By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    12 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    14 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    12 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    13 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    13 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોન્સ્ટેબલને પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતા ત્રણ સામે ફરજમાં રુકાવટનો ગુનો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > કોન્સ્ટેબલને પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતા ત્રણ સામે ફરજમાં રુકાવટનો ગુનો
CRIME

કોન્સ્ટેબલને પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતા ત્રણ સામે ફરજમાં રુકાવટનો ગુનો

Khaskhabar Editor
Last updated: 2026/07/11 at 1:42 PM
Khaskhabar Editor 2 months ago
Share
18 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રામજીભાઈ ભોળાભાઈ ટાઢાણીએ ત્રણ શખશો રાહુલ રાજેશભાઇ ગોંડલીયા, પાર્થ ભારથી અને પ્રિન્સ ભારથી સામે ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે હૂં સોલવંટ ચોકી ખાતે ફરજ પર મારૂ મો.સા. જેના રજી.નં. GJ-27-CE-7840 વાળુ લઈને જયનગર મે ઇન રોડ ઉપર આવતો હતો ત્યારે એક બોલેરો કારનો ચાલક બોલેરો કાર મારંમાર પુર ઝડપે ચલાવી સીધો મારા મો.સાના આગળના ભાગે ભટકાડી મો.સા નિચે પાડી દિધેલ અને મારા મોસા.નો આગળના પંખો તૂટી જતા મે કહેલ કે બોલેરો ગાડી ધીમે ચલાવતો હોય મારા મો.સા.મા આગળનો પંખો તોડી નાખેલ તો તેણે કહેલ કે મારી ગાડી આમ જ ચાલશે જેથી મે તેનુ નામ પુછેલ તો તેનુ નામ કોઠારીયા રહેતો રાહુલ રાજેશભાઇ ગોંડલીયા હોવાનુ જણાવેલ જેથી મે તેની પાસેથી બોલેરાના કાગળૉ માગેલ તો સાથે નહિ હોવાનુ જણાવેલ જેથી બોલેરો પોલીસ સ્ટેશન ખાતે લેવાનુ જણાવતા બોલેરો પોલીસ સ્ટેશન ખાતે નહિ લઇ જવાનુ જણાવતા હોય જેથી મે તેને પોલીસ હોવાની ઓળખ આપી તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનુ કહેતા આ રાહુલભાઇ જેમ તેમ બોલવા લાગેલ અને કોઇને ફોન કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવેલ અને આ રાહુલને બોલેરો સાથે આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ ત્યારે એક ઇસમ મો.સા. લઇ આવેલ અને કહેવા લાગેલ કે તમારાથી મારા ભાઈ રાહુલ તથા બોલેરો ગાડીને પોલીસ સ્ટેશને કેમ લઇ આવેલ જેથી મે કહેલ કે તમારા ભાઇ રાહુલે મારા મો.સા. સાથે બોલેરો ગાડી ભટકાડેલ છે અને તેની પાસે ગાડીના કાગળૉ નથી અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે જેથી લઇ આવેલ છુ તેમ કહેતા આ ઇસમ એકદમ ઉશકેરાઈ પોલીસ સ્ટેશનમા જેમ તેમ બોલવા લાગેલ અને મારા પટા ઉતારી નાખવાની ધમકી આપેલ જેથી મે તેને કહેલ કે તમે મારી કાયદેસરની ફરજમા રૂકાવટ કરો છો તો આ ઇસમે તેના ફોનથી કોઇને ફોન કરેલ અને પોલીસ સ્ટેશન ખાતે બોલાવેલ જેથી મે આ ઇસમનુ નામ પુછતા તેને તેનુ નામ પ્રિન્સ ભારથી આપેલ અને મારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતા હોય જેથી બંન્ને ઇસમને આજીડેમ પોલીસ સ્ટેશન ઇન્વે રૂમમા લઇ આવેલ અને ઇન્વે રૂમમા હેમતભાઈ તથા જયપાલભાઇ હાજર હોય તે વખતે પાછળથી એક ઇસમ આવેલ અને કહેવા લાગેલ કે તમે મારા ભાઇને કેમ અહિ લઇ આવેલ છો જેથી હેમતભાઇએ આ ઇસમનુ નામ પુછતા તેને તેનુ નામ પાર્થ ભારથી નામ આપેલ જેથી આ પાર્થ ભાઈને બનવાવની હકિકત જણાવેલ અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે તેમ જણાવતા આ પાર્થ ભાઈ એકદમ ઉશકેરાઇ ગયેલ અને કહેવા લાગેલ કે તમારા પટા ઉતરાવી નાખુ તેટલી મારામા તાકાત છે તેમ કહી જેમ તેમ બોલવા લાગેલ અને અમો કાયદેસરની કાર્યવાહી કરતા આ ત્રણે જણા મને તથા મારી સાથેના પોલીસને જેમ તેમ બોલવા લાગેલ અને તમારા બધાના પટા ઉતારી નાખવાની ધમકી આપેલ હોય આમ આ રાહુલ તથા પ્રિન્સ ભારથી તથા પાર્થે ભારથી એ ત્રણેયેએ મારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરેલ છે અને મારા મો .સા.મા ૧૨૦૦/- જેટલુ નુકશાની થયેલ હોય તો આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

