રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રાજકોટ એસઓજીએ બાતમી આધારે પાડ્યો દરોડો : સેમ્પલ લેબમાં મોકલાવ્યા
- Advertisement -
રાજ્યમાં એનાલોગ ચીજ-પનીર સહિતની અખાદ્ય વસ્તુ પર પ્રતિબંધ લગાવ્યા બાદ રાજકોટમાં અખાદ્ય પદાર્થોનું બેરોકટોક થતાં વેંચાણ સામે પોલીસે પણ ઝુંબેશ શરુ કરી છે રાજકોટ એસઓજીએ અણીયારા ગામમાં ગોવાલીયા ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં દરોડો પાડી 550 કિલો એનાલોગ ચીજ-પનીર મળી આવતાં રૂ.1.86 લાખના જથ્થાનો નાશ કરી ફૂડ વિભાગે સેમ્પલ લઈ એફએસએલમાં મોકલ્યાં હતાં. જે રિપોર્ટ આવ્યાં બાદ સંચાલક અશોક દલવાડી સામે કાર્યવાહી હાથ ધરાશે. રાજકોટમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઇ વી.વી.ધ્રાંગુ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે અણીયારા ગામ પાસે આવેલા ડી.કે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કાર્યરત ગોવાલીયા ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતોદરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત એનાલોગ પનીર તેમજ એનાલોગ ચીઝનો શંકાસ્પદ જથ્થો મળી અવત તુરંત જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને બોલાવીને સંયુક્ત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ફૂડ વિભાગ દ્વારા સ્થળ પરથી જરૂરી સેમ્પલો લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે એસઓજીની ટીમે એનાલોગ ચીઝ 400 કિલો 1.56 લાખ અને એનાલોગ પનીર 150 કિલો 30 હજારનો મુદામાલ કબ્જે કર તમામ હાનિકારક જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો આ ગેરકાયદેસર અને પ્રતિબંધિત ખાદ્ય સામગ્રીના સેમ્પલનો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ગોવાલીયા ફૂડ પ્રોડક્ટના સંચાલક રાજકોટના અશોક જેન્તલાલ દલવાડી સામે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ઘરની બહાર નીકડી જાવ નહી તો બન્નેને ઉપરથી ઘા કરી અને જાનથી મારી નાખીશ કહી ધમકી : રાજકોટમાં વૃદ્ધ દંપતિ ઉપર છરીથી હુમલો કરનાર કપાતર પુત્ર સામે ફરિયાદ
રાજકોટના કાલાવડ રોડ ઉપર ડેકોરા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા નરેશભાઈ અરજણભાઈ મકવાણા ઉ.62 નામના વૃધ્ધે પુતે અલ્પેશ ઉર્ફે અપુડો નરેશભાઈ મકવાણા વિરુદ્ધ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારી પત્ની કમળાબેન તથા મારો દીકરો અલ્પેશ ઉર્ફે અપુડો સાથે રહીએ છીએ ગઈકાલે રાત્રે ઘરનો ગેસનો બાટલો પુરો થઈ ગયેલ હોય જેથી હું જમવાનુ લેવા બહાર ગયો હતો હું ઘરે પરત આવતા મારી પત્ની કમળાબેને મને વાત કરેલ કે અલ્પેશ દારૂ પી અને ઘરે આવેલ અને ઘરમા આમ તેમ વસ્તુ ઉડાડી અને કહેવા લાગેલ કે મારી દશ હજારની વસ્તુ મે અહિયા રાખી હતી તે મને મળતી નથી જેથી મે તેને તેની વસ્તુ ગોતી આપેલ તેમ છતા મારી સાથે ઝઘડો કરીને નીકળી ગયેલ આમ વાત કરેલ બાદ અમો બન્ને પતિ પત્ની સુતા હતા ત્યારે આ અલ્પેશ દારૂ પી અને છરી લઈને ઘરે આવેલ અને ગાળો બોલવા લાગેલ જેથી ગાળો આપવાની ના પાડતા આ અલ્પેશ અમો બન્નેને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને કહેવા લાગેલ કે બન્ને ઘરની બહાર નીકડી જાવ નહી તો બન્નેને ઉપરથી ઘા કરી અને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપવા લાગેલ અને અમોએ ઘરની બહાર જવાની ના પાડતા આ અલ્પેશ ત્યા પડેલ લાકડી વડે અમો બન્ને પતિ પત્નીને જેમ ફાવે તેમ માર મારવા લાગેલ અને અલ્પેશ પાસે છરી હોય જે છરીનો હાથો મને આંખની ઉ પર મારી દેતા મને લોહી નીકળવા લાગતા અમારા પાડોશી લીલાબેને 108મા ફોન કરી અને ગાડી બોલાવેલ અને મને સીવિલ હોસ્પિટલ ખાતે સારવારમા લઈ ગયા હતા અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
