By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    23 minutes ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    28 minutes ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    59 minutes ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    2 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    1 day ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2026/07/21 at 3:07 PM
Khaskhabar Editor 32 seconds ago
Share
16 Min Read
SHARE

રિમાન્ડ પર રહેલા ગાવસ્કર પાસેથી વધુ એક દેશી તમંચો કબ્જે

પીસીબીએ કુલ 20 શખ્સો પાસેથી 38 હથિયાર 32 કાર્ટીસ કબ્જે કર્યા

- Advertisement -

રાજકોટ પીસીબીએ હથિયારોની હેરાફેરી કરતી વેપન કાર્ટેલ ગેંગ ઉપર રીતસરની ધોંસ બોલાવી હોય તેમ વધુ 3 સાગરીતોને 3 હથિયાર સાથે ઝડપી લીધા છે આ ઉપરાંત રિમાન્ડ પર રહેલા ગાવસ્કર પાસેથી વધુ એક દેશી તમંચો કબ્જે કર્યો છે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચના અન્વયે રાજકોટ પીસીબીના પીઆઇ એમ આર ગોંડલીયા, પીએસઆઈ આર કે જાડેજાની ટીમે અત્યાર સુધીમાં વેપન કાર્ટેલ ગેંગના 20 સાગરીતોની ધરપકડ કરી 38 હથિયાર અને 32 જીવતા કાર્ટીસ કબ્જે કર્યા છે આજે પીસીબીની ટીમે જસદણ તાલુકાના બોઘરાવદર ગામના વિશાલ મેપાભાઇ ચોહલા, ચોટીલાના ચાણપા ગામના વિજયસિંહ વજાભાઇ ગોહિલ અને ચુડાના સમઢીયાળા ગામના પ્રતાપ ઉર્ફે શિવરાજ ભરતભાઈ ખાચરની ધરપકડ કરી ત્રણેય પાસેથી 1 દેશી બનાવટની પિસ્ટલ અને 2 તમંચા કબ્જે કર્યા છે જયારે આ જ ગુનામાં રિમાન્ડ પર રહેલા ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિકભાઈ ઉર્ફે અનિલભાઈ રોજાસરા પાસેથી વધુ એક દેશી તમંચો કબ્જે કર્યો છે.

ક્યાં આરોપી પાસેથી કેટલા હથિયાર કબ્જે કર્યા

શકીલ સાદિક મન્સૂરી અને જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા : 5 હથિયાર, 20 કાર્ટીસ
ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા : ચોટીલા : 6 હથિયાર, 10 કાર્ટીસ
અનિલ વીરાભાઇ ખેતરીયા : ચોટીલા : 3 હથિયાર
પ્રદીપ અનકભાઈ કરપડા : ચોટીલા : 3 હથિયાર
સંદીપસિંહ પ્રભાતસિંહ પરમાર : વડ વાજડી : 2 દેશી પિસ્ટલ
આરીફ ગફારભાઈ પઠાણ : ગંજીવાડા : 1 દેશી પિસ્ટલ
જયપાલ રાજેશભાઈ ડેડાણિયા : વેલનાથપરા : 2 પિસ્ટલ, 2 કાર્ટીસ
ધ્રુવ ઉર્ફે કનૈયો સુનિલગિરી ગોસ્વામી : રાધેશ્યામ સોસાયટી : 1 હથિયાર
જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઈ ખાચર : ચોટીલા : 1 હથિયાર
શ્યામ રાજુભાઈ પરમાર : ચોટીલા : 1 હથિયાર
જીલુ ભુપતભાઇ બારૈયા : અમરેલી : 2 પિસ્ટલ
ઋતુરાજ અનકભાઈ ખાચર : ચોટીલા : 2 કટ્ટા
યશપાલસિંહ જયપાલસિંહ ઝાલા : થાનગઢ : 2 પિસ્ટલ, 1 કટ્ટો
કિશોર ઉર્ફે ભગત વજાભાઇ કોબીયા : ચોટીલા : 1 હથિયાર
વિપુલ ઉર્ફે ભોલુ ભરતભાઈ સાંકળિયા : ચોટીલા : 1 હથિયાર
સાવન કેશુભાઈ ડાભી : માલધારી સોસાયટી : 1 હથિયાર
વિશાલ મેપાભાઇ ચોહલા : જસદણ : 1 હથિયાર
વિજયસિંહ વજાભાઇ ગોહિલ : ચોટીલા : 1 હથિયાર
પ્રતાપ ઉર્ફે શિવરાજ ભરતભાઈ ખાચર : ચુડા : 1 હથિયાર

