By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    58 minutes ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 hour ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    1 hour ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    1 hour ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિહારથી ચોથી ખેપ મારી રાજકોટ 9.900 કિલો ગાંજો દેવા આવતો શખ્સ ઝડપાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > બિહારથી ચોથી ખેપ મારી રાજકોટ 9.900 કિલો ગાંજો દેવા આવતો શખ્સ ઝડપાયો
CRIME

બિહારથી ચોથી ખેપ મારી રાજકોટ 9.900 કિલો ગાંજો દેવા આવતો શખ્સ ઝડપાયો

Khaskhabar Editor
Last updated: 2026/08/13 at 2:05 PM
Khaskhabar Editor 1 hour ago
Share
25 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

કુવાડવા ચોકડી પાસે એસઓજીનો દરોડો : રાજકોટના મહંમદ નામના રીસીવરની શોધખોળ

- Advertisement -

રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીએ કુવાડવા ચોકડી પાસે વોચ ગોઠવી 4.95 લાખનો 9.900 કિલોગ્રામ ગાંજા સાથે બિહારી શખ્સની ધરપકડ કરી છે પોતે ચોથી વખત ગાંજાનો જથ્થો વતનથી લાવી રાજકોટના મોહમદ નામના રિસીવરને ડિલિવરી આપવા આવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે સપ્લાયરની ધરપકડ કરી રીસીવરની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા શહેરી વિસ્તારમાં યુવા ધનને નશાના રવાડે ચડતા અટકાવવા તથા નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવા ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત પેડલર-એડિકટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે એસઓજી પીઆઈ એન બી ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઇ વી વી ધ્રાંગુ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સ્ટાફના એએસઆઇ ફિરોજભાઈ રાઠોડ અને ઇન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે પાસવાન નામનો શખ્સ અમદાવાદ હાઈવે પર કુવાડવા ચોકડી નજીક ગાંજાના જથ્થા સાથે આવવાનો છે આ બાતમી આધારે એસઓજીની ટીમે કુવાડવા ચોકડી નજીક વોચ ગોઠવી હતી દરમિયાન શખ્સ પસાર થતા તેને અટકાવી નામઠામ પૂછતાં પોતે બિહારના ભોજપુરનો ઉપેન્દ્ર બહાદૂરરામ પાસવાન હોવાનું જણાવતા તેને કોર્ડન કરી અંગજડતી લેતા તેની પાસેથી 4.95 લાખની કિંમતનો 9.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી એસઓજીની ટીમે ગાંજો, મોબાઈલ, રોકડ મળી કુલ 5,00,520નો મુદ્દામાલ કબજે કરી ઉપેન્દ્રની ધરપકડ કરી હતી. ઝડપાયેલ શખ્સે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી કબુલાત આપી હતી કે તે ચોથી વખત ગાંજાની ખેપ મારીને અહીં રાજકોટ ખાતે મહમદ નામના શખ્સને આપવા આવ્યો હતો જેથી પોલીસે હવે રીસીવર મહંમદની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી રેલ કર્મચારીના બાઈકની ચોરી

- Advertisement -

રાજકોટના રેલનગરના ભક્તિ પાર્કમાં રહેતા અને રેલવેમાં ચીફ લોકો ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા રાજેશ છોટયારામ મીના ઉ.42એ 15 હજારના બાઈકની ચોરી અંગે રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 8 તારીખે અમારી ડ્યુટી રાજકોટ રેલવે સ્ટેશન પર હોય પરંતુ ફુટપ્લેટ ઇંસ્પેકશન માટે હાપા જવાનુ હોય જેથી હું હાપા ગયો હતો હું રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર પરત આવેલ અને રેલ્વે સ્ટાફ પાર્કીંગમાં મારું એક હીરો હોન્ડા મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્રો બાઈક જેની કિમત 15 હજારવાળું રાખ્યું હોય જે હાપાથી અમારી ફરજ પુરી કરી ઓખા ભાવનગર ટ્રેનમા બેસીને પરત રાજકોટ રેલવે સ્ટેશન પ્લે નં ૫ ઉપર આવેલ અને અમારા ઘરે જવા માટે રેલ્વે સ્ટાફ પાર્કિંગમાં રાખેલ મારૂ મો.સાયકલ લેવા ગયેલ અને બાઇક ત્યા જોવામા આવેલ નહિ અને આજુ બાજુમાં તપાસ કરતા ક્યાય મળી આવેલ ન હતું અને આ મારુ બાઇક ચોરી થયેલ હોઇ જેથી ફરિયાદ નોંધાવી હતી.

