By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    10 minutes ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    2 days ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    3 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor
Last updated: 2026/08/31 at 3:17 PM
Khaskhabar Editor 1 month ago
Share
13 Min Read
SHARE

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાની તૈયારીઓને અપાઇ રહ્યો છે આખરી ઓપ

શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ અને સાંસ્કૃતિક ઝાંખીઓ બનશે આકર્ષણ

- Advertisement -

4 સપ્ટેમ્બરે મવડી ચોકડીએ સવારે 8 કલાકે ભવ્ય ધર્મ સભા યોજાશે

8:30 કલાકે શોભાયાત્રા પ્રારંભ, 3:30 કલાકે બાલક હનુમાન મંદીરે સમાપન

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ–રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ૪૧મી ભવ્ય ધર્મસભા તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૪ સપ્ટેમ્બરના રોજ મવડી ચોકડી ખાતે સવારે ૮
વાગ્યે ભવ્ય ધર્મસભા યોજાશે અને ત્યારબાદ વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિ તથા મંત્રોચ્ચાર સાથે સવારે ૮:૩૦ કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થનારી આ
ભવ્ય શોભાયાત્રા બપોરે આશરે ૩:૩૦ કલાકે પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે આવેલા બાલક હનુમાન મંદિર ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રા પૂર્વે યોજાનારી ધર્મસભામાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ ભક્તિ
પ્રકાશદાસજી સ્વામી, સ્વામીનારાયણ સનાતન આશ્રમ, ખીરસરા, ઉપસ્થિત રહી શહેરીજનોને આશીર્વચન આપશે. તેઓ હિન્દુ સમાજમાં સમરસતા, એકતા અને સંગઠનનો સંદેશ આપશે. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના
રાજકોટ મહાનગરના કાર્યવાહ ડો. આશિષ શુક્લા ધર્મસભાને સંબોધશે. ધર્મસભાના મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા શંકરભાઉ ગાયકર ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કરશે. તેઓ
હિન્દુ સમાજને આવનારા સમય માટે માર્ગદર્શન આપવા ઉપરાંત યુવાનો અને યુવતીઓને નશામુક્ત ભારતના નિર્માણ માટે આહવાન કરશે. ધર્મસભામાં અનેક સંતો-મહંતો પણ ઉપસ્થિત રહી હિન્દુ સમાજને સંગઠિત, સમરસ
અને એકતાબદ્ધ બનવાનો સંદેશ આપશે.

- Advertisement -

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રાને સફળ બનાવવા રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું પણ વર્ષોથી મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. શોભાયાત્રા માટે જરૂરી ટ્રક, મેટાડોર, બોલેરો, છોટા હાથી સહિતના વિવિધ વાહનો એસોસિએશન
દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વાહન વ્યવસ્થા ઉપરાંત અનેક ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકો દ્વારા આર્થિક યોગદાન પણ ભક્તિભાવપૂર્વક આપવામાં આવે છે. જન્માષ્ટમી મહોત્સવના આયોજન, સંચાલન, શોભાયાત્રાની
વ્યવસ્થા અને વિવિધ સેવાકીય કામગીરીમાં માવજીભાઈ ડોડિયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, પરમરાજસિંહ રાણા, વિનુભાઈ ટિલાવત, મહેશભાઈ ડોડિયા, કિશોરભાઈ પરમાર, દુર્ગેશભાઈ આર.
સાકરીયા, મનુભાઈ રામાણી, હિરેનભાઈ મહેતા, હસુભાઈ સગપરીયા સહિતના અનેક આગેવાનો જોડાઈ રહ્યા છે. સમિતિના માર્ગદર્શક મંડળમાં માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ,
હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઈ મકવાણા સહિતના આગેવાનોની ભૂમિકા છે. સમિતિના અધ્યક્ષ રાજાભાઈ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ
ધર્મેન્દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયા તથા સહ-ઇન્ચાર્જ દીપકભાઈ ગમઢા, મનોજભાઈ ડોડિયા, કૌશિકભાઈ સરધારા અને વિનયભાઈ કારિયા સહિતના આગેવાનો આયોજનમાં
સક્રિય છે. ઉપરાંત ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઈ નડીયાપરા, એન.જી. પરમાર, ડો. હિરેન વિસાણી, ભુપતભાઈ બોદર તથા સંકલન સમિતિના પુ. રાધેશ્યામ બાપુ, લલિતભાઈ વડેરિયા (કાળુમામા), અશ્વિનભાઈ
ગોસાઈ, કૃણાલભાઈ વ્યાસ, ડો. માધવ દવે, યોગેન્દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), ગૌતમભાઈ ધમસાણીયા, ચમનભાઈ સિંધવ, રાજુભાઈ પિલ્લાઈ, વિક્રમસિંહ
પરમાર, મંગેશભાઈ દેસાઈ, જયેશભાઈ સાંઘાણી, સુજીતભાઈ ઉદાણી, વસંતભાઈ લીંબાસિયા, રાજુભાઈ જુંજા અને રાહુલભાઈ જાની સહિતના કાર્યકર્તાઓ આયોજનને આખરી ઓપ આપી રહ્યા છે.