- Advertisement -

રાજકોટમાં મહિલા નાયબ મામલતદારને પૂર્વ પતિની જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટના અયોધ્યા ચોકમાં ઓપેરા એલિગન્સમાં રહેતા નાયબ મામલતદાર જલ્પાબેન લલીતભાઈ પરમાર ઉ.36એ કિશાનપરા પાસે શ્રીજી એકતા રેસિડેન્સીમાં રહેતા તેના પૂર્વ પતિ પાર્થ પ્રફુલભાઇ સોલંકી સામે યુનિવર્સીટી પોલીસમાં ધમકી આપવા અંગે ફરિયડ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી માતા ભાવનાબેનના ઘરે ઉપરોક્ત સરનામે મારા દિકરા સાથે રહુ છુ મારા લગ્ન આજથી 9 વર્ષ પહેલા સામાજીક રીતરીવાજ મુજબ પાર્થભાઈ પ્રફુલભાઈ સોલંકી સાથે થયા હતા અને છેલ્લા 6 માસથી મારે ફેમીલી કોર્ટ રાજકોટમા ડિવોર્સ થઈ ગયેલ છે ગત તા.20ના રાત્રીના મારા પુર્વ પતિ પાર્થભાઈ મારા ઘરે આવેલ અને મને કહેવા લાગેલ કે તે મારૂ સીમ કાર્ડ કેમ બંધ કર્યુ જેથી મે કહેલ કે હવે આપડે કોઈ સંબંધ નથી તો તમે મારા નામનુ એરટેલનુ સીમકાર્ડ કેમ વાપરો છો જેથી આ બાબતે તે મારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને બાદ મારા ભાઈ પ્રતિકે તેને કહેલ કે તુ અત્યારે અમારે ઘરે કેમ આવ્યો છે તો કહેલ કે હુ મારી પત્નિ અને મારા દિકરા ને મળવા આવ્યો છુ તો મે કહેલ કે હવે આપડે ડિવોર્સ થઈ ગયેલ છે તો આપડે કોઈ સંબંધ નથી જેથી તે મારી સાથે વધારે જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને મારી સાથે બોલાચાલી કરી ધમકી આપવા લાગેલ અને કહેલ કે તુ સીમકાર્ડ ચાલુ નહી કરાવે તો હુ તમને બન્નેને છ મહીનાની અંદર જાનથી મારી નાખીશ જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