અયોધ્યા ચોક પાસે કૂતરું આડું ઉતરતાં બાઈક સ્લીપ થયા બાદ ટેન્કર ફરી વળતા શિક્ષિકાનું મોત

રાજકોટના અયોધ્યા ચોક પાસે રહેતી અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતી યુવતી બપોરે નોકરી પૂર્ણ કરી રેપીડો બાઈક પર ઘરે જતી હતી.ત્યારે શિતલ પાર્ક પાસે પહોંચતા બાઈક આડે કૂતરૂં ઉતર્યુ હોય જેથી ચાલક અને શિક્ષિકા બંને રોડ પર ફંગોળાઈ ગયા હતા દરમ્યાન પાછળથી આવતું ટેન્કર શિક્ષિકા પર ફરિ વળતા ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેનું ચાલુ સારવારમાં મોત નિપજતા ગાંધીગ્રામ પોલીસે પિતાની ફરિયાદ પરથી ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના અયોધ્યા ચોકમાં આવેલા રવિ ક્રિષ્ના હાઈટ્સ રહેતા પ્રિયંકાબેન યોગેશભાઈ દોશી ઉ.28 નામની યુવતી બપોરે અઢી વાગ્યા આસપાસ નચિકેતા સ્કૂલમાંથી પોતાની નોકરી પૂર્ણ કરી ઉપરોકત સરનામે ઘરે જવા રેપીડો બાઈક પર જતી હતી.ત્યારે શિતલ પાર્ક પાસે પહોંચતા બાઈક આડે કૂતરૂં ઉતર્યો હોય જેથી શિક્ષિકા તથા ચાલક રોડ પર પટકાયા હતા.દરમ્યાન પાછળથી પૂરઝડપે આવેલું ટેન્કર શિક્ષિકા પર ફરિ વળતા હાથ-પગે ગંભીર ઈજા પહોંચી હતી.જેથી ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થતા અકસ્માત સર્જનાર નાશી છુટયો હતો.જયારે ઈજાગ્રસ્ત શિક્ષિકાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટુંકી સારવારમાં મોત નિપજયું હતું બનાવના પગલે મૃતકના પિતા યોગેશભાઈ મગનલાલ દોશી ઉ.61એ જી જે 03 બી ડબલ્યુ 8172 નંબરના ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનારની શોધખોળ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં મૃતક મૈત્રી કરારથી રહેતી હોવાનું અને તેને સંતાનમાં બે વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં દાગીના બનાવી દેવાના બહાને વેપારી સાથે 91.96 લાખની ઠગાઈ

રાજકોટના દિવાનપરા વિસ્તારમાં આવેલી સુવર્ણ જ્યોતિ ક્રિએશન નામના સોની વેપારી સાથે દાગીના બનાવી દેવાના બહાને કારીગરે 91.96 લાખની કિંમતના ૬૦૫.૧૪૦ ગ્રામ ફાઈન સોનાની છેતરપિંડી કર્યાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા અને દિવાન પરામાં સુવર્ણ જયોતી ક્રિએશન એલએલ નામે સોનાના દાગીનાનુ વેચાણ કરતા દિવ્યેશભાઈ મહેન્દ્રભાઈ પાટડીયાએ જુના એરપોર્ટ રોડ પર ગીત ગુર્જરી સોસાયટી રોડ પર સખીયાનગરમાં રહેતા રાજેશ હિંમતલાલ આડેસરા સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે દોઢેક વર્ષ અગાઉ “K.V. & Sons” નામની પેઢી ચલાવતા સુનિલભાઈ ફીચડીયાને ત્યાં નોકરી કરતા રાજુભાઈ સાથે પરીચય થયો હતો અને તે કેટલાક સમયથી ઓર્ડર મુજબ ચેઈન બનાવી આપતો હોય ફેબ્રુઆરી ૨૦૨૬થી ૨૪ માર્ચ ૨૦૨૬ દરમિયાન રાજુભાઈ તથા તેમના સાથીદારોએ દિવ્યેશભાઈની પેઢીમાંથી અલગ-અલગ તારીખે કુલ ૯૮૭.૩૭૦ ગ્રામ ફાઈન સોનું રો-મટીરીયલ તરીકે મેળવ્યું હતું. તેમાંથી આરોપીઓએ માત્ર ૩૮૨.૨૩૦ ગ્રામ સોનું જ પરત કર્યું હતું. બાકી નીકળતું ૬૦૫.૧૪૦ ગ્રામ ફાઈન સોનું પરત ન કરી છેતરપીંડી આચર્યાનુ જણાવતા એડીવીઝન પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી છે.

