300 ભારતીય ગુમ, તિબેટમાં 550 લોકો ગાયબ
આજે 21 ભારતીયોનું રેસ્ક્યુ
- Advertisement -
નેપાળ-તિબેટ સરહદ પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે 200થી વધુ લોકોના મોત થયા. જ્યારે ૧૫૦૦ થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નેપાળમાં ૮૨૬ લોકો હજુ પણ ગુમ છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા અનુસાર, તેમાં ૩૦૦થી વધુ ભારતીયો છે. તિબેટમાં ૫૫૦થી વધુ લોકોનો કોઈ પત્તો નથી. ચીનની સરકારી વેબસાઇટ ઈઈઝટએ આ માહિતી આપી છે. રાહત અને બચાવ ટીમો ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ કરી રહી છે. નેપાળી સેનાએ રસુવાના ટિમુરેથી આજે સવારે ૧૧૬ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. જેમાં ૯૫ નેપાળી અને ૨૧ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. પૂરનું પાણી લગભગ ૩૦ ફૂટ સુધી ઉપર આવી ગયું હતું. તેજ પ્રવાહમાં ઘરો, ગાડીઓ અને સરકારી માળખાં તણાઈ ગયા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે પૂર પહેલા ભૂકંપ આવ્યો હતો, પરંતુ અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ચીન તરફ લ્હેદે નદીમાં પહાડનો મોટો હિસ્સો ખસીને પડ્યો હતો. આ જ ભૂસ્ખલનને કારણે ૫.૨ તીવ્રતાના ભૂકંપ જેવો આંચકો અનુભવાયો. ત્યારબાદ લ્હેદે નદીમાંથી પાણી અને કાટમાળનો પ્રવાહ ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં પહોંચ્યો, જેના કારણે પૂર આવ્યું. પ્રવાહ એટલો તેજ હતો કે લોકોને અને કાટમાળને લગભગ ૧૫૦ કિલોમીટર દૂર ચિતવન સુધી વહાવી ગયો, જ્યાં અત્યાર સુધીમાં ૩૩ મૃતદેહો મળી આવ્યા છે.