રાજસ્થાન વતનથી 19 કિલો પોષડોડા પાવડર રૂપે લાવનાર શ્રમિકની નવાગામ પાસેથી ધરપકડ

રાજકોટમાં નશીલા પદાર્થોના નેટવર્ક સામે એસઓજીએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ નવાગામ રોડ પર શિવશક્તિ હોટેલ બહારથી રાજસ્થાનના બાડમેરના એક સપ્લાયરને 19.300 કિલોગ્રામ પોસડોડા સાથે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી પોષડોડા, આઇફોન-16, રોકડ સહિત કુલ રૂ.3.33 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બસિયાની સૂચના અન્વયે શહેર એસઓજી પીઆઇ એન બી ચૌધરી, સાયબર ક્રાઇમ પીઆઇ બી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી વી ચુડાસમાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ રાજેશભાઈ બાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શિવશક્તિ હોટેલ બહાર જાહેર રોડ પરથી ચુનારામ ધાલારામ જાટ ઉ.37ને ઝડપી લઇ તપાસ કરતાં તેની પાસેથી 19.300 કિલોગ્રામ પોપીસ્ટ્રો મળી આવ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના એડમસિંઘરી ગામનો રહેવાસી છે અને છેલ્લા ચાર વર્ષથી રાજકોટના કુવાડવા જીઆઈડીસીમાં રહેતો હતો તે અમિત એગ્રિકલ્ચર નામની કંપનીમાં મજૂરી કામ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.2.89 લાખ કિંમતનો પોપીસ્ટ્રો, મોબાઈલ ફોન અને રોકડ સહિતની વસ્તુઓ મળી કુલ રૂ.3,33,100નો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાથમિક પૂછતાછમાં આરોપી જ્યારે પોતાના વતન બાડમેર જતો ત્યારે ત્યાંથી પોષડોડા લઈને રાજકોટ આવતો હતો. ત્યાર બાદ કુવાડવા જીઆઈડીસી સહિત વિવિધ વિસ્તારોમાં કામ કરતા મજૂરોને તેનું વેચાણ કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપીની ચોથી ખેપ હતી અગાઉ પણ ત્રણ વખત જથ્થો લાવી વેચી ચૂક્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ગંજીવાડામાં પરોઢિયે પૈસા આપવાની ના પાડતા યુવક પર ચાર લુખ્ખાઓનો હુમલો

રાજકોટના ભાવનગર રોડ ઉપર ગંજીવાડામાં રહેતા અને મજૂરીકામ કરતા કુંદન સાતાભાઈ સાબરીયા ઉ.30એ રોહિત ગોરધનભાઈ વાલાણી, અશ્વિન ઉર્ફે ભૂરી મકવાણા, રાહુલ વાલાણી અને અશ્વિન ઉર્ફે ભોળી લીંબડીયા સામે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 19 તારીખે સવારે ચાર વાગ્યે હુ ગંજીવાડા શકિત ચોકથી મારા ઘર તરફ જતો હતો ત્યારે મારા ઉપરોક્ત ચારેય મિત્ર તથા મારો ભાણો સાગર કેશુભાઇ સાપરા ચોકમાં ઉભા હતા જેથી હુ ત્યાં ઉભો રહેલ અને તેમાંથી રોહિતએ મારી પાસે હાથ ઉછીના રૂપીયાની માંગણી કરેલ પણ મે તેને રૂપીયા આપવાની ના પાડેલ તો આ રોહિત એકદમ ઉશ્કેરાય ગયેલ અને મારી સાથે ગાળા ગાળી કરવા લાગેલ અને મારો ભાણો સાગર વચ્ચે આવતા તેની સાથે પણ હાથ ચાલાકી કરવા લાગેલ અને ફડાકા મારી દેતા મે મારા ભાણો સાગરને ઘરે જવા માટે કહેલ અને સાગર ઘરે જવા નીકળી ગયેલ અને રોહિતે મને તારી પાસે છે ઈ આપ તેમ કહેલ પણ મે તેને રૂપીયા આપવાની ના પાડેલ તો આ ચારેય ભેગા થઇ ગયેલ અને મને ઢીકા પાટુનો માર મારી બાદમાં ધોકા પાઇપ વડે જેમ ફાવે તેમ મારવા લાગેલ અને મને માર મારીને મારા ઘર પાસે મુકી ગયેલ મને દુખાવો થતો હોય જેથી રાજકોટ સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થયો હતો મારા ખીસ્સા ચેક કરતા તેમાંથી મારા રૂપીયા મને જોવા મળેલ નહી અને આ રૂપીયા કોણ લઇ ગયેલ હતુ તેનો મને ખ્યાલ નથી.