ધર્મસભા પૂર્ણ થયા બાદ ધર્માધ્યક્ષ ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના હસ્તે મંત્રોચ્ચાર અને વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવશે. ત્યારબાદ શૌર્યના કેસરિયા ધ્વજને ફરકાવી સવારે ૮:૩૦ કલાકે શોભાયાત્રાનું
પ્રસ્થાન કરાવવામાં આવશે. શોભાયાત્રાના મુખ્ય રથને વિશેષ આકર્ષણરૂપે તૈયાર કરવામાં આવી રહ્યો છે. મુખ્ય રથ પર સનાતન ધર્મના આરાધ્ય દેવ, પ્રેમ, કરુણા, જ્ઞાન અને ધર્મના પ્રતિક ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન થશે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ આપનાર અને ‘જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે’નો જીવનસંદેશ આપનાર શ્રીકૃષ્ણના દિવ્ય સ્વરૂપના દર્શન લાખો ભક્તોને થશે. મુખ્ય રથને ‘નશામુક્ત ભારત’ની થીમ પર સુશોભિત કરવામાં
આવી રહ્યો છે. મુખ્ય રથ સમિતિના હેનીલસિંહ પરમારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વર્ષે રથ દ્વારા ધાર્મિક સંદેશ સાથે સામાજિક જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવશે.

શોભાયાત્રામાં ટ્રક, ટ્રેક્ટર, ફોર-વ્હીલર, થ્રી-વ્હીલર અને ટુ-વ્હીલર સહિતના વિવિધ વાહનો પર અનેક ફ્લોટ્સ જોડાશે. આ ફ્લોટ્સમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન, સનાતન સંસ્કૃતિ અને વિવિધ ધાર્મિક-સામાજિક સંદેશોની ઝાંખી
રજૂ કરવામાં આવશે. સુશોભિત અશ્વસવારો પણ શોભાયાત્રામાં જોડાશે અને તાલ-સૂર સાથે મનોહર નૃત્ય રજૂ કરી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. વિવિધ જ્ઞાતિ અને સામાજિક મંડળો પોતાના પરંપરાગત વેશભૂષામાં તથા ભગવા ધ્વજ
સાથે જોડાઈ શોભાયાત્રાની શોભામાં વધારો કરશે.