પડધરી પોલીસ લાઈનમાં ઘુસી વિડીયો ઉતારી જમાદારની ફરજમાં રૂકાવટ : પત્રકારની ઓળખ આપી વિડીયો તો ઉતારીશ જ કહીં ધમકી : બે સામે ફરજમાં રૂકાવટનો ગુનો

પડધરી પોલીસ લાઈનમાં ઘુસી વિડીયો ઉતારી લાઈન જમાદારની ફરજમાં રૂકાવટ કરનાર રાજકોટના બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે બે શખ્સોએ પત્રકાર તરીકેની ઓળખ આપી વિડીયો તો ઉતારીશ જ કહીં ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પડધરી પોલીસ લાઈનમાં રહેતાં રહેતાં વિપુલભાઈ ડાયાભાઈ પડાણી ઉ.37એ રાજકોટ ભવાનીનગરમાં રહેતા કૃણાલ હસમુખ ડાભી અને કિશન વાડોલીયા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે પડધરી પોલીસ સ્ટેશનમા લાઇન જમાદાર તથા કોર્ટ ડયુટી તરીકે ફરજ બજાવે છે. ગઇ તા.9ના બપોરે કોર્ટ ડયુટીમાથી રીસેષમાં ઘરે જમવા જતો હતો ત્યારે પોલીસ લાઇનના ગેઇટ પાસે બપોરના બે વાગ્યે એક શખ્સ બાઈક ચલાવતો હોય અને બીજો શખ્સ તેની પાછળ બેઠા બેઠા પોતાના મોબાઇલમા પોલીસ લાઇનનો વીડીયો ઉતારતો હોય જેથી તેમને ગેઇટ પાસે ઉભા રહેવાનુ કહેતા તે ઉભા રહેલ નહી અને પોલીસ લાઇનમા અંદર જઇ વિડીયો ઉતારવા લાગ્યા હતાં જેથી તેને કહેલ કે, તમો કોણ છો અને અહીયા વિડીયો કેમ ઉતારો છો ભાઇ, તો તેમા પાછળ બેસેલ શખ્સે વિડીયો ઉતારવાનુ બંધ કરી કહેલ કે, હું પત્રકાર છું અને વિડીયો તો ઉતારીશ જ તમારાથી થાય તે કરી લેજો અને ત્યાં સાથે નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ રાધીકાબેન સાકરીયા, કોન્સ્ટેબલ આરતીબેન, મીલનભાઇ ડેરવાળીયા પણ ત્યાં આવી ગયેલ અને બધાને જોઇને આ બંન્ને ભાગવા લાગતા તેઓને ઉભા રહેવાનુ કહેતા તે ત્યાંથી પોતાનું એકસેસ નં.જીજે.03.એલપી.0060 પુર ઝડપે ચલાવી ત્યાંથી નાશી ગયા હતાં બાદ ગઈકાલે ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર એક વિડીયો જોવામા આવેલ હોય અને જેમાં પડધરી પોલીસ લાઇનનો વીડીયો હોય જેથી તેનુ ઇન્સ્ટાગ્રામ આઇડી જોતા Rajkotcityupdatenewsનું હોય અને તેનુ ટાઇટલ નામ Rajkot city update લખેલ જોવામા આવ્યું હતું જેમા બાયોમાં લખેલ મોબાઈલ નંબર પર તપાસ કરતા જાણવા મળેલ કે, આ ગઇ તા.09 ના બપોરના બે વાગ્યે પડધરી પોલીસ લાઇનમા વિડીયો ઉતારનાર શખ્સ કુણાલ ડાભી અને તેનુ બાઈક ચલાવનારનું નામ કીશન વાડોલીયા હોય તે પડધરી પોલીસ લાઇનમા કોઇના સબંધી કે પોતે અહીંયા રહેતા પણ ના હોય અને પોતે ગેર કાયદેસર પ્રવેશ કરી લાઇન જમાદારની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.

