ડ્રાઈવર અને કંડકટરની ધરપકડ, 47 કિમી સુધી બસ રસ્તા પર દોડતી રહી
દિલ્હીમાં ૧૬ વર્ષની સગીરા સાથે સ્લીપર બસમાં ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ૪ ઓગસ્ટની છે, પોલીસે સોમવારે તેની જાણકારી આપી. પીડિતા ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની રહેવાસી છે અને ૧૧મા ધોરણમાં ભણે છે. દિલ્હી પોલીસ અનુસાર, આ મામલામાં બસ ડ્રાઈવર કુલદીપ અને કંડક્ટર સંદીપને તિમારપુરથી ધરપકડ કરવામાં આવી છે. બસને ફોરેન્સિક તપાસ માટે જપ્ત કરવામાં આવી છે. આરોપીઓએ કથિત રીતે છોકરીને પરી ચોકથી બસમાં બેસાડી, પછી રેપ કર્યો અને બાદમાં કાશ્મીરી ગેટ પાસે છોડી દીધી. પોલીસ સૂત્રો અનુસાર, વિદ્યાર્થિની પરિવારજનોથી નારાજ થઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને નોઈડામાં રહેતા તેના પિતરાઈ ભાઈ પાસે જઈ રહી હતી. ભારે વરસાદ અને અંધારાને કારણે વિદ્યાર્થિની ભૂલથી ગ્રેટર નોઈડાના પરી ચોક પર ઉતરી ગઈ. આ દરમિયાન એક ખાલી સ્લીપર બસ ત્યાંથી પસાર થઈ. વિદ્યાર્થિનીએ બસને રોકવાનો ઈશારો કર્યો, જેના પછી બસ ઉભી રહી ગઈ. ડ્રાઈવર અને કંડક્ટરે તેને જણાવ્યું કે બસ નોઈડા સેક્ટર ૬૩ તરફ જઈ રહી છે અને તેને બસમાં બેસાડી દીધી.
- Advertisement -
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બસ થોડે દૂર ગયા બાદ કંડક્ટરે વિદ્યાર્થિની સાથે અશ્લીલ કૃત્ય કર્યું હતું. જ્યારે વિદ્યાર્થિનીએ તેનો વિરોધ કર્યો, ત્યારે તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપ છે કે ત્યારબાદ ડ્રાઈવર અને કંડક્ટરે મળીને વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન ૪૭ કિમી સુધી બસ રસ્તા પર દોડતી રહી હતી. પરી ચોકથી લઈને કાશ્મીરી ગેટ સુધીની મુસાફરી ૪૭ કિલોમીટરની છે. આ આખી મુસાફરી દરમિયાન વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને કાશ્મીરી ગેટ પર તેને છોડીને ડ્રાઈવર-કંડક્ટર ફરાર થઈ ગયા. સ્લીપર બસના પડદા બંધ હોવાથી અંદર શું થઈ રહ્યું છે તેની કોઈને જાણ થઈ શકી ન હતી. પોલીસે તિમારપુર બસ પાર્કિંગ વિસ્તારમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી છે અને સ્લીપર બસને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.
ઘટના બાદ આરોપી વિદ્યાર્થીનીને કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ પાસે રિંગ રોડ પર ઉતારીને ત્યાંથી તરત જ ફરાર થઈ ગયા. પોલીસે બસ ડ્રાઈવર કુલદીપ અને કંડક્ટર સંદીપની ધરપકડ કરી છે અને મામલાની તપાસ કરી રહી છે.
પોલીસે બંને આરોપીઓની તિમારપુરના એક બસ પાર્કિંગમાંથી ધરપકડ કરી. પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી સ્લીપર બસ પણ જપ્ત કરી લીધી છે. બસની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો અનુસાર, ઘટનાના દિવસે બસ બગડયા પછી આરોપીઓ તેને રિપેર કરવા માટે સુરજપુરની એક વર્કશોપમાં લઈ ગયા હતા.રિપેરિંગ પૂરું થયા પછી ડ્રાઈવર અને કંડક્ટર ખાલી બસને તિમારપુર લઈ જઈ રહ્યા હતા, ત્યારે પરી ચોક પર તેમની મુલાકાત વિદ્યાર્થીની સાથે થઈ. પોલીસે જણાવ્યું કે બંનેએ બસના પડદાવાળા અંદરના ભાગનો ઉપયોગ મોડી રાત્રિની મુસાફરી દરમિયાન ગુનાને છુપાવવા માટે કર્યો. જેથી બહારથી પસાર થઈ રહેલા લોકો અંદર જોઈ શકે નહીં.