હલેન્ડા ગામે યુવક પર પિતરાઈ ભાઈઓનો ધોકા, પાઇપ, કુહાડીથી હુમલો

રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલ હલેન્ડા ગામે રહેતા અને ખેતીકામ કરતા જયમલભાઈ વિભાભાઈ ગરૈયા ઉ.34એ રોહિત હરીકરશનભાઈ ગરૈયા અને કાળું હરિકરશનભાઈ ગરૈયા સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સવારે હું મારી વાડી કે જે હલેન્ડા ગામની સીમમાં હોય ત્યાં મારા માલ ઢોરને પાણી પાતો હોય ત્યાં મારા સગા કાકાના દીકરા રોહિતભાઈ તથા કાળુભાઈ કે જેમની વાડી મારી વાડીની બાજુમાં જ હોય તે વાડીએ આવેલ અને આ રોહિતના હાથમાં એક ધોકો હોય તથા બીજા હાથમાં કુહાડી હોય તથા કાળુના હાથમાં એક પાઇપ હતો તે ત્યાં આવી અને રોહિતે મને વાસાના ભાગે એક પાઇપ મારી લીધેલ અને તરત જ આ કાળુંએ મને પડખાના ભાગે પાઇપ મારેલ જેથી હું રોકવા જતા આ રોહીતે તેના હાથમાં રહેલ કુહાડીનો એક ઘા મને સાથળના ભાગે મારી દીધેલ જેથી હું પડી ગયેલ જેથી આ રોહિત તથા કાળુ મારી ઉપર બેસી ગયેલ અને મને ઢીકા તથા પાટુથી મારવા લાગેલ અને બંનેએ મારું ગળું પકડી લીધેલ અને કહેલ કે એ અમને વાડીમાંથી ચાલવાની ના પાડીશ તો તને જાનથી મારી નાખીશ આવું કહી મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ જેથી ત્યાં વાડીએ હાજર મારા મજુર કમલેશભાઈ ત્યાં આવી ગયેલ અને અમને છુટા પડાવેલ જેથી આ રોહિત તથા કાળુ ત્યાંથી પોતાની વાડી એ જતા રહેલ અને કમલેશભાઈ મને મો.સા.માં બેસાડી મારા ઘરે મૂકવા આવ્યા હતા ત્યાર બાદ હું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયો હતો અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાંથી પાંચ દિવસથી ગુમ થયેલા યુવકની ભાડાના મકાનમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

મૂળ ગોંડલના હાલ રાજકોટમાં રહેતા 26 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અગાઉ અચાનક ગુમ થઈ ગયા પછી તેનો મૃતદેહ મળ્યો હતો પરિવારની જાણ બહાર તેણે પાંચેક દિવસ પહેલા ભાડે મકાન રાખ્યું હતું અને ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતદેહ કોહવાયેલ હોય, બે-ત્રણ દિવસ પહેલા પગલું ભર્યાંનું અનુમાન છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતો અને બાંધકામ સાઈટ ઉપર સુપરવિઝનનું કામ કરતો પાર્થ ભગવાનજીભાઈ પિત્રોડા ઉ.26 પાંચ દિવસ પહેલા ગુમ થઈ ગયો હોય તેવી ગુમ નોંધ રાજકોટના માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી. પરિવાર અને પોલીસ તેની શોધખોળ કરતી હતી. પાર્થના પત્ની રિસામણે હોય અને છૂટાછેડાનો કેસ ચાલતો હતો. ગુમ થયા બાદ તેણે પરિવારની જાણ બહાર ઓમનગર સર્કલથી 40 ફુટનો રોડ વળતા પટેલનગર શેરી નં.07માં મકાન ભાડે રાખ્યું હતું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું કે તેણે પાંચેક દિવસ પહેલા જ આ મકાન ભાડે રાખ્યું હતું. ગઈકાલે સાંજે રાજકોટ તાલુકા પોલીસને જાણ થઈ કે, પાર્થ નામના યુવાને પોતે ભાડે રાખેલ રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો છે જેથી સ્ટાફ દોડી ગયો હતો 108 આવી જતા ઈએમટી પુનમબેન પુરોહીતએ જોઈ તપાસી પાર્થને મૃત જાહેર કર્યો હતો. રાજકોટ તાલુકા પોલીસને પાર્થની ગુમ નોંધ અંગે જાણ થતા આગળની તપાસ માલવીયા નગર પોલીસને સોંપાઈ હતી. ફાયર બિગેડની મદદથી મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કિશન ચાર બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં કોલેજીયન યુવકો ઉપર બાઈક ઓવરટેક મુદ્દે છરીથી જીવલેણ હુમલો