રાજકોટમાં 3 સંતાનોની ત્યકતા માતાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ

- Advertisement -

મૂળ સુરેન્દ્રનગર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા 31વર્ષીય મહિલાએ ચુનારાવાડમાં રહેતા દીપકભાઈ રામજીભાઈ સોલંકી સામે આજી ડેમ પોલીસમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ઘરે બેઠા ઇમીટેશનનું મજુરી કામ કરૂ છુ.મારા પહેલા લગ્ન ચોટીલાના સંજયભાઇ સાથે થયા હતા અને મારે સંતાનમાં ત્રણ દિકરીઓ થઇ હતી અને ત્યાર બાદ ત્રણેક વર્ષ પહેલા મારે છુટાછેડા થઇ ગયેલ હોય મારી ત્રણેય દિકરીઓ મારી સાથે રહે છે. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા હું રાજકોટના સુરેશભાઈ મગનભાઈ કોબીયા સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી આશરે ચાર પાંચ મહીના તેની સાથે રહેલી અને તે દરમ્યાન જાન્યુઆરી-2025માં આ સુરેશભાઈનો ચુનારાવાડમાં રહેતો મીત્ર દિપક રામજીભાઈ સોલંકી અમારા ઘરે આવતો હતો એટલે મારે તેની સાથે વાતચીત થતી હતી જેથી અમો બન્ને વચ્ચે મીત્રતા થઇ હતી અને આ દિપક સોલંકીએ મને કહેલ કે, આ સુરેશ સાથે ૨હીશ તો તારી જીંદગી બગડી જશે તું મારી સાથે લગ્ન કરી લે હું તને તથા તારી ત્રણેય દિકરીઓને રાખીશ તેવી વાત કરેલ હતી જેથી મે આ સુરેશભાઈ કોબીયા સાથે મૈત્રી કરાર પુરા કરી નાખેલ હતા અને ત્યાર બાદ હું આ દિપક રામજીભાઈ સોલંકી સાથે રહેવા ગઇ હતી અને આ દિપક લગ્ન કરી લેવાનું કહી અવાર-નવાર મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો અને આ દિપક શરૂઆતમાં મને સારી રીતે રાખતો અને સાચવતો હતો ત્યાર બાદ હું આ દિપકને જયારે જયારે લગ્ન કરવાનુ કહેતી તો કહેતો તો કે આપણે બન્ને સાથે જ રહીએ છીએ. થોડા સમય પછી આપણે બન્ને લગ્ન કરી લેશુ તેવુ કહેતો હતો અને મારી સાથે લગ્ન કરવાની લાલચ આપી અવાર-નવાર છેલ્લા દોઢેક વર્ષથી લગ્ન કરવાના બહાને તેની સાથે રાખતો અને આ દરમ્યાન દિપકએ મારી સાથે ઘણી વખત શરીર સંબંધ બાંધેલ છે અને આ અંગે મારા ભાઇ, ભાભી તેમજ અમારા આજુ બાજુમાં રહેતા રહીશોને પણ ખબર છે. અને હવે આ દિપક મારી સાથે લગ્ન કરવાની ના પાડતો હોય અને મને તરછોડી દેતા અંતે ફરીયાદ નોંધાવી હતી.