જામનગર રોડ ઉપર ઘંટેશ્વર પાસે પોલીસ ફરજમાં રુકાવટ કરી ટીઆરબીને ફડકો ઝીકી દીધો
રાજકોટ શહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પાલાભાઈ ગોહેલએ જૂની જેલ સામે નવયુગપરામાં રહેતા પ્રવિણભાઈ ભીખાભાઈ મુછડીયા અને જયેશભાઇ ભીખાભાઈ મુછડીયા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રુકાવટ અંગે ફરિયાદ નોંધાવતા પીઆઇ એચ પી ગઢવી સહિતે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારે અમે વાહન ચેકિંગમાં હતા ત્યારે ઘંટેશ્વર ગામ બાજુથી આવતા ડબલ સવારી બાઈકચાલકને સાથેના જયદિપસિંહ બોરાણાએ રોકી નંબર ચેક કરી ચાલકને કાગળો બતાવવાનુ કહી તેનુ નામ પુછતા તેણે જયેશભાઈ મુછડીયા અને પાછળ બેઠેક વ્યકતિનુ નામ પ્રવિણભાઈ મુછડીયા પોતાનો મોટો ભાઇ થતો હોવાનુ કહ્યું હતું કાગળો માંગતા આ ચાલક અમારા ઉપર એકદમ ઉગ્ર થઇ જોરજોરથી રાડો પાડવા લાગેલ અને બોલવા લાગેલ કે કોઇ કાગળો બતાવવાના થતા નથી તમારાથી થાય એ કરી લો જેથી એ ચાલકને શાંતિથી વાત કરવાનુ કહેલ તો તેના મો.સા.માં પાછળ બેઠેલ પ્રવિણ અમને કહેવા લાગેલ કે પોલીસથી કાઈ નહીં થાય હું પોલીસ ચોપડે ચડી ગયેલ માણસ છું. તમારે અમને જવા જ દેવા પડશે મે કેટલીય પોલીસના માથા વાઢેલા છે તમારા પણ માથા વાઢી નાખીશ અને તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાખીશ એવી ધમકી આપેલ આ બન્ને લોકો રોડ ઉપર અમારી સાથે ગાળાગાળી રાડો પાડતા હોય અને પોતાનુ મો.સા. લઇ ભાગવા જતા અમે રોકવા જતા આ જયેશભાઇએ સાથેના TRB દિપક છગનભાઇ રાઠોડને એક લાફો મારી દીધો હતો અને પ્રવિણ મુછડીયા રોડ ઉપર પથ્થર ઉપાડી સાથેના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહને પથ્થર ઉપાડી મારવા જતા જયદિપસિંહ તેને રોકવા જતા આ પ્રવિણભાઇ મુંછડીયાએ જયદિપસિંહનો કાઠલો પકડી તેની સાથે જપાજપી કરેલ જેથી અમે તથા સાથેના સ્ટાફના માણઓએ તેને રોકી લીધા હતા અને 112માં ફોન કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લાવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી પીઆઇ ગઢવી સહિતની ટીમે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
રાજકોટના ગોકુલનગરમાં નાના ભાઈને રૂમમાંથી બહાર મોકલી સગીરાનો ફાંસો ખાઈ આપઘાત
રાજકોટના કોઠારિયા મેઈન રોડ પર આવેલા ગોકુળનગરમાં રહેતી સગીરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરતા પહેલા તેણીએ પોતાના નાના ભાઈઓને માર મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હોય માતાને જાણ કરતા બહારથી ઘેર આવેલી માતાએ પુત્રીને લટકતી જોઈ હોવાનુ બહાર આવતા પોલીસે સગીરાના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોકુલનગરમાં રહેતી શરીફા નબીજાન મેદી ઉ.15એ પોતાના ઘરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બહારથી ઘેર આવેલા માતાએ સગીર પુત્રીને લટકતી જોઈ દેકારો કરતા પાડોશના લોકોએ સગીરાને ઉતારી સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઈ હતી જેનુ સારવાર દરમ્યાન મોત નિપજતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ વરોતરીયા સહીતની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસની પુછતાછમાં મુળ ઉતર પ્રદેશના વતની નબીજાનભાઈને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી હોવાનુ તેમજ મોટી પુત્રી શરીફાએ રૂમમાં રમતા બે નાનાભાઈઓને ઠપકો આપી થરમાંથી બહાર કાઢી પગલુ ભરી લીધાનુ તેમજ નાનાભાઈઓએ મજુરી કામ કરતી માતા પાસે જઈને વાત કરતા માતા ઘેર આવતા પુત્રીને લટકતી જોઈ હોવાનુ જણાવતા પોલીસે સગીરાના આપઘાતનુ કારણ જાણવા કાર્યવાહી કરી છે.
