By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 hour ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 hours ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 day ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    1 day ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    60 minutes ago
    ઇન્સ્ટાગ્રામ રીલ્સની ‘ક્વીન’ પૂજા જાટવ નીકળી  કિલર
    1 hour ago
    મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા
    1 hour ago
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    1 day ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    22 minutes ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    38 minutes ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 day ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    1 day ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    45 minutes ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    1 day ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવતા નબીરાઓને ફડાકા મારનાર પોલીસમેનના ભાઈની ગોળી ધરબી હત્યા, જમાદારના પિતાની હાલત ગંભીર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવતા નબીરાઓને ફડાકા મારનાર પોલીસમેનના ભાઈની ગોળી ધરબી હત્યા, જમાદારના પિતાની હાલત ગંભીર
CRIME

ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવતા નબીરાઓને ફડાકા મારનાર પોલીસમેનના ભાઈની ગોળી ધરબી હત્યા, જમાદારના પિતાની હાલત ગંભીર

Khaskhabar Editor
Last updated: 2026/07/09 at 2:50 PM
Khaskhabar Editor 57 minutes ago
Share
7 Min Read
SHARE

પિતાએ બે ગોળી ધરબી દીધા બાદ પુત્રોએ કહ્યું પપ્પા આને મારી જ નાખો, હજી ગોળી મારો, આ જીવતો ના રહેવો જોઈએ

પહેલા હવામાં અને પછી છાતી-માથામાં બે ગોળી મારી : હત્યારા પિતા-પુત્ર ત્રિપુટીને પકડવા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા દોડધામ

- Advertisement -

રાજકોટમાં ભડાકા કરવા સામાન્ય થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણકે ગત રાત્રે શહેર પોલીસમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલના ભત્રીજા પર ફાયરીંગ કરી હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી ગઈ છે નાના મવા ગામતળ વિસ્તારમાં પુરપાટ ઝડપે બુલેટ ચલાવી નીકળેલા શખ્સોને ટપારતા મવડીના પિતા-પુત્ર ત્રિપુટીએ પ્રથમ હવામાં ફાયરિંગ કર્યા બાદ ક્ષત્રિય યુવકને ગોળી ધરબી હત્યા કરી વચ્ચે પડેલ દાદાને પણ માથામાં બંદૂકનો ઘા ઝીંકી આરોપી નાસી જતા ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા તેમજ ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને તાલુકા પોલીસ કાફલો દોડી ગયો હતો તાલુકા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીઓને પકડવા દોડધામ શરુ કરી છે.

રાજકોટમાં આવેલ મોકાજી સર્કલ પાસે નાના મવા ગામતળ શેરી નં.4માં રહેતાં કુલદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ઉ.40એ મવડી વિસ્તારમા રહેતા રણજીત વાળા, તેનો પુત્ર અભિમન્યુ વાળા અને રાજવીર વાળા સહિતના સામે તાલુકા પોલીસમાં હત્યા, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના અરસામા તેઓ જમીને શેરીમા વોકીંગ કરવા નીકળ્યા હતા ત્યારે સાડા નવેક વાગ્યાના સમયે શેરીમા તેના માસીના દીકરા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા તથા ત્રણ છોકરા સાથે ઉભા હતા. જેથી પોતે ત્યાં ગયેલ તો આ કૃષ્ણસિંહ ત્યાં છોકરા સાથે બોલાચાલી કરતા હતા. જેથી પુછતા જણાવેલ કે, આ છોકરાઓ અવાર નવાર રોડ પરથી બુલેટ સ્પીડમા ચલાવી નીકળે છે અને હલ્લાબોલ કરે છે તેમને રોડ પર બુલેટ ધીમે ચલાવવા બાબતે અવાર નવાર કહેલ છે તેમ છતાં તે બુલેટ લઈને નીકળે છે અને આજે પણ સ્પીડમા રેસ કરતા હોય. જેથી તેને રોક્યા છે તેમ કહેતા આ ત્રણમાથી એક છોકરો જેને અભિમન્યુએ રાજવીર કહીને બોલાવેલ તે પણ જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ જેથી કૃષ્ણસિંહએ તેને ફડાકો મારતાં તેમને બંનેને જુદા પાડેલ હતા. કૃષ્ણસિંહએ છોકરાનુ નામ પુછતા તેણે અભિમન્યુ અને પિતાનુ નામ પુછતા રણજીત વાળા જણાવેલ હતું. ત્યાર બાદ અભિમન્યુએ કહેલ કે, ઉભા રહો હમણા મારા ભાઇ રાજવીરને બોલાવુ તેમ કહી તેને કોઈને ફોન કરી કહ્યું કે, અમારે અહીં ટી.આર.પી.વાળા રોડે માથાકૂટ થઈ છે, તુ જલદી આવ ત્યાર બાદ પાંચેક મિનિટમા એક છોકરો એકટીવા લઈને આવ્યો અને કૃષ્ણસિંહની સામે ઉભા રહીને પુછ્યુ કે શું છે તમારે ? મારા ભાઈની સાથે કેમ માથાકૂટ કરી ?