મૂળ પીપળીયાના હાલ હરિઓમ સોસાયટીમાં રહેતા અને એચ.એન.શુક્લા કોલેજમા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અમરદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.24એ બાદલ સોલંકી, કેતન દવેરા અને અજાણ્યા શખ્સ સામે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પિતા ખેતીકામ કરે છે તથા ક્ષત્રીય સમાજમા ઉપપ્રમુખ તરીકે સેવાકીય પ્રવૃતી કરે છે ગત 19 તારીખે રાત્રે હુ કિશાનપરા ચોકથી મારુ બાઈક લઇ મારા ઘરે જવા નીકળ્યો હતો દરમ્યાન એસ્ટ્રોન ચોક ખાતે બે બાઈક મારા બાઈકને ઓવરટેક કરી મારા બાઈકની આગળ પોતાના બાઈક ઉભા રાખેલ તેમાંથી એક બાઈકચાલકે મારા બાઈકની ચાવી કાઢી લઇ મને કહેલ કે, કેમ એવી રીતે મારા બાઈકને ઓવરટેક કરી આગળ નિકળેલ તેમ કહી મારી સાથે ગાળા ગાળી કરવા લાગેલ અને મને ચાર પાંચ ફડાકા મારી દીધા હતા જેથી આજુબાજુ લોકોના ટોળા ભેગા થવા લાગેલ આ દરમ્યાન મને ફડાકા મારનાર મો.સા.ચાલક પોતાનુ એક્ટીવા જેવુ વાહન લઇ ત્યાંથી જતો રહેલ અને અન્ય એક મો.સા. ચાલક પોતાની સાથે રહેલ વ્યક્તિને ત્યા જ મુકી પોતે એકલો પોતાનુ મો.સા. લઇને ભાગી ગયેલ અને તેની સાથેના વ્યક્તિને હુ પોલીસ ફરીયાદ કરવા જાવ છુ તમે મને મારનાર વ્યક્તિનુ નામ જણાવો તેમ કહેતા તેણે મને મારુ નામ પુછેલ અને મે મારુ નામ અમરદીપસિંહ જાડેજા જણાવેલ જેથી તે પણ પોતાનુ નામ બાદલ સોલંકી જાતે ક્ષત્રીય હોવાનુ જ ણાવી સમાધાન કરવાની વાત કરેલ જેથી મે તેને કિશાનપરા ચોક ખાતે મારા કૌટુંબીક ભાઇ કુલદીપસિંહની દુકાન પાસે સાથે આવવા કહેતા તે મારી સાથે મો.સા. મા બેસી કિશાનપરા ચોક ખાતે આવેલ અને તે વ્યક્તિ મારી સાથે વ્યવસ્થીત વાત કરતો હતો જેથી મે આ બાદલને મને ફડાકા મારનાર તેની સાથેના વ્યક્તીનુ નામ પુછેલ તો તેણે કેતન ડવેરા નામ જણાવેલ અને તે તેનો મિત્ર હોવાનુ જણાવી તેને કાલે તમારી પાસે માફી મંગાવી સમાધાન કરાવી દઇશ તેમ જણાવેલ બાદ મારા મિત્ર રામદેવસિંહ ચુડાસમાને ફોન કરી બોલાવેલ અને તેને બાદલ સોલંકીને તેના ઘરે મુકી આવવા જણાવેલ જેથી રામદેવસિંહ આ બાદલ સોલંકીને તેના જણાવ્યા મુજબ ક્રિસ્ટલ મોલ ખાતે મુકવા જવા કિશાનપરાથી મો.સા. લઇને નિકળેલ હતા. થોડીવાર બાદ રામદેવસિંહનો મને ફોન આવેલ અને કહેલ કે આ બાદલ સોલંકી કોટેચા ચોક ખાતે ઉતરી ગયેલ છે. અને કોટેચા ચોક ખાતે તેના બે અન્ય મિત્રો હાજર છે અને તે લોકો મારી સાથે ગાળાગાળી કરે છે. તેમ મને વાત કરતા મે મારા કૌટુંબીક ભાઇ કુલદીપસિંહને ફોન કરી આ બાબતે વાત કરી હુ એકલો મારૂ મો.સા. લઇને રાત્રીના કોટેચા ચોક ખાતે પહોચેલ તો ત્યા આ બાદલ સોલંકી તથા મને એસ્ટ્રોન ચોક ખાતે ફડાકા મારનાર કેતન ડવેરા તથા અન્ય એક વ્યક્તિ રામદેવસિંહ સાથે ઝઘડો કરતા હતા જેથી મે બાદલ સોલંકીને કહેલ કે, તુ સમાધાનની વાત કરવાના બદલે ઝઘડો કરે છે. તેમ કહેતા તેઓ ત્રણેય અમારી સાથે ગાળાગાળી કરી ધમકી આપવા લાગેલ કે, આજે તમને લોકોને અહીંથી જીવતા નથી જવા દેવાના તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કેતન ડવેરાએ એક છરી કાઢી તેની સાથેના બાદલ સોલંકી તથા અજાણ્યા વ્યક્તિએ રામદેવસિંહને પકડી રાખતા કેતન ડવેરાએ રામદેવસિંહને પેટના ભાગે જોરથી છરીનો એક ઘા મારતા લોહી નિકળવા લાગેલ જેથી હુ તેને બચાવવા જતા આ કેતનએ મને પણ હાથના પંજાના ભાગે તથા પેટના બન્ને બાજુના ભાગે તથા ખભાના ભાગે છરીના ઘા ઝીકી દીધા હતા આ દરમ્યાન મારા કૌટુંબીક ભાઈ કુલદીપસિંહ ત્યા આવી ગયેલ હતા જેને જોઇ આ બધા લોકો ત્યાંથી પોતાના મો.સા.લઈને ભાગી ગયા હતા બાદ અમો બન્નેને પ્રથમ સિવીલ હોસ્પિટલ બાદ અહી વોકહાર્ટ હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

