રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કારીગરોને કાયમી બજાર વ્યવસ્થા પૂરી પાડવા વિવિધ હસ્તકલા, પરંપરાગત વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ કરાશે
રાજકોટ : ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકાર ગ્રામ વિકાસ વિભાગના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રાજકોટના રેષકોર્ષ મેદાનમાં તા.૨૮-૧૦-૨૦૨૧ થી તા.૧-૧૧-૨૦૨૧ સુધી પ્રાદેશિક મેળો યોજાશે. મેળાનો સમય દરરોજ સવારે ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધીનો રહેશે. મેળામાં વિનામૂલ્યે પ્રવેશ છે. આ પ્રાદેશિક મેળા થકી ગ્રામીણ સ્વસહાય જૂથના બહેનોને આજીવિકા મેળવવા માટે પ્રોત્સાહન પુરું પાડવા ઉત્પાદિત વસ્તુઓનું સીધુ વેચાણ મળી રહે તેમજ પરપરાંત સંસ્કૃતિ અને કૌશલ્ય જળવાય રહે તેમજ કારીગરોને કાયમી બજાર વ્યવસ્થા પૂરી પાડવાનો હેતુ છે.
આ મેળામાં દિવાળીના તહેવારોના અનુસંધાને વિવિધ પ્રકારના દિવાઓ, રંગોળી કલર, તોરણ, મોતીવર્કની વિવિધ વસ્તુઓ, ઝુલા, હાર, હેન્ડીક્રાફટ, વાંસની બનાવટ, હેન્ડલુમ, ભરત ગુથણ, દોરી વર્કની બનાવટ, જવેલરી, નાળિયેરના છોતરાની બનાવટ, ડેકોરેટીવ માટીના વાસણો, રમકડા, ખાખરા, મરી મસાલા તથા અન્ય પ્રોડક્ટનું વેચાણ સ્વસહાય જૂથોના બહેનો દ્વારા કરવામાં આવશે. આમાં રાજકોટ શહેર – જિલ્લાની જાહેર જનતાને રેસકોર્ષ ગ્રાઉન્ડ, એરપોર્ટ ગેઇટ પાસેથી પ્રાદેશિક મેળામાં મુલાકાત લેવા જાહેર નિમંત્રણ છે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદીમાં જણાવાયુ છે.
- Advertisement -