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રાને ભવ્ય અને આકર્ષક બનાવવામાં વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનો વર્ષોથી મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. તેમાં રાધેશ્યામ ગૌશાળા અને બોલબાલા ટ્રસ્ટનું
યોગદાન વિશેષ રહ્યું છે. રાધેશ્યામ ગૌશાળા દ્વારા આ વર્ષે ૨૦થી વધુ ભવ્ય ફ્લોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગૌશાળા દ્વારા ૩૦૦થી વધુ ગાયોની સેવા તથા ૭૦૦થી વધુ બાળકોને નિત્ય ભોજનની સેવા કરવામાં આવે છે.
શોભાયાત્રા માટે જરૂરી વિવિધ ભગવાનની પ્રતિમાઓ પણ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તે જ રીતે બોલબાલા ટ્રસ્ટ દ્વારા ૧૫થી વધુ સુંદર ફ્લોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને
સામાજિક સંદેશો સાથે ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને સંસ્કૃતિની વિવિધ ઝાંખીઓ રજૂ થશે. ઉપલાકાંઠાનું પ્રખ્યાત રંગીલા ધુન મંડળ પણ શોભાયાત્રામાં વિશેષ રંગ ઉમેરશે. મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ ભીષ્મપિતામહ સામે
રથનું પૈડું ઉપાડતા હોય તેવી જીવંત ઝાંખી રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ૧૧ સુશોભિત એક્ટિવા તથા મુખ્ય એક્ટિવા પર અમરનાથ શિવલિંગના દર્શન કરાવવામાં આવશે. એક ટ્રેક્ટર પર પરંપરાગત કૃષ્ણ-નાગની ઝાંખી
સાથે નૃત્યમય રજૂઆત કરવામાં આવશે. ગોકુલધામ મેઇન રોડના રોકડિયા યુવા ગ્રુપ દ્વારા પણ વિશેષ જીવંત દૃશ્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગ્રુપના રઘુભાઈ બોળિયા અને વિપુલભાઈ ગજ્જરના જણાવ્યા મુજબ
શોભાયાત્રામાં ‘વિજળીના ચમકારે મોતીડા પરોવે પાનબાઈ’નું જીવંત દૃશ્ય રજૂ કરવામાં આવશે.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે દ્વારકાધીશ ગ્રુપ દ્વારા ભવ્ય સુશોભન કરવામાં આવી રહ્યું છે. અહીં શ્રદ્ધાળુઓને સાક્ષાત દ્વારકાધીશના દર્શન થતા હોય તેવી અનુભૂતિ કરાવતી વિશાળ ઝાંખી તૈયાર કરવામાં આવી રહી છે. આ
વિસ્તારમાં છઠ્ઠના દિવસે રાત્રે કાન-ગોપી રાસ, સાતમના દિવસે ગોપાલ ભરવાડનો સ્ટેજ કાર્યક્રમ અને આઠમના દિવસે મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. આયોજકો સંદીપભાઈ વકાતર, સાગરભાઈ જોગસવા, કિશનભાઈ જોગસવા,
લખનભાઈ ઝાપડા અને નિકુંજભાઈ ગમારાના જણાવ્યા મુજબ ધર્મપ્રેમી લોકોના સહયોગથી આ સમગ્ર આયોજન પાછળ રૂ. ૨૫ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સતાધાર ચોક, અંકુર વિદ્યાલય પાસે બંસીધર યુવા
મિત્ર મંડળ દ્વારા અદૃશ્ય ઝૂલામાં રાધા-કૃષ્ણની અલૌકિક ઝાંખી તૈયાર કરવામાં આવી રહી છે. અહીં ભક્તિ, પ્રેમ અને દિવ્યતાનો અનોખો સંગમ જોવા મળશે. સાથે શિવલિંગ, સુદામાનો મહેલ અને દ્વારકાધીશ મંદિરની ભવ્ય ઝાંખી
પણ રજૂ કરવામાં આવશે.

ધર્મસભા અને ધર્મયાત્રામાં સંતો-મહંતોની ઉપસ્થિતિ
1 ભક્તિપ્રસાદ સ્વામી ખીરસરા ગુરુકુલ
2 દેવકૃષ્ણદાસજી સ્વામી ગુરુકુલ, રાજકોટ
3 પરમાત્માનંદજી આર્ષ વિદ્યામંદિર, મુંજકા
4 રાધારમણ સ્વામી કોઠારી સ્વામિનારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડ
5 કોઠારી સ્વામી BAPS સ્વામી મંદિર
6 અપૂર્વમુની સ્વામી BAPS સ્વામિનારાયણ મંદિર
7 ત્યાગ વલ્લભ સ્વામી યોગી ધામ
8 ધર્મવત્સલ સ્વામી SGVP, રીબડા
9 વિવેક સાગર સ્વામી બાલાજી હનુમાન
10 ગૌકરણદાસજી ચિત્રકુટધામ રામજી મંદિર
11 રામલખનદાસજી કામનાથ મંદિર
12 ત્યાગી મનમોહનદાસજી જગન્નાથ મંદિર, નાનામોવા
13 ભગવાનદાસજી રામ ઝરૂખા મંદિર, કોઠારીયા નાકા
14 રાઘવદાસજી દાધા હનુમાન
15 નરસિંહદાસજી કોટવાલજી
16 યતી બ્રહ્મદેવજી મહારાજ ગુરુદત્ત ગીરનારી આશ્રમ, કુવાડવા
17 બાલંભરાદેવીજી ગુરુદત્ત ગીરનારી આશ્રમ, કુવાડવા
18 સંત રાજેન્દ્રદાસજી કબીર આશ્રમ
19 ૧૦૦૮ મહામંડલેશ્વર રાઘવદાસજી રામલક્ષ્મણ આશ્રમ
20 સ્વામી કનૈયાપુરી બાપુ દિગમ્બર સન્યાસી
21 રઘુનાથ બાપુ રણુજા મંદિર, કોઠારીયા
22 સંત હિરસાગર બાપાનો પરિવાર ઉગમ ફૌજ
23 નરેન્દ્ર બાપુ સોલંકી ગુરુ જીવરાજ બાપુ, આપાગીગાનો ઓટલો
24 અનીલ મહારાજ અધ્યક્ષ, અખિલ ભારતીય દલિત સમાજ સમિતિ
25 બ્રહ્મચારી હરિચેતનાનંદ મહારાજ ગુરુ સાધ્વીજી પ્રજ્ઞાજી ઠાકોર
26 યોગીશ્રી મંગલનાથજી ગુરુ પીર શેરનાથજી, કોઠારીયા રોડ
27 નિસ્વાદસ્વામી SMVS, માધાપર
28 ગૌ. ૧૦૮ અક્ષયકુમાર મહોદય કૃષ્ણાશ્રય હવેલી
29 ગો. ૧૦૮ અભિષેમકુમાર મહોદય વલ્લભાશ્રય હવેલી
30 ગૌ. ૧૦૮ વ્રજેશકુમાર મહોદય લક્ષ્મીવાડી હવેલી
31 ગૌ. ૧૦૮ પુરૂષોતમ લાલજી મહારાજ રસકુંજ હવેલી
32 નરસિંહદાસજી સાહેબ કબીર મંદિર, ખત્રીવાડ
33 વૈષ્ણવસેવાદાસ પ્રભુ ઇસ્કોન મંદિર, કાલાવાડ રોડ
34 શાસ્ત્રી શંકર મહારાજ ગુરુ રામચરણદાસજી, મંગલમૂર્તિ ધામ