દરમિયાન કૃષ્ણસિંહ તેની સાથે વાત કરતા હતા ત્યારે તે પણ કૃષ્ણસિંહને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો. જેથી કૃષ્ણસિંહએ આ છોકરાને બે-ત્રણ ફડાકા મારી દીધેલ ત્યાર બાદ અભિમન્યુ બાજુમાંથી બોલ્યો કે, ભાઈ તુ આપણા પપ્પાને બોલાવ તેમ કહેતા, આ રાજવીરએ કોઇને ફોન લગાડી કહેલ કે પપ્પા તમે અહીં ટી.આર.પી.વાળા રોડ પર આવો અહી મને અને અભિમન્યુને એક અંકલે મારી લીધેલ છે ત્યાર બાદ ફરીયાદીએ કૃષ્ણસિંહને કહેલ કે, આ છોકરાઓ સાથે આપણે માથાકુટ નથી કરવી ચાલ ઘરે જઈએ ત્યાર બાદ બંને કૃષ્ણસિંહના ઘરે જતા રહેલ અને ફળિયામા હીંચકા પર બેઠા હતા ત્યારે કૃષ્ણસિંહ દરવાજો ખોલીને ગેટની બહાર શેરીમા થુંકવા જતા શેરીમા દેકારો થતા તેણે શેરીમા નજર કરી કહેલ કે, આ આપણે માથાકૂટ થઈ હતી તે લોકો પાછા આવી ગયા છે અને તે લોકો ગાળાગાળી કરે છે.

- Advertisement -

જેથી કૃષ્ણસિંહ શેરીમા ગયેલ અને સામેથી અભિમન્યુ તેમજ રાજવીર ગાળો દઈને બોલતા હતા કે, આ જો અમારો બાપ આવી ગયો એટલુ કહેતા તેના પિતાએ તેના હાથમાં રહેલ બંદુકથી હવામાં ફાયરીંગ કરેલ અને કૃષ્ણસિંહ તેને રોકવા જતા તેના બંને છોકરા અભિમન્યુ અને રાજવીર બંને કૃષ્ણસિંહની સાથે મારામારી કરવા લાગેલ અને બોલતા હતા કે, પપ્પા આને પતાવી જ દયો આપણુ નામ જ કેમ લીધુ આ લોકોએ તેમ કહી કૃષ્ણસિંહને ત્રણેય જણા મારવા લાગેલા અને ફરીયાદી પણ વચ્ચે પડેલ પરંતુ રણજીતએ તેમને ધક્કો મારી દઈ કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ ફાયરીંગ કરેલ ત્યાર બાદ કૃષ્ણસિંહ નીચે પડી જતા તેના છોકરા બુમો પાડતા હતા કે, પપ્પા આને મારી જ નાખો, હજી ગોળી મારો, આ જીવતો ના રહેવો જોઈએ એટલામા ફરીયાદી દોડીને માસાને બોલાવવા ગયેલ અને માસા પણ ઘરમાંથી બહાર શેરીમા આવેલ અને આ બનાવ સમયે અવાજ થતા બાજુમા રહેતા કૃષ્ણસિંહના દાદા રહેન્દ્રસિંહ બહાર આવેલ અને એ પણ વચ્ચે પડવા જતા આ રણજીતે તેના હાથમા રહેલ બંદુક તેમના માથામા મારી તેને ઈજા કરી હતી દરમિયાન દિગ્વિજયસિંહ આ લોકોને પકડવા જતા રણજીતએ તેના હાથમા રહેલ બંદુક દિગ્વિજયસિંહ સામે તાકીને કહેલ કે, નજીક ના આવતો નહી તો ઉડાડી દઈશ એટલી વારમા કિરીટસિંહ તેના હાથમા પાઈપ લઈને આવેલ અને રણજીતને શરીરના ભાગે બે ત્રણ પાઈપ મારી દીધેલ ત્યાર બાદ રણજીત તેમજ તેના બંને દીકરા ભાગી ગયેલ ત્યારબાદ કૃષ્ણસિંહના માથામાથી લોહી નીકળતુ હોય અને આંખો ઢાળી દીધેલ હોય જેથી તુરંત સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે ભાઇ કૃષ્ણસિંહને તપાસી મૃત જાહેર કર્યો હતો તેમજ કૃષ્ણણસિંહના પીતરાઇ દાદા રહેન્દ્રસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોય તેને પણ સારવારમાં ખસેડેલ હાલ તેની સારવાર ચાલુ છે બનાવની જાણ થતાં જ મોટા પ્રમાણમાં ક્ષત્રિય આગેવાનો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાના પગલે ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયાં હતાં. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીને પકડવા જુદી જુદી દિશામાં તપાસ આરંભી હતી તેમજ નાસી છૂટેલા હત્યારા પિતા-પુત્રોનું લોકેશન મેળવવા મોડી રાતે જ આરોપીના પરીવારને ઉઠાવી પુછતાછ પણ શરુ કરી હતી આ ઘટનામાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનામાં ઈજાગ્રસ્તના પુત્ર ગોપાલસિંહ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.