રાજકોટના ગાંધીગ્રામના એસ.કે ચોક સહિતના વિસ્તારોમાં ટોળકીએ મચાવી ધમાલ : ગાળો બોલવાની ના પાડતા કુખ્યાત જેનીશ આણી ટોળકીનો પરિવાર પર હુમલો

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડીરાત્રીના કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ આંણી ટોળકીએ ધમાલ મચાવી દંપતિ અને તેના પુત્રને મારકૂટ કરી વાહનોમાં તોડફોડ કરી હતી. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસે મહિલાની ફરિયાદ આધારે કુખ્યાત જેનીશ સહિત ચાર સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ ફરાર એકની શોધખોળ આદરી છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ભાવનાબેન સંજયભાઈ બાબરીયા રાત્રીના સમયે ઘરની બહાર બેઠા હોય ત્યારે કુખ્યાત જેનીશ તથા તેના સાથી મિત્રો બે બાઈક પર શેરીમાં ગાળો બોલતા પસાર થતા હોય જેથી તેણીએ ગાળો ન બોલવા ટકોર કરતા કુખ્યાત શખસ આણી ટોળકીએ ઉશ્કેરાઈ મહિલા સાથે બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો.દરમ્યાન તેના પતિ વચ્ચે પડતા ટોળકીએ દંપતિ અને તેના પુત્ર સહિત ત્રણને પાઈપ તથા ઢીકાપાટુનો માર માર્યો હોય જેથી શેરીમાં દેકારો થતા લોકોના ટોળા એકઠા થવા લાગતા હુમલાખોરો નાશી છુટયા હતા.જે બનાવને લઈ ગાંધીગ્રામ પોલીસ મથકે મોટીસંખ્યામાં લોકોના ટોળા ઉમટયા હતા.ઘટનાની ગંભીરતાને લઈ પીઆઈ હર્ષાબેન ગઢવી, પીએસઆઈ ગોહિલ સહિતના સ્ટાફે ત્રણ ટીમો બનાવી કુખ્યાત જેનીશ મહાજન, ભાવિક પટેલ અને હરિ સહિતના સામે ભાવનાબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી ફરાર યશ નામના શખસની શોધખોળ આદરી છે અત્રે ઉલ્લેખનિય છે કે કુખ્યાત જેનીશ મહાજન આણી ટોળકીએ તાજેતરમાં જ નશામાં ધૂત થઈ મોડી રાત્રીના ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા બોટલોના ઘા કર્યા હતા.

સસ્તામાં સોનુ-ડોલરની લાલચ આપી ત્રણ લોકો સાથે 35.30 લાખની ઠગાઈ : ભુવા તરીકે ઓળખ આપી પરીચય કેળવી પશુપાલકને શીશામાં ઉતાર્યા

રાજકોટના માર્કેટ યાર્ડ પાસે રહેતા માલધારી યુવક સહીત ત્રણ લોકોને સસ્તામા સોનુ-ડોલર આપવાની લાલચ આપી રૂ.૩૫.૩૦ લાખની છેતરપીંડી આચરી નાસી ગયાની ફરીયાદ કરતા બીડીવીઝન પોલીસે ગુનો નોધી ભેજાબાજને પકડી લેવા કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ માર્કેટીંગ યાર્ડ પાસે મચ્છાનગરમાં રહેતા કમલેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણાએ હસનવાડીમાં રહેતા કાળુભાઈ માનસીંગભાઈ પઢીયાર સામે ફરીયાદ કરી છે. જેમા જણાવ્યુ હતુ કે ઓગસ્ટ ૨૦૨૫ માં ગઢડાના જલાલપુરના વતની કાળુભાઈ માનસિંગભાઈ પઢીયાર નામના માતાજીના ભુવા સાથે તેમનો પરિચય થયો હતો. કાળુભાઈએ પોતે ૧૦ કિલો સોનાનું લાયસન્સ ધરાવતો હોવાનો દાવો કરી, ૫૦% સસ્તા દરે ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કિટ રૂ. ૮ લાખમાં આપવાની લાલચ આપવાની વાત કરી વિશ્વાસ કેળવવા એક સાચું બિસ્કિટ બતાવી, આરોપીએ એડવાન્સ પેટે ફરિયાદી પાસેથી રૂ. ૧૫.૯૦ લાખ મેળવી લીધા હતા. આ ઉપરાંત, તેમની સફારી ગાડી રૂ. ૧ લાખમાં ખરીદવાનુ કહી માત્ર રૂ. ૪૦ હજાર ચૂકવ્યા હતા. તેમજ અન્ય લોકોમાં વિનયસિંહ જાડેજા પાસેથી સોનાના બિસ્કીટના નામે રૂ.૯.૫૦ લાખ અને યાજ્ઞિકભાઈ મોલીયા પાસેથી ડોલર ઈન્ડિયન કરન્સીમાં બદલી આપવાના બહાને રૂ. ૯.૩૦ લાખ લઈ પરત નહી આપી ત્રણેય લોકો સાથે કુલ રૂ. ૩૫.૩૦ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરીયાદ કરતા બીડીવીઝન પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપી લેવા દોડધામ કરી છે.