નાના મવામાં થયેલ હત્યાના ગુનામાં એક આરોપી સોમવાર સુધી રિમાન્ડ પર

રાજકોટના નાના મવામાં થયેલ હત્યામાં પકડાયેલ ત્રણ પૈકી એક આરોપી હોસ્પિટલમાં હોય, એક સગીર હોય એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કરતા પોલીસે આરોપીઓના મોટા દેવળીયા ગામના નિવાસ સ્થાનેથી વધુ એક હથિયાર અને આઠ જીવતા કાર્ટીસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના યુનિવર્સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના કૌટુંબિક ભાઈ કૃષ્ણસિંહ જાડેજાની નાનામવા ગામમાં આવેલા તેના ઘર પાસે પરિવારજનોની હાજરીમાં ગોળી મારી હત્યા નિપજાવવાના કેસમાં પકડાયેલા રાજવીર વાળા પાસેથી ક્રાઈમ બ્રાંચે ગુનામાં વપરાયેલા હથિયાર સહિત કુલ બે હથિયાર કબજે કર્યા છે ક્રાઈમ બ્રાંચે ભડાકા કરનાર રણજિત વાળાની વીધિવત ધરપકડ કર્યા બાદ સારવાર માટે તેને સિવિલમાં ખસેડયો છે. જયાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ જેલહવાલે કરાશે. જયાંથી ક્રાઈમ બ્રાંચ કબજો મેળવી રિમાન્ડની માગણી કરશે. આરોપી રણજીતની પૂછપરછ પછી જ તેની પાસે બે-બે હથિયારો ક્યાંથી આવ્યા તેનો ખુલાસો થશે તેમ ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું આરોપી રણજીતને તેના પુત્રોને મારકૂટ કરાયાની જાણ થતાં રોષે ભરાયો હતો. જેને કારણે તે હથિયાર લઈ સીધો પુત્રો પાસે પહોંચ્યો હતો. ત્યાર પછી તેણે કૃષ્ણસિંહ ઉપર ફાયરિંગ કરી તેની હત્યા નિપજાવી હતી. ક્રાઈમ બ્રાંચ હવે બનાવ વખતે તેની પાસે ખરેખર એક હથિયાર હતું કે બે હથિયારો તે અંગે પણ તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલો તેનો પુત્ર રાજવીર સોશિયલ મીડિયા પરની જાહેરાતોની ડિઝાઈનિંગનું કામ કરે છે. ક્રાઈમ બ્રાંચ પીઆઇ એમ એલ ડામોર અને ટીમે તેને કોર્ટમાં રજૂ કરી આગામી સોમવાર સુધીના રિમાન્ડ પર મેળવ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા સગીર આરોપીને બાળ અદાલતમાં મોકલી અપાયો છે.

ભગવતીપરામાં પરિણીતાને ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં સાસરું ધરાવતી 28 વર્ષીય પરણિતાએ પતિ, સાસુ, જેઠ અને નણંદ સામે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટના રેલનગર અવધ પાર્ક વિસ્તારમાં રહેતી વર્ષાબેન અરુણભાઈ નારોલાએ ભગવતીપરામાં રહેતા પતિ બ્રિજેશ બળવંતભાઈ વાળોદરા, સાસુ ભાનુબેન, જેઠ રોનક્ભાઇ અને નણંદ પ્રિયંકાબેન ઘનશ્યામભાઈ સીતાપરા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2016માં ભગવતીપરાના રહેવાસી વર્ષ બ્રીજેશ વાળોદરા સાથે લગ્ન થયા હતા. દંપતીને સાડા ત્રણ વર્ષનો એક દીકરો છે. ગત 9 મેના રોજ દીકરાને બહાર મોકલવાની બાબતે સાસુ અને નણંદ સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ બંનેએ પતિને ઉશ્કેરતા નોકરી પરથી ઘરે આવેલા પતિએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યાર પછી જેઠે પણ ઝઘડો કરી ઘર છોડીને નીકળી જવા કહ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. પરિવાર સ્તરે સમાધાનના પ્રયાસો સફળ ન થતાં આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

રાજકોટમાં પાડોશી શખ્સે સગીરાને ધમકાવી આચર્યું વારંવાર દુષ્કર્મ

રાજકોટ પાડોશી શખ્સે તરુણીને હવસનો શિકાર બનાવી ધમકી આપતા ચકચાર મચી ગઈ છે સગીરાને અવારનવાર ડરાવી-ધમકાવીને કુકર્મ આચરતો હોય પીડિતાના પરિવારે યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણેક માસ પહેલાં તરુણી પોતાના ઘરે હાજર હતી ત્યારે તે જ રેસિડેન્સીમાં રહેતો મુરલી આહીર નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને એકલતાનો લાભ લઈને આરોપીએ અચાનક તેનો હાથ પકડી લીધો હતો તરુણી કંઈ સમજે તે પહેલાં જ તેને બળજબરીપૂર્વક પોતાના ઘરમાં લઇ જઈ આરોપીએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને સગીરાને બથ ભરી લીધી હતી. તરુણીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ આચર્યા બાદ મુરલી આહીરે સગીરાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. તેણે તરુણીને ડરાવતા કહ્યું હતું કે, જો આ વાતની ખબર તારા પરિવારને કે કોઈ અન્ય વ્યક્તિને પડશે, તો હું તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ. આ ધમકીથી ગભરાઈ ગયેલી સગીરા ડરી ગઈ હતી અને તેણે કોઈને કશું કહ્યું નહીં. આ વાતનો ફાયદો ઉઠાવીને નરાધમ મુરલી અવારનવાર સગીરાને ધમકાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો માનસિક અને શારીરિક ત્રાસ સહન કરનાર દીકરીએ અંતે પરીવારને જાણ કરતા ભોગ બનનાર દીકરીના પિતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે પીડિતાની પિતાની ફરિયાદના આધારે આરોપી મુરલી આહીર વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પારડીના શખ્સને ગેરકાયદે હથિયાર સાથે શાપર પોલીસે ઝડપી લીધો

