By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    4 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    4 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    25 minutes ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    34 minutes ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 hours ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 hours ago
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    3 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગનો દરોડો : 75 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 12 વેપારીને નોટિસ, ત્રણ ફેક્ટરી સીલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગનો દરોડો : 75 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 12 વેપારીને નોટિસ, ત્રણ ફેક્ટરી સીલ
રાજકોટ

રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગનો દરોડો : 75 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 12 વેપારીને નોટિસ, ત્રણ ફેક્ટરી સીલ

Khaskhabar Editor
Last updated: 2026/07/31 at 2:20 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

1,020 કિલો અખાદ્ય જથ્થો નાશ : રૂ.34,500નો દંડ ફટકાર્યો

તપાસ માટે મીઠા શક્કરપારા, સુગર પાવડર, મેંગો પાવડર, સ્વીટનર, હળદર, મરચું અને ધાણાજીરું પાવડર સહિત 10 નમૂના લેબમાં મોકલાયા

- Advertisement -

5,600 કિલો મસાલા અને 2,000 લિટર ફ્લેવરનો શંકાસ્પદ જથ્થો મળતા સ્થગિત કરાયો

વાવડી ઇન્ડસ્ટ્રીયલની કેસર ફૂડ પ્રોડક્ટ્સ, ગોંડલ રોડની શાહ ફૂડ પ્રોસેસિંગ અને શ્રીનાથજી ટ્રેડિંગ એકમ સીલ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો અને અસ્વચ્છ ઉત્પાદન એકમો સામે વધુ એક વ્યાપક સર્વેલન્સ ડ્રાઈવ હાથ ધરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 75 પેઢી, રેસ્ટોરન્ટ અને ખાદ્ય ઉત્પાદન એકમોની તપાસ દરમિયાન 1,020 કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 12 વેપારીઓને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ આપવામાં આવી હતી અને કુલ રૂ.34,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. અભિયાન દરમિયાન 10 ખાદ્ય નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ત્રણ પેઢીઓને સીલ કરવામાં આવી હતી.

- Advertisement -

સૌથી મોટી કાર્યવાહી વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી કેસર ફૂડ પ્રોડક્ટ્સ સામે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની બનાવટમાં ઉપયોગમાં લેવાતા લોટના પેકિંગ પર “પશુ આહાર” તરીકે છાપેલું જોવા મળ્યું હતું. ઉપરાંત જમીન પર અનહાઈજેનિક રીતે સંગ્રહ કરાયેલા મીઠા શક્કરપારા અને લોટ સહિત અંદાજે 1,020 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને સીલ કરીને રૂ.5,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને મીઠા શક્કરપારા તથા સુગર પાવડરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

ગોંડલ રોડ પર આવેલી શાહ ફૂડ પ્રોસેસિંગ પ્રાઈવેટ લિમિટેડમાં તપાસ દરમિયાન ટેક્નિકલ પર્સનની ગેરહાજરી, ઉત્પાદનનો બેચવાઈઝ રેકોર્ડ ન હોવો અને FSSAI મુજબ લેબલ વગરના ફૂડ એડિટિવ્સ, એસન્સ, પ્રીમિક્સ અને અન્ય સામગ્રી મળી આવી હતી. અહીંથી અંદાજે 5,972 કિલોગ્રામ વિવિધ ખાદ્ય સામગ્રી તથા 2,000 લિટર અલગ-અલગ ફ્લેવરના એસન્સ અને કોન્સન્ટ્રેટ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેનો જથ્થો સ્થગિત કરી પેઢીને સીલ કરવામાં આવી હતી. રૂ.10,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને મેંગો પાવડર તથા સ્વીટનરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

તે જ વિસ્તારમાં આવેલી શ્રીનાથજી ટ્રેડિંગમાં પણ બેચવાઈઝ રેકોર્ડ વગર વિવિધ બ્રાન્ડના મસાલા, મરચું પાવડર, હળદર પાવડર અને ધાણાજીરું પાવડર સહિત અંદાજે **5,600 કિલોગ્રામ** શંકાસ્પદ જથ્થો મળી આવતા તેને સ્થગિત કરવામાં આવ્યો હતો. પેઢીને સીલ કરીને રૂ.10,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો તેમજ હળદર, મરચું અને ધાણાજીરું પાવડરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

અભિયાન દરમિયાન યુનિવર્સિટી રોડ, ડી-માર્ટ રોડ, ઉમિયાજી ચોક, શ્રદ્ધા પાર્ક અને અન્ય વિસ્તારોમાં આવેલી અનેક પાન-કોલ્ડ્રિંક્સ, હોટલ, ડેરી, જનરલ સ્ટોર અને ફરસાણની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. લાઇસન્સ વગર વ્યવસાય ચલાવવો, અનહાઈજેનિક સ્થિતિ, ન્યૂસન્સ, યોગ્ય સ્ટોરેજનો અભાવ અને નિયમોના ભંગ બદલ વેપારીઓને નોટિસ ફટકારી રૂ.500થી રૂ.1,000 સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. મિલ્ક ચેકિંગ અને સેમ્પલિંગ અભિયાન હેઠળ ખોડલ ડેરી ફાર્મમાંથી માવો, શ્યામ ડેરી ફાર્મમાંથી મલાઈ, અરમાન ડેરી ફાર્મમાંથી ભેંસના દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ઉપરાંત સીલ કરાયેલી પેઢીઓમાંથી મીઠા શક્કરપારા, સુગર પાવડર, મેંગો પાવડર, સ્વીટનર, હળદર, મરચું અને ધાણાજીરું પાવડર સહિત કુલ 10 નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

You Might Also Like

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

સામાકાંઠે પાણી વિતરણ માટે એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર અને ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયરનું નિર્માણ થશે

રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા એલર્ટ મોડમાં : 4 ઓગસ્ટ સુધી તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ

લોકમેળામાં મોટા ખાણીપીણીના સ્ટોલ, મોટી યાંત્રિક રાઇડની 3થી 8 ઓગસ્ટ હરાજી થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ : નવસારીમાં કરંટ લાગતા 3ના મોત
Next Article રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા એલર્ટ મોડમાં : 4 ઓગસ્ટ સુધી તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત
મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
સોમવાર સુધી સંસદ સ્થગિત
ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ 1226 કરોડ મળ્યા : પરિમલ નથવાણી
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
રાજકોટ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

સામાકાંઠે પાણી વિતરણ માટે એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર અને ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયરનું નિર્માણ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?