By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    9 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    8 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    9 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    9 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    10 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    11 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor
Last updated: 2026/08/27 at 1:39 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

રાજકોટમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રાની તૈયારીઓને વેગ

માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બહેનોને જવાબદારી સોંપાઈ

- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી ભવ્ય શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રાને લઈને તૈયારીઓને હવે વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. શોભાયાત્રામાં પધારનાર મહાનુભાવો તેમજ કૃષ્ણપ્રેમી
ભક્તોના ભવ્ય સ્વાગત અને સન્માનની વ્યવસ્થાને સુચારુ રીતે પાર પાડવા માટે સમિતિના ધર્માધ્યક્ષ પ.પૂ. ભક્તિ પ્રકાશદાસજી મહારાજના આશીર્વાદ સાથે માર્ગદર્શક સમિતિના સભ્યો, અધ્યક્ષ રાજાભાઈ (વાવડી), ધર્મયાત્રા
અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ “રથયાત્રા સ્વાગત સમિતિ”ની રચના કરવામાં આવી છે. સ્વાગત સમિતિની રચના થતાં જ
માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બહેનો તથા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વાગત સમિતિ દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં બહેનો દ્વારા સંચાલિત ધૂળ મંડળો, સેવા મંડળો, ગરબી
મંડળો, શેરી મંડળો તેમજ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આગામી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રામાં વધુમાં વધુ મંડળો, સંસ્થાઓ અને ધર્મપ્રેમી લોકોને જોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો
છે.
સ્વાગત સમિતિના સંયોજિકા ડો. મનિષાબેન પંડ્યા અને સોનલબેન ચારણિયાએ જણાવ્યું હતું કે શોભાયાત્રામાં જોડાનાર તમામ ધર્મપ્રેમી તથા કૃષ્ણપ્રેમી ભાઈ-બહેનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. ભક્તોના કંકુ-ચાંદલા
તથા ચોખાથી સ્વાગત કરવામાં આવશે. વિવિધ મંડળોના આગેવાનોને ખેસ પહેરાવી તેમજ ફુલહારથી સન્માનિત કરવામાં આવશે. આ સમગ્ર આયોજનનો હેતુ સમરસ અને સંગઠિત હિન્દુ સમાજના નિર્માણ માટે ભગવાન
શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરવાનો રહેશે. સ્વાગત સમિતિના સભ્યો ટીનાબેન પંચાસરા, વૈશાલીબેન ડોબરિયા, જ્યોતિબેન વ્યાસ, શીતલબેન ધામેલિયા, અંજુબેન પટેલ, ધર્મિષ્ઠાબેન સાકરિયા અને મનિષાબેન કુંડલિયાએ
જણાવ્યું હતું કે શોભાયાત્રામાં જોડાનાર વિવિધ મંડળો અને સંસ્થાઓના આગેવાનો તથા કાર્યકર્તાઓનું સન્માન યાદગાર બને તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત સ્વાગત સમિતિની બહેનો દ્વારા ધર્મસભાના સ્ટેજનું સુશોભન, ફ્લોટનું સુશોભન તથા મુખ્ય રથના શણગાર સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. દેવાંશોબા વાઢેર, ભૂમિબેન મહેતા તથા કવિતાબેન
બડગુજરે જણાવ્યું હતું કે આ તમામ કામગીરીમાં નવા અને સર્જનાત્મક વિચારોનો સમાવેશ કરી સમયસર આયોજન પૂર્ણ કરવામાં આવશે. રથયાત્રા સ્વાગત સમિતિ સાથે જોડાયેલી અન્ય બહેનો પણ વિવિધ જવાબદારીઓ સાથે
સક્રિય બની છે. જેમાં જ્યોતિબેન પંડ્યા, ભાવનાબેન કલોલા, હંસાબેન સાપરિયા, જયશ્રીબેન વ્યાસ, સાક્ષીબેન ધામેલિયા, વંદનાબેન સેજપાલ, સપનાબેન પારવાણી, તેજલબેન ત્રિવેદી, પૂજાબેન દાવડા, ભાવનાબેન લીડીયા,
ચાર્મીબા પરમાર, પૂજાબેન રાવલ, રાણીબેન ચૌહાણ, હંસાબેન ગોંડલિયા, તૃપ્તિબેન શુક્લા, શોભાબેન આશરા, ખુશાલીબેન કુબાવત, મિસ્ટીબેન સામાણી, પલવીબેન, વિશ્વાબેન પાબારી, નીતાબા ઝાલા અને નયનાબેન રાવલ
સહિતની બહેનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંપર્કો કરવામાં આવી રહ્યા છે. શોભાયાત્રાના સ્વાગતને વધુ આકર્ષક, ભવ્ય અને યાદગાર બનાવવા માટે અનેક નવતર અને સર્જનાત્મક વિચારો સાથે આયોજન કરવામાં આવી
રહ્યું છે.

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ રાજાભાઈએ જણાવ્યું હતું કે, “આ શોભાયાત્રા માત્ર એક ધાર્મિક આયોજન નહીં પરંતુ સમગ્ર રાજકોટની ધર્મપ્રેમી જનતાના ઉત્સાહ અને આસ્થાનું ભવ્ય પ્રતીક બનશે. દરેક સમાજ, સંસ્થા,
મંડળ અને પરિવારને જોડીને શોભાયાત્રાને ઐતિહાસિક બનાવવાનો સંકલ્પ છે.” દરમિયાન જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલય ખાતે સેવાભાવી કાર્યકર્તાઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ વિવિધ
જવાબદારીઓ સ્વીકારી શોભાયાત્રાને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. સમિતિના કાર્યકર્તાઓ, બહેનો, વિવિધ મંડળો અને સેવાભાવી લોકો દ્વારા ચાલી રહેલી તૈયારીઓના પગલે શહેરમાં ભક્તિ
અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં શોભાયાત્રાને લઈને વિવિધ કાર્યક્રમો અને વ્યાપક સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. ઉપરાંત 31 ઓગસ્ટ, સોમવારના રોજ રાત્રે 9 વાગ્યે યોજાનાર ભવ્ય લોક ડાયરો
“કાઠિયાવાડી રંગત”માં રાજકોટની જાહેર જનતાને ઉપસ્થિત રહી કાર્યક્રમનો આનંદ માણવા માટે માર્ગદર્શક સમિતિના સભ્યો તથા સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલિયાએ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ વતી જાહેર આમંત્રણ
પાઠવ્યું છે.

- Advertisement -

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
Next Article બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?