100 હેડક્ટર વિસ્તારમાં કુદરતી હેબિટેટ સાથે ફેન્સિંગ કરી સિંહોને સુરક્ષિત રાખવા વન વિભાગનું આયોજન
માનવ હુમલામાં સંડોવાયેલા એશિયાટીક સિંહોને ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. I અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં
૧૦૦ હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્ર (એક્લોઝર) ના નિર્માણ માટે વન વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને તેમના કુદરતી હેબિટેટ જેવા જ વાતાવરણમાં અહીં રાખવામાં આવશે.
- Advertisement -
અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ડો. જયપાલ સિંઘ (IFS) એ જણાવ્યું હતું કે, આવા સિંહો માટે ફેન્સિંગ કરીને તેમને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવશે અને તે માટેની જરૂરી સૂચનાઓ આપી કામગીરી
શરૂ કરી દેવાઈ છે. વન વિભાગ દ્વારા મનુષ્યો અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ ઘટાડવા, પ્રાણીઓને સુરક્ષિત રહેઠાણ આપવા અને જૈવિક સંતુલન જાળવવા વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થળાંતરની કામગીરી હાથ ધરાય છે. ગામડાં કે
વસ્તીમાં ઘૂસી જતાં, ઘાયલ કે બીમાર સિંહ, દીપડા કે અન્ય પ્રાણીઓને પકડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે છે.
વર્ષ ૨૦૧૭માં શરૂ થયેલું ૩૬૫ હેક્ટરમાં ફેલાયેલું આંબરડી સફારી પાર્ક એશિયાટીક સિંહ, દીપડા, ચિતલ સહિતના વન્યજીવો માટે જાણીતું છે, જે પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવી સ્થાનિક રોજગારી વધારી રહ્યું છે. મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સિંહ સંરક્ષણની યોજનાઓનું કડક અમલીકરણ થઈ રહ્યું છે, ત્યારે ૧૦ ઓગસ્ટે ઉજવાતા ‘વિશ્વ સિંહ દિવસ” નિમિત્તે વન્યજીવ સંરક્ષણની આ પહેલ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.