હથિયાર લાયસન્સવાળું કે ગેરકાયદે તે અંગે પણ તપાસ

ગઈકાલે થયેલી ફાયરિંગની ઘટનામાં પુત્રોએ ફોન કરતા તુરંત જ પિતા લોડેડ હથિયાર લઈને પહોંચી ગયા હતા અને ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અહીં પ્રશ્ન એ થાય છે કે આ હથિઆયર પરવાનાવાળું હતું કે ગેરકાયદે હતું તે જાણવા પણ પોલીસે મથામણ શરુ કરી છે.

પરીવારે એકનો એક પુત્ર અને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ફાયરીંગ અને હત્યાના બનાવમાં 30 વર્ષીય કૃષ્ણસિંહ જાડેજાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. તેઓ પરિવારના એકના એક આધારસ્તંભ પુત્ર હતાં અને તેમને સંતાનમાં એક પાંચ વર્ષનો પુત્ર રાજવર્ધનસિંહ જાડેજા અને દોઢ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે યુવકના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરીવાર પર આભ તૂટી પડ્યું છે.

You Might Also Like

માસિક 3 ટકા વળતરની લાલચ આપી 6 રોકાણકારો સાથે 80 લાખની છેતરપિંડી

જેતપુરમાં માતા સાથે મૈત્રીકરારથી રહેતા યુવકની પુત્રના હાથે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા

એક જ નંબર પ્લેટવાળા 11 વાહનો દોડાવી ટેક્સ ચોરીનો પર્દાફાશ કરતી જેતપુર પોલીસ

શાપરમાં અઢી કરોડની લૂંટનો પ્લાન પૂર્વ ભાગીયાએ વતનમાં સાગરીતો સાથે મેળામાં ઘડ્યો હતો

રાજકોટમાં પાડોશી સગીરે ઘરમાં ઘુસી સગીરાને નિર્વસ્ત્ર કરી આચર્યું દુષ્કર્મ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
Next Article ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત બનશે દેશનું પાવરહાઉસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

માસિક 3 ટકા વળતરની લાલચ આપી 6 રોકાણકારો સાથે 80 લાખની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા
જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર
ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

માસિક 3 ટકા વળતરની લાલચ આપી 6 રોકાણકારો સાથે 80 લાખની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
CRIME

જેતપુરમાં માતા સાથે મૈત્રીકરારથી રહેતા યુવકની પુત્રના હાથે છરીના ઘા ઝીકી કરપીણ હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

એક જ નંબર પ્લેટવાળા 11 વાહનો દોડાવી ટેક્સ ચોરીનો પર્દાફાશ કરતી જેતપુર પોલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?