જસદણ પાસે પશુને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાતા 5 બહેનોના એકના એક ભાઈનું મોત
જસદણ-વિંછીયા રોડ પર જલારામ જીન નજીક એક ગંભીર માર્ગ અકસ્માતમાં નાયબ મામલતદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી રક્ષાબંધન પર્વ પૂર્વે જ સર્જાયેલા અકસ્માતથી પાંચ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે ડાંગ ફરજ બજાવ્યા બાદ વતનમાં બદલી થતા સાળંગપુર દર્શન કરવા જવાની માનતા રાખી હતી જે પૂર્ણ કરી પરત આવતી વેળાએ પશુ રસ્તા પર આડુ ઉતરતા તેને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાળંગપુરથી પરત ફરી રહેલી એક કાર જસદણ-વિંછીયા રોડ પર જલારામ જીન પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે કોઈ અગમ્ય કારણોસર કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક તાલાલાના સંજયભાઈ મોહનભાઈ વડાલીયા ઉ.34નું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. તેઓ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જસદણ પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મૃતક યુવાન પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો અકાળે મૃત્યુથી પરિવાર ભાંગી પડ્યો છે.
માંડા ડુંગર નજીક પ્રસૂતિ બાદ મહિલાએ નવજાત બાળકને આજીડેમમાં ફેંકી દીધું
રાજકોટમાં ભાવનગર રોડ પર શક્તિ હોટલ પાસે આવેલા માંડાની ગોળાઈ નજીક મોગલ માતાના મંદિર પાસે આજીડેમના પાણીમાંથી એક તાજું જન્મેલું નવજાત શિશુનો મુતદેહ મળી આવતા પોતાની કૂખે જન્મેલા માસૂમ બાળકનું પાપ છુપાવવા અથવા અન્ય કોઈ કારણોસર બાળકના જીવની જવાબદારી ધરાવતી અજાણી સ્ત્રી કે વ્યક્તિએ તેને આજી ડેમના પાણીમાં ફેંકી દીધાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે ગુનો નોધી સીસીટીવીમાં કેદ આરોપીઓને પકડી લેવા દોડધામ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આજીડેમમાં બાળકનો મૃતદેહ તરતો હોવાની જાગૃત નાગરીકે જાણ કરતા આજીડેમ પોલીસ મથકના જમાદાર હાર્દીકભાઈ સાંગા સહીતની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા આશરે એક જ દિવસની ઉંમર ધરાવતું બાળક મળી આવ્યું હતું. તાત્કાલિક ૧૦૮ મારફતે બાળકને જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજયુ હતુ. બનાવને પગલે આજીડેમ પોલીસમાં જમાદારે અજાણી મહિલા સહિતના સામે ફરીયાદ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી કરી તપાસ કરતા આરોપીઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હોય આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.
