મેંદરડા તાલુકામાં અટકેલા વિકાસકામો અને જૂના બિલો પાસ ન થવા સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી 42 ગામના સરપંચો ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. મેંદરડા સરપંચ યુનિયનના આ ઉપવાસ આંદોલનને આખરે મોટી સફળતા મળી છે. વહીવટી તંત્ર દ્વારા સરપંચોની તમામ પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને કરશનબાપુ ભાદરકા સહિત ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં સરપંચોને પારણા કરાવીને આ ભૂખ આંદોલનનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો. આ તકે આગેવાનોએ તંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટાયેલા સરપંચોને પોતાના હક અને ગામના વિકાસ માટે 3-3 દિવસ સુધી ઉપવાસ પર બેસવું પડે તે બાબત ગંભીર છે. તમામ માંગણીઓ સંતોષાતા હવે ગ્રામ્ય સ્તરે અટકેલા વિકાસકામો ફરી વેગ પકડશે.
મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

You Might Also Like
Follow US
Find US on Social Medias


