લોકોએ પથ્થરમારો પણ કર્યોઃ સ્કૂલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા
આશુતોષ રાંકાએ કહ્યું-આ ભાજપની ગુંડાગીરી
- Advertisement -
CJP પ્રવક્તા આશુતોષ રાંકા અને તેમના સાથીઓ પર જયપુરમાં હુમલો થયો છે. રાંકા શુક્રવારે સવારે લગભગ ૧૦ વાગ્યે બગરુની સરકારી પ્રાથમિક સ્કૂલ રામપુરા કંવરપુરાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ત્યારે ગ્રામજનોએ તેમને માર મારીને ત્યાંથી ભગાડી દીધા. તેમની ગાડીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. રાંકા સાથે હાજર મહિલા સમર્થકો પર ગામની મહિલાઓએ માટી ફેંકી હતી. રાંકાએ ભાજપના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે હુમલામાં ગાડીઓના કાચ અને મોબાઈલ તોડવામાં આવ્યા, એક મહિલા સાથે મારપીટ થઈ અને તેનો શર્ટ ફાડી નાખવામાં આવ્યો. ટીમના એક સભ્યને હાથ ફ્રેક્ચર થયું છે. રાંકાએ કહ્યું, ‘આ શિક્ષણ મંત્રી મદન દિલાવરના કહેવા પર થયું છે. ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપી રહ્યા છીએ. હુમલાખોરોની ધરપકડ થાય અને સ્કૂલ નિરીક્ષણ રોકવાનો આદેશ પાછો ખેંચવામાં આવે. જો આવું નહીં થાય તો સમગ્ર રાજસ્થાનમાં આંદોલન કરીશું અને દિલાવરના રાજીનામાની માંગ કરીશું.’ CJPનો જયપુરમાં બે સરકારી સ્કૂલની મુલાકાત લેવાનો પ્લાન છે. આ ક્રમમાં CJPના કેટલાક કાર્યકરો સવારે ૮ વાગ્યે રામપુરા કંવરપુરા પહોંચ્યા. અહીંની સ્કૂલને જર્જરિત ઈમારતને કારણે બંધ કરી દેવામાં આવી છે. બાળકોને નજીકના એક વાડામાં ભણાવવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, લોકોએ પહેલા CJP કાર્યકરોને બહાર કાઢ્યા. પછી CJPના વિરોધમાં નારા લગાવતા સરકારી સ્કૂલની બહાર ધરણા પર બેસી ગયા. ગામના મુખ્ય રસ્તાને ટ્રેક્ટર ટ્રોલી આડી રાખીને રોકી દેવામાં આવ્યો. ગ્રામજનો અને ભાજપના કાર્યકરોનું કહેવું છે કે, ‘અમે આ સ્કૂલને અમારા સ્તરે ઠીક કરાવી લઈશું. સરકારે ૧૨.૫૦ લાખ રૂપિયા મંજૂર પણ કરી દીધા છે.
અમે કોઈ પણ બહારની વ્યક્તિને અહીં આવવા દઈશું નહીં. કોકરોચ અહીં આવીને ગંદકી કરવા માંગે છે, જેને અમે કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરીએ.” રામપુરા ગામની સરકારી સ્કૂલની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે. સ્કૂલને બાળકો માટે બંધ કરી દેવામાં આવી છે. છત પર લોખંડના એંગલ લગાવવામાં આવ્યા છે. સ્કૂલને ૫૦ મીટર દૂર એક વાડામાં ખસેડવામાં આવી છે. બાળકો ટીનશેડ નીચે અભ્યાસ કરી રહ્યા છે. બાળકો જ્યાં ભણી રહ્યા છે, તેની પાસે પશુઓનો ચારો ભરેલો છે. દીવાલોની ઈંટો પડી ગઈ છે.
કોઈ બહારનાને ઘૂસવા નહીં દઈએઃ ગ્રામજનો
ગ્રામજનો અને ભાજપના કાર્યકરોનું કહેવું છે કે, ‘અમે આ સ્કૂલને જાતે જ સુધારી લઈશું. સરકારે ૧૨.૫૦ લાખ રૂપિયા મંજૂર પણ કરી દીધા છે. અમે કોઈ પણ બહારની વ્યક્તિને અહીં આવવા દઈશું નહીં. કોકરોચ અહીં આવીને ગંદકી કરવા માંગે છે, જેને અમે કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરીએ.’




