દિલ્હીમાં પ્લાન ઘડ્યો હતો : લૂંટના 25થી વધુ ગુના આચરનાર સૂત્રધાર સહીત બેની શોધખોળ
મકાન ભાડે રાખી, રેકી કરી, સોફ્ટ ટાર્ગેટ આંગડિયા પેઢી નક્કી કરી, બાઈક ચોરી લૂંટને અંજામ આપ્યો હતો
- Advertisement -
રાજકોટના ભાવનગર રોડ પર પટેલવાડી નજીકની પ્રાઈમ આંગડીયા પેઢીમાં ગત 30 તારીખે બંદુકની અણીએ 19 લાખની લૂંટ ચલાવવાના કેસમાં ક્રાઈમ બ્રાંચે બે શખસોને બંગાળ અને મથુરાથી ઝડપી લઇ આ લૂંટમાં સંડોવાયેલ વધુ બે શખસોને ઝડપી લેવા દોડધામ કરી છે. લૂંટારુઓએ અગાઉથી જ પોલીસ પકકડથી બચવા હાઈ-વે અને વિસ્તારની પૂરતી રેકી કરી લીધી હતી સીસીટીવી કેમેરામાં ન આવી શકાય તેવા રસ્તાઓ પસંદ કરીને આરોપીઓ લૂંટ ચલાવ્યા બાદ ગુના માટે ચોરેલું બાઈક સુરેન્દ્રનગર ખાતે રેઢું મૂકી દીધું હતું અને ત્યાંથી ટ્રેનમાં બેસી દિલ્હી નાસી ગયા હતા હાલ પોલીસે 2 લાખની રોકડ રિકવર કરી આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલ પ્રાઈમ આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા અલ્કેશભાઈ દવે તા.30 જુલાઈના રોજ સવારે આંગડીયા આવ્યા હતા તે દરમ્યાન બાઈક ઉપર આવેલી બેલડીએ ઓફીસમાં ઘૂસી બંદૂક બતાવી 19 લાખની રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવી નાસી છુટી હતી. બનાવને પગલે બીડીવીઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિકની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી હતી અને અંતમાં બે આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ છે આ અંગે માહિતી આપતા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે આ લૂંટમાં સંડોવાયેલા રમઝાનઅલી ઉર્ફે રાજુ રાહુલ કુરબાનઅલી શેખને પશ્ચિમ બંગાળથી અને પ્રવીણ ખજીઓને મથુરાથી ઝડપી લીધા છે રમઝાનના 5 દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે આરોપીઓના જણાવ્યા પ્રમાણે આ લૂંટમાં આ બંને સાથે યુપીના આસુ ઉર્ફે આસમહમદ અયુબ અને વૃંદાવનનો અરુણ ઉર્ફે ઇલુ ખટીક બિશનસીંગ ખટીકની પણ સંડોવણી ખુલવા પામી છે રમઝાન મૂળ દિલ્હીનો છે અને ત્રણેક માસથી રાજકોટ આવી ગયો હતો બનાવના 20 દિવસ પહેલા મકાન ભાડે રાખ્યું હતું આસુએ રાજકોટમાં લૂંટ ચલાવવા અંગે કોલ કર્યો હતો અને જેમાં ઓછી મહેનત થાય તેવી કોઈ જગ્યા શોધવા જણાવ્યું હતું બાદમાં રમઝાન અને પ્રવીણએ રેકી કરી સૌથી ઇઝી હોય તેવી પ્રાઈમ આંગડિયા પેઢી નક્કી કરી હતી કારણકે અહીંયા સવારે એકલ દોકલ વ્યક્તિ જ હાજર રહેતા હોવાથી રાજકોટમાંથી બાઈકની ચોરી કરી લૂંટને અંજામ આપ્યો હતો અને બંને થાન થઇ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા ત્યાં બાઈક રેઢું મૂકી ટ્રેનમાં બેસી દિલ્હી જતા રહ્યા હતા. વધુઅ બાંગરવાએ જણાવ્યું હતું કે આંસુ ઉર્ફે અયુબ હિસ્ટ્રીશીટર છે તેની સામે 22થી વધુ લૂંટના ગુના નોંધાઈ ચુક્યા છે જયારે પકડાયેલા પ્રવીણ સામે રાજસ્થાનમાં આર્મ્સ એક્ટના બે ગુના નોંધાઈ ચુક્યા છે આસું અને ઇલુએ લૂંટને અંજામ આપવા માટે કોલ કરીને કહ્યું હતું અને ત્યાર બાદ રાજકોટમાં લૂંટને અંજામ આપ્યો હતો હાલ પોલીસે અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ જુદા જુદા રાજ્યોમાં ધામા નાખ્યા હતા
- Advertisement -
ગત 30 તારીખે 19 લાખની થયેલી લૂંટ બાદ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી જેમાં બંને આરોપીઓ લૂંટ કરીને ભાગ્યા હોય તેના થાનગઢ સુધીના સીસીટીવી મળ્યા હતા તે પછી ટેક્નિકલ સર્વેલેન્સ આધારે પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર અને સી.એચ,જાદવની જુદી જુદી ટીમોએ રાજસ્થાન, યુપી, એમપી અને બંગાળમાં ધામા નાખ્યા હતા અને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
સૌ પ્રથમ દિલ્હીમાં ચારેય મળ્યા હતા
ક્રાઇમ બ્રાન્ચે લૂંટમાં પકડાયેલા બે આરોપીઓની સઘન પૂછતાછ કરતા બંનેએ એવી કબૂલાત આપી હતી કે રમઝાન અગાઉ દિલ્હી ખાતે રહેતો હતો ત્યાં જ પ્રવીણ, આંસુ અને ઇલુ સાથે પ્રથમ મુલાકાત થઇ હતી અને કોઈ કામ પાર પાડવા માટે ચર્ચા થઇ હતી.
મકાન ભાડે આપનાર ઘરધણી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે
રાજકોટમાં ગુનાને અંજામ આપ્યાના 20 દિવસ પૂર્વે મકાન ભાડે રાખવામાં આવ્યું હતું આ મકાન ભાડે આપનાર મકાનમાલિક દ્વારા કોઈપણ પ્રકારનો ભડકારાર કર્યો ન હોય તેમજ નિયમ મુજબ સ્થાનિક પોલીસને પણ જાણ કરી ન હોય જેથી મકાનમાલિક સામે પોલીસ કમિશ્નરના જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધવામાં આવશે તેવું ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.