You Might Also Like

જમીનમાં હિસ્સો નહીં મળતા કૌટુંબિક શખ્સે છરીના ઘા ઝીકી બે સગા ભાઈઓને રહેંસી નાખ્યા

રાજકોટ પીસીબીએ વધુ 3 હથિયાર સાથે 3 શખ્સોની કરી ધરપકડ

પ્રેમિકાને પતિ સાથે જોઈ જતા નાસીપાસ થયેલા પ્રેમીએ બંનેનું ઊંઘમાં જ પાઇપના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું હતું

ચોટીલાના શખ્સને બે પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટિસ સાથે રેન્જ સ્ક્વોડની ટીમે ઝડપી લીધો

રાજકોટ LCBનો શાપર-વેરાવળ નેશનલ હાઇવે પર દરોડો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

જમીનમાં હિસ્સો નહીં મળતા કૌટુંબિક શખ્સે છરીના ઘા ઝીકી બે સગા ભાઈઓને રહેંસી નાખ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટ પીસીબીએ વધુ 3 હથિયાર સાથે 3 શખ્સોની કરી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

પ્રેમિકાને પતિ સાથે જોઈ જતા નાસીપાસ થયેલા પ્રેમીએ બંનેનું ઊંઘમાં જ પાઇપના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું હતું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?