ભીસ્તીવાડમાંથી યાકુબને દેશી રિવોલ્વર સાથે એસઓજીએ ઝડપી લીધો : પહેલી પત્નીના પરિવારથી ડરથી હથિયાર ખરીદ્યું હોવાની કબૂલાત

રાજકોટમાં હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બાતમી આધારે ભીસ્તીવાડમાં દરોડો પાડી એક શખ્સને ગેરકાયદે દેશી રિવોલ્વર સાથે ઝડપી લીધો હતો પ્રાથમિક પૂછતાછમાં પ્રથમ પત્નીના પરિવાર સાથે માથાકૂટ ચાલતી હોય તેના ડરથી પોતે હથિયાર ખરીદ્યું હોવાની કબૂલાત આપી હતી. રાજકોટમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી બસીયાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એન બી ચૌધરી અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમાર અને દિગ્વિજયસિંહ ગોહિલને બાતમી મળી હતી કે જામનગર રોડ ભિસ્તીવાડ સ્લમ ક્વાર્ટરમાં રહેતો યાકુબ ઇશાભાઇ મોટાણી ગેરકાયદે હથિયાર રાખે છે આ બાતમી આધારે ટીમે મરીયમ મંજીલ પાસે દરોડો પાડી અંગજડતી લેતા તેની પાસેથી 5 હજારની રિવોલ્વર અને 30 હજારનો મોબાઇલ મળી આવતા કુલ 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. યાકુબને હથિયાર રાખવા પાછળનું કારણ પૂછતાં પારિવારિક ઝઘડો કારણ હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે. તેની પહેલી પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેતી હોવાથી તેના પરિવારજનો પોતાની ઉપર હુમલો કરશે તેને તેવી ભીતિ હતી. આ કારણે તેણે આશરે ત્રણ વર્ષપહેલાં મધ્યપ્રદેશના વોન્ટેડ રાજા ઉર્ફે રાજા ભૈયા પાસેથી 20 હજારમાં હથિયાર મગાવ્યું હતું એક હથિયાર અગાઉ પોલીસે કબજે કરી લીધા બાદથી તેણે રિવોલ્વર ઘરમાં સંતાડી રાખી હતી.

રાજકોટ શહેર વિસ્તારમાંથી 10.20 લાખની બેટરી ચોરી અંગે ટિમ લીડરે ફરિયાદ નોંધાવી : શાપરમાં ટાવરની બેટરી ચોરી લેનાર બેલડી સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ગુનો

