટ્ય શો દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ
મેઘાણીના સાહિત્ય અને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ વચ્ચેના અતૂટ સંબંધને પ્રેક્ષકો સમક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો હતો. મેઘાણીજીના શબ્દોમાં જીવંત રહેલી સૌરાષ્ટ્રની લોકગાથાઓ જ્યારે રંગમંચ પર સાકાર થઈ ત્યારે
ઉપસ્થિત દર્શકો માટે તે એક યાદગાર સાંસ્કૃતિક અનુભવ બની રહ્યો હતો. આ સમગ્ર નાટ્યપ્રયોગે માત્ર મેઘાણીજીના જીવન અને સાહિત્યને શ્રદ્ધાંજલિ આપી નહોતી, પરંતુ સૌરાષ્ટ્રની લોકકલા, લોકસંગીત અને લોકગાથાઓના
સંવર્ધન તથા નવી પેઢી સુધી તેના વારસાને પહોંચાડવાનો પણ સુંદર સંદેશ આપ્યો હતો.

- Advertisement -

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
Next Article ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?