ફી રિફંડની ડેડલાઇન પણ લંબાવાઈ રાજનાથ સિંહના ઘરે મળેલી બેઠકમાં નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
NEET-UG પેપર લીક વિવાદ વચ્ચે 21 જૂને યોજાનારી રી-ટેસ્ટ પહેલા ગુરુવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (ગઝઅ)ના મહાનિર્દેશક અભિષેક સિંહ સામેલ થયા હતા.
પ્રધાને ઞઙજઈની જેમ ગઊઊઝ પેપર માટે સેના અને વાયુસેનાની મદદ માંગી. આ માટે સંરક્ષણ મંત્રાલય સહમત થઈ ગયું છે. બેઠકમાં નક્કી થયું કે હવે પેપર સેટ કરવા, પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટેશનથી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી પેપર પહોંચાડવાનું સંપૂર્ણ કામ અનેક સ્તરની દેખરેખ હેઠળ થશે.
બેઠક બાદ પ્રધાને જણાવ્યું કે રી-ટેસ્ટના પેપરના પરિવહનમાં વાયુસેના મદદ કરશે. અગાઉની પરીક્ષાઓમાં પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલયની મુખ્ય ભૂમિકા હતી. આમાં અમે કેટલાક ફેરફારો કર્યા છે. ગઝઅએ ફી રિફંડ માટે બેંક એકાઉન્ટ ડિટેલ્સ આપવાની ડેડલાઇન 22 જૂન રાત સુધી લંબાવી દીધી છે. અગાઉ આ ડેડલાઇન 27 મે હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન રી-ટેસ્ટની તૈયારીઓ પર પોતે નજર રાખી રહ્યા છે અને પરીક્ષા પ્રક્રિયા સંબંધિત દરેક માહિતી તેમને આપવામાં આવી રહી છે. સીબીએસઈએ જે કોએમ્પ્ટ એજ્યુટેક કંપનીને ઓએસએમનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, તે અગાઉ ગ્લોબરેના નામથી વિવાદોમાં રહી છે. તેણે તેલંગાણામાં 2019 અને 2023માં બોર્ડ પરીક્ષા સંબંધિત કૌભાંડો કર્યા હતા. ત્યારે 23 યુવાનોએ આત્મહત્યા કરી હતી.
આરોપી 5 દિવસની CBI રિમાન્ડ પર
રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે ગઊઊઝ ઞૠ પેપર લીક કેસના સંબંધમાં ડો. મનોજ શિરુરે અને તેજસ હર્ષદ કુમાર શાહને 1 જૂન સુધી ઈઇઈંની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા. સ્પેશિયલ જજ વિદ્યા પ્રકાશે પ્રહલાદ કુલકર્ણી અને શિવરાજ રઘુનાથ મોટેગાંવકરને પણ 10 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. ઈઇઈંએ અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએ 49 સ્થળોએ તપાસ કરી અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા. આ કેસમાં અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરાઈ છે.
- Advertisement -
3 મેના રોજ યોજાયેલી પરીક્ષા 12 મેના રદ્દ
NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 કેન્દ્રો પર યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. ગઝઅ અનુસાર, 7 મેની સાંજે પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી. ત્યારબાદ આ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો. 12 મેના રોજ પરીક્ષા રદ્દ કરવામાં આવી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.