રાજકોટના જંક્શન પ્લોટમાં ગોવર્ધન એપાર્ટમેન્ટમાં રહેતા અને આર.એસ.સિક્યુરીટીમાં રાજકોટ જિલ્લા ટિમ લીડર તરીકે નોકરી કરતા દિનેશસિંહ શ્યામસિંહ રાજપુત ઉ.50એ મોબાઈલ ટાવરની બેટરીની ચોરીમાં શાપર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા રાજકોટના માનસરોવર પાર્કમાં રહેતા જયદિપ વલ્લભભાઈ બાવળીયા અને ચોટીલાના રાહુલ મુકેશભાઈ સતવાણી સામે 10.20 લાખની ચોરી અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.29ના રોજ રાત્રીના ભાવનગર હાઈવે, એચ.પી. કંપનીના પેટ્રોલપંપ પાસે, જૈન દેરાસર વાળી શેરીમાં અંદર આવેલ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના ત્રણ અજના રીમોર્ટ રેડીયો યુનિટ જોવામાં આવેલ નહી તે જ રાત્રીના ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ જુના જતનાકા વચ્ચે એચ.પી. કંપનીના પેટ્રોલપંપ સામે, રોડના ડીવાઈડર ઉપર આવેલ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના બે અજના રીમોર્ટ રેડીયો યુનિટ જોવામાં આવેલ નહી બાદ ગઈ તા.1ના રાત્રીના કોઠારીયા ગામ, હઝરત ગેબનશાપીરની દરગાહ પાસે આવેલ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના બે અજના રીમોર્ટ રેડીયો યુનિટ જોવામાં આવેલ નહી ત્યાર બાદ ગઈ તા.3ના રોજ રાત્રીના ભાવનગર હાઈવે, એચ. પી. કંપનીના પેટ્રોલપંપ પાસે, જૈન દેરાસર મંદીરના કમ્પાઉન્ડમાં આવેલ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના ત્રણ અજના રીમોર્ટ રેડીયો યુનિટ જોવામાં આવેલ નહી તે પછી ગઈ તા.5ના રાત્રીના કોઠારીયા ભાવનગર હાઈવે, એચ.પી. કંપનીના પેટ્રોલપંપ પાસે, જૈન દેશસર મંદીરના કમ્પાઉન્ડમાં આવેલ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના બે અજના રીમોર્ટ રેડીયો યુનિટ જોવામાં આવેલ નહી તે ઉપરાંત ગઈ તા.6ના રાત્રીના બીજો રીંગ રોડ, રોયલ પાર્ટી પ્લોટની સામે આવેલ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના બે અ જના રીમોર્ટ રેડીયો યુનિટ જોવામાં આવેલ નહી બાદ ગઈ તા.8ના રાત્રીના કાલાવડ રોડ, સરિતા વિહાર સોસાયટી મેઈન રોડ, ગ્રીનફિલ્ડ એપાર્ટમેન્ટ સામે, રોડ ડીવાઈડર પર આવેલ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના એક અજના રીમોર્ટ રેડીયો યુનિટ જોવામાં આવેલ નહી તે પછી ગઈ તા.9ના રાત્રીના બીજો રીંગ રોડ, પરસાણા ચોક, જય ઠકર હોટલ સામે રોડ ડીવાઈડર પર આવેલ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના બે અજના રીમોર્ટ રેડીયો યુનિટ જોવામાં આવેલ નહી ત્યાર બાદ તા.10ના રાત્રીના વેરાવળ (શાપર) ખાતે ખોડીયાર નગર વિસ્તારમાં આવેલ હોય ત્યાં ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના બે અજના રીમોર્ટ રેડીયો યુનિટની ચોરી થતા આ બાબતે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરતા શાપર વેરાવળ પોલીસે ચોરી કરનાર ત્રણ વ્યક્તિઓ જયદીપ વલ્લભભાઈ બાવળીયા, રાહુલ સુરેશભાઈ સતવાણી તથા ધર્મેશ ધીરૂભાઈ મેવાસીયાને ચોરીમાં ગયેલ બે નોકીયા કંપનીના અજના રીમોર્ટ રેડીયો યુનિટ સાથે પકડેલ હોય અને ઉપરોક્ત પૈકી જયદીપ બાવળીયા તથા રાહુલ સતવાણીએ સાથે મળી રાજકોટ શહેર વિસ્તારમાં ઉપર જણાવેલ અલગ-અ લગ ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના અજના રીમોર્ટ રેડીયો યુનિટની ચોરી કર્યાની કબુલાત આપી હોવાથી બંને સામે ફરિયાદ નોંધાવી હતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ઉપરોક્ત ગુનામાં કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરશે.

રાજકોટના ફ્રૂટના વેપારીનો લીચીનો ઓર્ડર લઇ બિહારના શખ્સે 6.71 લાખ પડાવ્યા : માલની ઉઘરાણી કરતા માતાને એટકે આવ્યો છે કહી બહાના જ બનાવ્યા