શાપરના વેરાવળ ગામ નજીક રેલવે ફાટક પાસેથી પારડીના શખ્સને ગેરકાયદે પિસ્ટલ સાથે પોલીસે ઝડપી લીધો છે દેશી બનાવટની પિસ્ટલ કબ્જે કરી આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદે હથિયાર રાખતા અને વેચાણ કરતા શખ્સો પર વોચ રાખી અસરકારક કામગીરી કરવા આપેલી સૂચના અન્વયે શાપર પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે વેરાવળ ગામથી પડવલા તરફ જતા રસ્તે રેલવે ફાટક નજીક વોચ ગોઠવી પારડીના પ્રકાશ ઉર્ફે પક્કો રણછોડ પરમારને અટકાવી ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવતા પોલીસે 10 હજારની કિંમતનું હથિયાર કબ્જે કરી પ્રકાશ ઉર્ફે પક્કાની ધરપકડ કરી ઝડપાયેલ શખ્સ ક્યાંથી હથિયાર લાવ્યો હતો, પોતાની પાસે હથિયાર રાખવાનું કારણ શું સહીતની દિશામાં પોલીસે હવે વધુ તપાસ આદરી છે.

લક્ષ્મીનગરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે છરી-તલવારથી મારામારી

રાજકોટના ત્રિશૂક ચોકમાં રહેતા અને લક્ષ્મીનગર મેઇન રોડ ખાતે ફારૂક મેટ્રસીસ નામની દુકાન ચલાવતા હનીફભાઇ હાજીઅલાઉદ્દીનભાઇ જોધપુરાએ લક્ષ્મીનગરમાં રહેતા સમીર થાસરિયાં, ફિરોઝ પીલુડીયા, ઇકબાલ થાસરિયાં અને વસીમ થાસરિયાં સામે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 9 તારીખે રાત્રીના હુ તથા મારા મીત્ર રાહીલભાઇ તથા અનીશભાઇ તથા ઇમરાન લક્ષ્મીનગર મદીના મસ્જીદના ઓટે બેઠા હતા ત્યારે સમીરભાઇ અને ફીરોઝભાઇ સાથે અમારે માથાકુટ ચાલતી હોય તે આવીને અમો બધાને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતા જેથી અમો તેને સમજાવતા તેઓ સમજેલ નહી અને અમારી વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યારે ઈકબાલ અને વસીમ બંન્નેએ આવી આ ચારેય જણા અમારી સાથે માથાકુટ કરી ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારતા હતા જેથી હુ મારા ઘરે જઈ ઘરેથી તલવાર લઇને આવ્યો હતો અને અમારે માથાકુટ થયેલ તે દરમ્યાન સમીરએ મને ડાબા હાથના ભાગે છરી મારી દીધી હતી ત્યારે મારા દીકરા વસીમે 112 પોલીસમા ફોન કરતા પોલીસની ગાડી આવી ગઈ હતી અને મને સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો અને ફરિયાદ નોંધાવી હતી. જયારે લક્ષ્મીનગરમાં રહેતા સમીર ઇકબાલભાઇ ઠાસરીયાએ હનીફ જોધપુરા, ફારૂક જોધપુરા, વસીમ હનીફભાઇ જોધપુરા અને પરવેઝ ફારૂકભાઈ જોધપુરા સામે વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ કાલ રાત્રીના હું અને મારા મિત્ર ફિરોઝભાઇ બન્ને અમારા મો.સા મા બેસીને ફિરોઝભાઈના ઘરેથી બહાર જવાનુ હોય ત્યારે અમો બન્ને મદીના મસ્જીદ પાસે પહોચેલ હોય ત્યારે ત્યાં અમારી સાથે અગાઉ માથાકુટ ચાલતી હોય તે હનીફભાઇ અને તેના મિત્રો ત્યાં બેઠા હોય એને મને જોઇને મને ઉભો રખાવી અને મને કિધુ કે તુ અહિથી કેમ નિકળે છે આમ કહી મને ગાળો દેવા લાગેલ ત્યારે મે તેને ગાળો દેવાની ના પાડતા ઉશકેરાઈને મારી સાથે ઝપાઝપી કરી બાદ તેણે મને કહેલ કે તુ ઉભો રહે હું