રાજકીય અને સામાજિક અગ્રણીઓ
1 ઠાકોર માંધાતાસિંહજી જાડેજા
2 યુવરાજ જયદીપસિંહજી જાડેજા
3 ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા
4 સાંસદ પરષોતમભાઈ રૂપાલા
5 ધારાસભ્ય ભાનુબેન બાબરીયા
6 ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા
7 ગૌસેવક વિજયભાઈ વાંક
8 ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
9 ધારાસભ્ય દર્શિતાબેન શાહ
10 મેયર નેહલભાઈ શુક્લા
11 સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળીયા
12 પૂર્વ રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલ
13 ભાજપ પ્રદેશ પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા
14 માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરા

મવડી ચોકડીથી શરૂ થઈ બાલક હનુમાન મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન
રાજકોટમાં યોજાનારી ભવ્ય શોભાયાત્રાનો રૂટ મવડી ચોકડીથી શરૂ થશે. ત્યાંથી શોભાયાત્રા નાના મોવા ચોકડી, KKV હોલ, રૈયા ચોકડી, કનૈયા ચોક, હનુમાન મઢી, કિશાનપરા ચોક, અકિલા ચોક, ફુલછાબ ચોક, સદર બજાર,
હરિહર ચોક અને પંચનાથ મંદિર થઈ આગળ વધશે.ત્યારબાદ શોભાયાત્રા લિમડા ચોક, SBS ચોક, ત્રિકોણ બાગ, માલવિયા ચોક, લોધાવડ ચોક, ગોંડલ રોડ, મક્કમ ચોક, નાગરિક બેંક ચોક અને ભક્તિનગર ચોક થઈને આગળ
જશે. ત્યાંથી સોરઠીયાવાડી ચોક, કેવડાવાડી રોડ, કેનાલ રોડ, જિલ્લા ગાર્ડન ચોક, ચુનારવાડ ચોક, ભાવનગર રોડ, સંત કબીર રોડ, જલગંગા ચોક, ગોવિંદબાગ મેઇન રોડ અને પેડક રોડ થઈ શોભાયાત્રા બાલક હનુમાન મંદિર
ખાતે પહોંચીને સમાપ્ત થશે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાંથી પસાર થનારી આ શોભાયાત્રાને લઈને આયોજકો દ્વારા માર્ગ વ્યવસ્થા, સ્વાગત અને ધાર્મિક-સાંસ્કૃતિક આયોજનની તૈયારીઓને અંતિમ ઓપ
આપવામાં આવી રહ્યો છે. શોભાયાત્રાના રૂટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