રાજકોટના નાના મવા રોડ ઉપર અર્જુન પાર્કમાં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા કૌશરભાઈ સલીમભાઇ મેતર ઉ.38એ બિહારના દરભંગાના એમ ડી નઇમ આલમ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં 6,71,295 રૂપિયાની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી ત્રણ વર્ષ પહેલા રનજીતગઢ ખાતે ઉરૂષ થતુ હોય જેથી હુ ઉરૂષમાં ગયો હતો ત્યા મારી ઓળખાણ હારૂનભાઇ સાથે થઇ હતી હારૂનભાઇએ મને જણાવેલ કે, હુ જસદણમાં રહુ છુ અને મારે જુના બસ સ્ટેન્ડ બાજુમાં તળાવ પાસે નોનવેજની દુકાન આવેલ છે મારો સાળો એમ.ડી. નઈમ પણ લીચીનો હોલસેલનો વેપાર કરે છે તમારે લીચી જોઇએ તો મને કેજો તેમ કહી હારૂનભાઇએ મને તેના નંબર આપ્યા હતા ત્યાર બાદ તા.૧૬/૦૫/૨૦૨૫ના રોજ હારૂનભાઇને વાત કરેલ કે તમે રાજકોટ આવો હોલસેલ લીચી ફૂટના ધંધા વિષે વાત કરવી છે જેથી હારૂનભાઇએ જણાવેલ કે મારો સાળો બિહારથી આવ્યો છે તેને લઇ સાંજે રાજકોટ આવીશુ જેથી સાંજના બંને નાના મવા રોડ પર મારી ફ્રુટની રેકડીએ આવ્યા હતા મેં વાત કરેલ કે મારે 600 પેટી લીચી જોઇએ છે તો એમ.ડી.નઇમ આલમએ મને જણાવેલ કે હુ લીચી બિહાર ખાતેથી મંગાવુ છુ જેથી અહી પહોચતા ત્રણ દિવસ લાગશે એક પેટી લીચીના 1250 નક્કી કરેલા જે એક બોક્ષમાં 10 કિલો લીચી આવે છે એમ કુલ મે 600 પેટી લીચીનો ઓર્ડર આપ્યો હતો અને એમ.ડી. નઈમ આલમએ પૈસા તેના ખાતામાં નાખવાનુ જણાવેલ હતુ અને મને કહેલ કે તમે મારા ખાતામાં કટકે કટકે રૂપિયા જમા કરાવજો અને હુ તમને બિહારથી માલ મોકલતો રહીશ જેથી મે હા પાડેલી અને ત્યાર બાદ બન્ને જતા રહ્યા હતા બાદમાં મેં સમયાંતરે કટકે કટકે 5,63,995 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ એમ.ડી.નઇમ આલમએ બિહાર ખાતેથી લીચી ફૂટ મોકલાવેલ ના હોય અને ત્યાર બાદ એમ.ડી.નઇમ આલમને ફોન કરતા મારા ફોન ઉપાડવાનુ બંધ કરી દીધેલ હોય અને કાંઇ જવાબ આપતો ન હોય જેથી મે એમ.ડી. નઈમને ફોન કરતા તેણે જણાવેલ કે મેરે જીજા હારૂનભાઈ સે બાત કરલો મુજકો ઇસ બારે મે કોલ મત કરના તેમ કહી ફોન કટ કરી દીધેલ હતો અને ત્યાર બાદ બિહારથી એમ.ડી.નઇમ આલમનો ફોન આવેલો અને મને વાત કરેલ કે, અત્યારે બિહારમાં લીચીની સીઝન સારી છે અને મારે તમારો જે માલ મોકલવાનો હતો તે હુ આ વર્ષે પુરો કરી દઇશ તેમ વાત કરેલી અને મને કહેલ કે તમારે બીજી લીચીનો ઓર્ડર આપવાનો હોય તો હુ તમારો અગાઉનો અને હાલનો સાથે માલ કટકે કટકે રાજકોટ મોકલી દવ તેમ વાત કરતા મારે લીચીનો ધંધો રાજકોટમાં સારો ચાલતો હોય જેથી મે એમ.ડી. નઈમ આલમને 100 પેટી લીચીનો ઓર્ડર આપેલો અને ફરી 1,07,300 રૂપિયા જમા કરાવેલા અને અઠવાડીયા સુધી લીચીના માલની રાહ જોયેલ પરંતુ માલ આવેલ નહી જેથી મેએમ.ડી.નઇમ આલમને ફોન કરેલો અને મારા માલ બાબતે પુછતા જણાવેલ કે મારા મમ્મીને એટેક આવેલ છે હુ થોડા સમય બાદ તમારો માલ મોકલી દઇશ તેમ જણાવેલ અને અઠવાડીયા બાદ ફરીથી મે એમ .ડી.નઇમ આલમને ફોન કરેલો અને માલ બાબતે પુછતા જણાવેલ કે બિહારમાં લીચીનો માલ પુરો થઇ ગયેલ છે તેવા બહાના કાઢવા લાગેલ અને મારો અગાઉનો અને હાલના ઓર્ડર મુજબનો માલ મોકલાવેલ ન હોય અને મારી પાસેથી 6,71,295 ઓળવી જઇ મારી સાથે છેતરપિંડી કરી હોય અંતે ફરિયાદ નોંધાવી હતી.

કુવાડવા રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે રાહદારી યુવકનું મૃત્યુ : કુવાડવામાં ફરિયાદ : અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનચાલકની શોધખોળ

