By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    15 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    13 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    14 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    14 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    2 days ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    14 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    7 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા એલર્ટ મોડમાં : 4 ઓગસ્ટ સુધી તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા એલર્ટ મોડમાં : 4 ઓગસ્ટ સુધી તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ
રાજકોટ

રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે મનપા એલર્ટ મોડમાં : 4 ઓગસ્ટ સુધી તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ

Khaskhabar Editor
Last updated: 2026/07/31 at 2:26 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની તાકીદની બેઠકમાં વરસાદ પૂર્વે, દરમિયાન અને બાદની કામગીરીની સમીક્ષા

24×7 કન્ટ્રોલ રૂમ, ફિલ્ડ મોનિટરિંગ અને પાણી નિકાલ માટે સંબંધિત વિભાગોને ખાસ સૂચનાઓ અપાઇ

- Advertisement -

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 4 ઓગસ્ટ 2026 સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ સંપૂર્ણ સતર્કતા દાખવી છે. નાગરિકોને આવશ્યક સેવાઓ વિના વિલંબે અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની 4 ઓગસ્ટ (મંગળવાર) સુધીની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ કર્યો છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં તાકીદની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વરસાદ પહેલાં, વરસાદ દરમિયાન અને વરસાદ બાદ હાથ ધરવામાં આવનારી કામગીરી અંગે વિભાગવાર તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ શાખાઓને આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આ સમયગાળા દરમિયાન પોતાના હેડક્વાર્ટર ખાતે ફરજ માટે ઉપલબ્ધ રહેવાનું રહેશે. તમામ કર્મચારીઓએ સતત ફિલ્ડમાં હાજર રહી વરસાદી પરિસ્થિતિ પર નજર રાખવાની સાથે આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને બચાવ સહિતની સોંપવામાં આવેલી કામગીરી સંપૂર્ણ જવાબદારી અને સતર્કતા સાથે નિભાવવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કન્ટ્રોલ રૂમ ખાતે 24 કલાક અને સપ્તાહના સાતેય દિવસ સિનિયર અધિકારીની ફરજ સુનિશ્ચિત કરવામાં આવશે. ઉપરાંત તમામ નાયબ કમિશનરો તથા સિટી એન્જિનિયરને પોતાના તાબા હેઠળના ઝોનમાં વરસાદી સ્થિતિનું સતત સુપરવિઝન અને મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોની નિયમિત સ્થળ મુલાકાત લઈને તાત્કાલિક રાહત કામગીરી અને જરૂરી વ્યવસ્થાઓ સમયસર અમલમાં મૂકવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

ઝોન કક્ષાએ હાથ ધરાયેલી કામગીરી અંગે સમયાંતરે અહેવાલ તૈયાર કરીને સક્ષમ અધિકારીઓ સમક્ષ રજૂ કરવાનો રહેશે, જેથી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી શકાય અને જરૂરિયાત મુજબ તાત્કાલિક નિર્ણય લઈ શકાય. મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓના મોબાઇલ ફોન સતત કાર્યરત (ઓન) રાખવાના રહેશે, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક સંપર્ક થઈ શકે. શહેરના જે વિસ્તારોમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિક સમસ્યાઓ સર્જાય છે તેવા તમામ સંવેદનશીલ પોઈન્ટ્સ પર તાત્કાલિક પાણી નિકાલની કામગીરી હાથ ધરી ટ્રાફિકને વહેલી તકે પૂર્વવત્ બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજન સાથે સમગ્ર તંત્રને એલર્ટ મોડમાં મૂકી દીધું છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખીને નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગોને સક્રિય રહેવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગનો દરોડો : 75 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 12 વેપારીને નોટિસ, ત્રણ ફેક્ટરી સીલ
Next Article સામાકાંઠે પાણી વિતરણ માટે એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર અને ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયરનું નિર્માણ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?