તું કેમ બ્રાન્ડેડ કપડા પહેરે છે? કહી રાજકુમાર કોલેજના ધો.10ના વિદ્યાર્થીને સહપાઠીઓએ માર મારી હડધૂત કર્યો
રાજકોટના જામનગર રોડ પર ન્યુ પરસાણા નગરમાં રહેતા અને સફાઈ કામદારના રાજકુમાર કોલેજમાં ધો.10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રેસકોર્ષના બાલભવનના ગેઈટ પાસે હતો ત્યારે સહપાઠી સહિતનાઓએ ધસી આવી તું કેમ બ્રાન્ડેડ કપડા અને બુટ પહેરે છે. કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી મારકુટ કર્યાની તેના પિતાએ ફરીયાદ કરતા પ્ર.નગર પોલસે 12 શખ્સો સામે એટ્રોસીટી સહીતનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. રાજકોટના ન્યુ પરસાણા નગરમાં રહેતા અને છૂટક સફાઈ મજૂરી કરતા કમલેશભાઈ વાઘેલાએ પ.નગર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યુ હતુ કે તેમનો પુત્ર તેના મિત્રો સાથે રેસકોર્સ સ્થિત ચાની દુકાને બેઠો હતો. તે દરમિયાન તેની સાથે રાજકુમાર કોલેજમાં સાથે અભ્યાસ કરતા બે સહપાઠી અને તેમની સાથેના અન્ય દશેક જેટલા અજાણ્યા શખ્સો તેને બાલ ભવનના ગેટ પાસે બોલાવી મારકુટ કરી હતી તેમજ તું બ્રાન્ડેડ કપડાં અને બૂટ કેમ પહેરે છે, તું ઉચ્ચ જ્ઞાતિનો નથી બની જવાનો, તેમ કહી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી નાસી જતા સગીરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા પ.નગર પોલીસ મથકના પીએસઆઈ રતન સહિતની ટીમે એટ્રોસીટી સહીતનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
ભીસ્તીવાડમાં સગીર સહિતની બેલડીએ મકાન ઉપર કર્યા સોડા બોટલના ઘા
રાજકોટમાં પોલીસના કાયદો વ્યવસ્થાની ઐસીતૈસી કરી સગીર સહીતની બેલડીએ અગાઉના પોલીસ કેસના મામલે ભિસ્તીવાડમાં મકાન ઉપર સોડા બોટલના ઘા કરી હુમલો કરી આતંક મચાવતા ઘાયલ વૃદ્ધા ફરીયાદ કરવા જતા પોલીસ મથકના ગેઈટ પાસે આવી ફરી સોડા બોટલના ઘા કરી નાસી છુટયા હતા. બનાવને પગલે પ્રનગર પોલીસે સગીર સહિત બે શખસો સામે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી વિશેષ પુછતાછ કરી છે. અગાઉ ગુજસીટોકના ગુનામાં સામેલ રાજા ઉર્ફે શાહરૂખ અલ્લારખા જુણાજ અને રિયાજે અગાઉ હત્યાના ગુનામાં જામીન ઉપર બહાર આવી ફરીયાદમાં સમાધાન માટે ધમકી આપી હોવાનુ બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભીસ્તીવાડ શેરી નં. રમાં રહેતા જિલુબેન મહંમદભાઈ ભાણું ઉ.62 નામના વૃદ્ધા ગત તારીખ 7ના રોજ મોડી રાત્રે આશરે સાડા બાર વાગ્યાના સુમારે પોતાના ઘરની ડેલી પાસે ઊભા હતા. તે સમયે બાઇક પર આવેલા બે શખ્સો પૈકી એક સગીર તથા સોયબ ગોરી નામના શખ્સે ત્યાં આવીને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. આ શખ્સોએ જિલુબેન અને તેમના પરિવારે રિયાજ ઈસ્માઈલ દલ તથા રાજા ઉર્ફે શાહરુખ અલ્લારખાભાઈ જુણેજા વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હોવાની ખાર રાખી ધમકી આપી હતી બોલાચાલી દરમિયાન સગીર વયના આરોપીએ આવેશમાં આવી જઈ પોતાની પાસે રહેલી તૂટેલી કાચની બોટલ જિબુબેનના જમણા હાથ પર મારી દીધી હતી. ત્યાર બાદ સોયબ ગોરીએ પણ કાચની બોટલ ઘર તરફ ફેંકી આતંક મચાવ્યો હતો. આ હુમલામાં વૃદ્ધા જિલુબેનને જમણા હાથે લોહીલુહાણ ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સારવાર લીધા બાદ પીડિત મહિલા પોતાના પુત્ર માહીન સાથે પ્રધુમ્નનગર પોલીસ મથકે ફરીયાદ કરવા માટે પહોંચતા આરોપીઓ પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ પોલીસ મથક પાસે જ ફરી સોડા બોટલના થા કરી હુમલો કરી નાસી ગયા હોવાનુ જણાવતા પ્રનગર પોલીસ મથકના પીઆઈ મકવાણા સહિતની ટીમે ગુની નોંધી એક સગીર સહિત બે શખસોની અટકાયત કરી વધુ કાર્યવાહી કરી છે ભિસ્તીવાડમાં રહેતા યુવકની અગાઉ હત્યામાં રાજા અને સહીલ સહીતના સામેલ હોય જે અંગે કોર્ટએ હત્યાના ગુનામાં નિર્દોષ જાહેર કર્યા હોય જેથી જીલુબેન આ કેસમાં હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેનો ખાર રાખી અગાઉ પણ નામચીન શખસોએ બાળ આરોપીઓની આડમાં વૃદ્ધાના મકાન ઉપર હુમલા કરાવ્યા હતા.