મૂળ અમરેલીના હાલ દૂધસાગર રોડ ઉપ્પર શિવાજીનગરમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા અજયભાઈ એભલભાઈ ઉઘરેજીયા ઉ.35એ તેના નાના ભાઈ સુરેશભાઈનું અકસ્માત સર્જી મૃત્યુ નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો છ ભાઇઓ તથા બે બહેનો છીએ જેમા સૌથી મોટો ભાઈ ભાવેશ, ત્યાર બાદ સુનીતાબેન, ત્યાર બાદ હું તથા ત્યાર બાદ હીતેશભાઈ ત્યાર બાદ સુરેશભાઈ ઉ.28 જે મરણ ગયેલ છે ત્યાર બાદ કાજલબેન ત્યાર બાદ ત્યાર બાદ સૌથી નાની બહેન શિલ્પા છે. ગત 7 તારીખે રાત્રિના હું મારા ઘરે હતો ત્યારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન રાજકોટની પાછળ ઝુંપડપટીમા રહેતા મારા સગા ફઇ હેમુબેન કનુભાઇ સોલંકીએ ફોન કરી મને કહેલ કે તમારા ભાઈ સુરેશભાઈ પટેલ વિહાર રેસ્ટોરન્ટ ખાતેથી ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે સુરેશને અડફેટે લેતા સુરેશને શરીરે ગંભીર ઈજા થયેલ છે જેથી તમે તુરંત અહી આવો એવુ કહેતા હું તથા મારા મોટા ભાઇ ભાવેશભાઇ પટેલ વિહાર રેસ્ટોરન્ટથી આગળ રોડ પર પહોચેલ અને જોયેલ તો રસ્તા પર મારો ભાઈ સુરેશ લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડેલ હતો જેને ગંભીર ઇજાઓ થઇ હતી ત્યા માણસોનુ ટોળુ ભેગા થઇ જતા તેમાથી કોઇએ 108મા ફોન કરતા થોડીવારમા 108 ગાડી આવી ગયેલ અને તેના તબીબે મારા ભાઈ સુરેશને મરણ ગયેલનુ જાહેર કરેલ રાત્રિના મારો નાનો ભાઈ સુરેશ પટેલ વિહાર રેસ્ટોરન્ટથી આગળ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે પોતાનુ વાહન માનવ જીંદગી જોખમાય તે રીતે પુર પાટ ઝડપે ગફલતભરી રીતે ચલાવી મારા ભાઈ સુરેશને અડફેટે લઇ મૃત્યુ નીપજાવી નાસી છૂટ્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

રૈયાના બુટલેગરને 156 બોટલ દારૂ સાથે યુનિવર્સીટી પોલીસે પકડી પાડ્યો : કાર સહીત 9.28 લાખનો મુદામાલ કબ્જે : ચોટીલાના શખ્સની શોધખોળ

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે શહેરના યુનિવર્સિટી રોડ પર યુનિવર્સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી આધારે વેજા ગામથી વાજડી ગામ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી કાર અટકાવી જડતી લેતા તેમાંથી 156 બોટલ વિદેશી દારૂ મળી આવતા કારચાલકની ધરપકડ કરી 9,27,800નો મુદામાલ કબ્જે કરી પૂછતાછ કરતા ચોટીલાના મોટી મોલડીના શખ્સનું નામ ખુલતા બંને વિરુદ્ધ ગુનો નોંધી ચોટીલાના શખ્સની શોધખોળ હાથ ધરી છે યુનિવર્સીટી પોલીસ મથકના નવનિયુક્ત પીઆઇ કે.કે.ગોહિલ અને ટીમે સતત બીજા દિવસે સફળ દરોડો પાડ્યો છે. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી આર.એસ.બારીઆની સૂચના અન્વયે યુનિવર્સીટી પોલીસ મથકના નવનિયુક્ત પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એન.શ્યૉરાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ કે.જાડેજા અને દિવ્યરાજસિંહ ટી.જાડેજાને બાતમી મળી હતી કે અગાઉ દારૂના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલો શખ્સ કારમાં દારૂ ભરી પસાર થવાનો છે આ બાતમી આધારે વેજા ગામથી વાજડી ગામ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી હતી ત્યારે અહીંથી પસાર થતી કાર અટકાવી તલાશી લેતા કારમાંથી 2,02,800 રૂપિયાની કિંમતની 156 બોટલ દારૂ મળી આવી હતી પોલીસે કારચાલકનું નામઠામ પૂછતાં પોતે રૈયા ગામમાં રહેતો બિપિન રમેશભાઈ સોલંકી હોવાનું જણાવ્યું હતું પોલીસે દારૂ અંગે પૂછતાછ કરતા ચોટીલાના મોટી મોલડી ગામના મહેન્દ્ર ઉર્ફે સોમકુ ગભરૂભાઇ ખાચર પાસેથી લાવ્યાની કબૂલાત આપતા પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહીત 9,27,800 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ચોટીલાના શખ્સની શોધખોળ હાથ ધરી છે પકડાયેલો બિપિન અગાઉ દારૂના 5 ગુનામાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચુક્યો છે.