આવુ છુ તેમ કહી તે જતો રહ્યો હતો દરમિયાન મારા નાના ભાઇ વિસમ અને પિતા ઇકબાલભાઈ આવ્યા હતા અને થોડીવારમાં તે તલવાર લઇને આવેલ ત્યારે તેની સાથે ફારુકભાઈ, વસીમ અને પરવેઝએ આવી એક સાથે મારી અને મારા નાના ભાઇ અને મારા પિતા તેમજ ફિરોઝભાઇ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુ મારવા લાગેલ અને હનિફભાઇએ મને મારા પગના સાથળના બાજુના ભાગે તલવારનો એક ઘા મારી દીધેલ હતો અને મારા નાના ભાઈ વસીમને છાતીના ભાગે એક પથ્થર મારી દિધેલ હતો અને દરમિયાન કોઇ એ ૧ ૧૨ માં પોલીસને ફોન કરી બોલાવેલ અને મને અને મારા ભાઇ વસીમને ઇજા થયેલ હોય જેથી મારા પિતા ઇકબાલભાઇએ 108માં ફોન કરી એમ્બ્યુલેન્સ બોલાવેલ અને તેના મારફતે અમો બન્ને ભાઇઓ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા માટે ગયેલ હતા અને ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં જુગારના બે દરોડામાં 7 મહિલા સહીત 18 ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે એમ કૈલાની રાહબરીમાં પેટ્રોલિંગમાં રહેલ પીએસઆઈ કે ડી મારુ, ભાવેશ ગઢવી સહિતની ટીમે બાતમી આધારે મવડી પ્લોટ વિનાયકનગરમાં દરોડો પાડી જુગાર રમતા વિક્રમ રાણાભાઇ લોખીલ, સૂર્યકાન્ત બાબુભાઇ જોષી, નિલેશ બાબુભાઇ પોકર, આશિષ ભીખુભાઇ રાઠોડ, આરીફ વલીભાઈ કાળવાતર, કૌશલ ધર્મેન્દ્રભાઈ દવે, મેહુલ ઉર્ફે મોન્ટુ કિશોરભાઈ હિરાણી, ગૌરીબેન જીતેન્દ્રભાઈ બગડા, જીજ્ઞાબેન મહેશભાઈ મકવાણા, નીકિતાબેન કાનજીભાઈ પરમાર, ગીતાબેન કાનજીભાઈ પરમાર, શ્રદ્ધાબેન કાનજીભાઈ પરમાર, તરાનાબેન સમીરભાઈ ચૌહાણ અને મીનાબેન દિનેશભાઇ રૂડકિયાની ધરપકડ કરી રોકડા 33,600 કબ્જે કર્યા છે જયારે ગાંધીગ્રામ પીઆઇ એચ પી ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ વી ગોહિલની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ગાંધીગ્રામમાં દરોડો પાડી જુગાર રમતા ભરત મનુભાઈ પતાણી, મનીષ પ્રવિણચંદ્ર સાંગાણી, બકુલ નારણભાઇ એરડા અને મુકેશ પ્યારઅલીભાઈ ભામાણીની ધરપકડ કરી રોકડા 16,200 કબ્જે કર્યા છે.

 

You Might Also Like

પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ

કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવતા છ સ્થળે દરોડો : દૂધનો નાશ કરાયો

રાજકોટમાંથી મોંઘા સ્પોર્ટ્સ બાઈક ચોરી લેતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ

7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા

નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !
Next Article અમેરિકામાં પત્નીની હત્યાના આરોપમાં ઈન્ડિયન એન્જિનિયરની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
CRIME

કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવતા છ સ્થળે દરોડો : દૂધનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

રાજકોટમાંથી મોંઘા સ્પોર્ટ્સ બાઈક ચોરી લેતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?