કાનુડાના વિવિધ સ્વરૂપોની મનમોહક ઝાંખીઓ બનશે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે યોજાનારી આ ભવ્ય શોભાયાત્રા દરમિયાન રાજકોટ શહેરના હજારો ધર્મપ્રેમી અને કૃષ્ણભક્તોને ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપોની મનમોહક ઝાંખીઓના દર્શનનો લ્હાવો મળશે. શોભાયાત્રામાં
ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા, તેમના જીવનદર્શન તેમજ ધર્મ અને સનાતન સંસ્કૃતિના વિવિધ સંદેશોને ઉજાગર કરતી આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. શોભાયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા
મળશે. વિવિધ સ્થળોએ ભક્તો અને નાગરિકો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તથા સંતો-મહંતો, મહાનુભાવો અને ધર્મપ્રેમીઓના સન્માનના કાર્યક્રમો પણ યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણના જયઘોષ અને ભક્તિમય
વાતાવરણ વચ્ચે નીકળનારી આ શોભાયાત્રા રાજકોટની ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને સામાજિક એકતાનું આગવું પ્રતિબિંબ બની રહેશે. કાનુડાની બાળલીલાથી લઈને તેમના જીવનમાં રહેલા ધર્મ, કર્તવ્ય, ન્યાય અને સંસ્કૃતિના
સંદેશને વિવિધ ઝાંખીઓ દ્વારા જીવંત કરવામાં આવનાર હોવાથી શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે તેવી સંભાવના છે. ખાસ કરીને બાળકો અને યુવાનો માટે વિવિધ આકર્ષક ઝાંખીઓ અને સાંસ્કૃતિક
પ્રસ્તુતિઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

29 ઓગસ્ટ, 1964ના રોજ મુંબઈના પવઈ સ્થિત સાંદીપનિ સાધનાલય આશ્રમમાં થઈ હતી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના
જન્માષ્ટમીનો પાવન દિવસ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના સ્થાપના દિવસ તરીકે પણ વિશેષ મહત્વ ધરાવે છે. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 29 ઓગસ્ટ, 1964ના રોજ મુંબઈના પવઈ
સ્થિત સ્વામી ચિન્મયાનંદના સાંદીપનિ સાધનાલય આશ્રમમાં કરવામાં આવી હતી. સ્થાપનાના પ્રારંભિક તબક્કામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના દ્વિતીય સરસંઘચાલક મા. માધવરાવ સદાશિવ ગોલવલકર (ગુરુજી),
એસ.એસ. આપ્ટે, સ્વામી ચિન્મયાનંદ તેમજ જૈન અને શિખ સમુદાયના અગ્રણી સંતોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજને સંગઠિત અને જાગૃત કરવાનો, સનાતન
સંસ્કૃતિ તથા ધર્મના સંરક્ષણ માટે કાર્ય કરવાનો અને સમાજ સામેના વિવિધ પડકારોનો સામનો કરવાનો રહ્યો છે. વિહિપ દ્વારા સમાજમાં એકતા, સંગઠન અને સાંસ્કૃતિક જાગૃતિના સંદેશને સતત આગળ વધારવામાં આવે છે.
વિહિપનું આદર્શ વાક્ય “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” છે. તેનો અર્થ થાય છે કે જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને સંસ્થા દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ
ધરવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વ સાથે વિહિપનો સ્થાપના દિવસ પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે. અનેક સ્થળોએ વિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત તેની યુવા પાંખ બજરંગ દળ અને દુર્ગા
વાહિની દ્વારા શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક સભાઓ તથા અન્ય વિવિધ આયોજનો કરવામાં આવે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ જન્માષ્ટમીના પર્વ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વિહિપના
સ્થાપના દિવસને અનુલક્ષીને વિવિધ આયોજનો થકી સંગઠન, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવે છે.

You Might Also Like

જગદંબા સ્વરૂપ દીકરીઓના કુમકુમ પગલાં સાથે સહિયર કલબના રાસોત્સવનો ભવ્ય પ્રારંભ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
Next Article મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જગદંબા સ્વરૂપ દીકરીઓના કુમકુમ પગલાં સાથે સહિયર કલબના રાસોત્સવનો ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 51 seconds ago
આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
ગરબો: દેહ, દીપ અને દર્શન
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

જગદંબા સ્વરૂપ દીકરીઓના કુમકુમ પગલાં સાથે સહિયર કલબના રાસોત્સવનો ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 51 seconds ago
રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?