રાજકોટમાં જુગાર રમતી 4 મહિલા સહીત 20ની ધરપકડ

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2, બી ડિવિઝન અને પ્રનગર પોલીસના ત્રણ દરોડામાં જુગાર રમતા 4 મહિલા સહીત 20ની ધરપકડ કરી રોકડા 38,405 કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ના પીએસઆઈ ચુડાસમાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ હરપાલસિંહ જાડેજા સહિતની ટીમે બાતમી આધારે વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં દરોડો પાડી જુગાર રમતા ચંદ્રદીપ મહેશભાઈ માંહલીયા, ધર્મેન્દ્રદાસ રાઘવદાસ સોલંકી, વિમલ ભુપતભાઇ ખેર, તુષાર રઘુનાથભાઈ મોરે, હેતલબા નરેન્દ્રસિંહ ઝાલા, ખમ્માબા મહાવીરસિંહ સરવૈયા, દિવ્યાબેન વિરલભાઈ સોંડાગર અને નફીસાબેન મહેબુબભાઇ અજમેરીની ધરપકડ કરી રોકડા 16,200 કબ્જે કર્યા છે આ ઉપરાંત બી ડિવિઝન પીએસઆઈ એચ.એન.જેઠવા સહિતની ટીમે બાતમી આધારે મોરબી રોડ મહેશ્વરી પાર્કમાં દરોડો પાડી જુગાર રમતા રાજેશ હરગોવિંદભાઈ પરમાર, અશોક મોહનભાઇ પરેસા, ધર્મેશ ચતુરભાઈ હિરાણી, અશોક ભીખાભાઇ પરમાર, વેલજી હંધુભાઇ ચૌહાણ અને નવીન વીરાભાઇ પરમારની ધરપકડ કરી રોકડા 11,205 કબ્જે કર્યા છે જયારે પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ એસ.ડી.કોઠીવાર સહિતની ટીમે બાતમી આધારે રેલનગરના અવધ પાર્કમાં દરોડો પાડી જુગાર રમતા સુનિલ નાથાભાઈ ટીમાણીયા, દિનેશ જેઠાભાઇ પરમાર, બાબુ દેવજીભાઈ પરમાર, દેવજી વાઘજીભાઈ ચૌહાણ, કાંતિ દાનાભાઇ જાદવ અને પ્રવીણ ભીમજીભાઈ વેડવાની ધરપકડ કરી રોડક 11,010 કબ્જે કર્યા હતા.

દંપતીના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી બોગસ ભાડા કરાર બનાવ્યો : રાજકોટની મેશન ક્લ્બ મંડળીના ડિરેક્ટર સહિત 3 સામે ફરિયાદ

ઉનાના રહેવાસી દીક્ષાબેન ચાંદે અને તેમના પતિ સાથે લોન પાસ કરાવવાના નામે દસ્તાવેજો મેળવી બોગસ ભાડા કરાર ઊભો કરવાનું ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના વૈશાલીનગરમાં આવેલી મેશન ક્લબ કો-ઓપરેટિવ સોસાયટીના ડિરેક્ટર પરાગ સોલંકી, નિશાંત દવે અને મોન્ટુ વિનોદભાઈ ટાંક સામે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ, ફરિયાદી દંપતીએ રાજકોટ બાલાજી ચેમ્બર્સ સ્થિત પોતાની દુકાન પર લોન લેવા મેશન ક્લબ મંડળીનો સંપર્ક કર્યો હતો. મંડળીના ડિરેક્ટર પરાગ સોલંકી અને નિશાંત દવેએ લોન પાસ કરાવવાના નામે દુકાનના અસલ કાગળો, આધારકાર્ડ અને ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા. ત્યારબાદ લોન આપવાને બદલે દંપતીનો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દીધો હતો થોડા સમય બાદ દંપતીને કોર્ટમાંથી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોટિસ મળતા તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓએ ફરિયાદીની ઓફિસના કાગળોનો દુરુપયોગ કરી અન્ય લોકોના નામે બોગસ ભાડા કરાર બનાવી કૌભાંડ આચર્યું હતું. દંપતીએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

You Might Also Like

કારના દરવાજામાં ચોરખાના બનાવી લવાતો 240 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

રાજકોટમાં ભાગીદારી છૂટી થયા બાદ પણ હિસાબ માંગી ભત્રીજાનો કાકા પર હુમલો : કારમાં કરી તોડફોડ

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં
Next Article દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

કારના દરવાજામાં ચોરખાના બનાવી લવાતો 240 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટમાં ભાગીદારી છૂટી થયા બાદ પણ હિસાબ માંગી ભત્રીજાનો કાકા પર હુમલો : કારમાં કરી તોડફોડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?