રતન ટાટાને સિંગુરમાંથી ખસેડવાની જીદે બંગાળને વર્ષો પાછળ ધકેલ્યું, જ્યારે મોદીના એક SMSથી સાણંદમાં ટાટા મોટર્સ સ્થાપાઈ; આજે પેનાસોનિક અને સેમસંગ જેવા પ્લાન્ટ્સ સાથે ગુજરાત ઇલેક્ટ્રિક વાહનોનું કેન્દ્ર બન્યું
પરિણામ એ જ આવી રહ્યા છે જે અપેક્ષિત હતા. અભિનેતા વિજયનો પરચમ કે કેરળ, પુડુચેરી કે આસામ વિશે કોઈને શંકા નહોતી . હિમંતા તો જાણે હવે નોર્થ ઇસ્ટના સાતે સ્ટેટના ઈખ તરીકે કામ કરે છે એવું ત્યાના રાજકારણીઓ માને છે. દાવ તો હતો બંગાળ પર. બાંધી મૂઠ્ઠી લાખની જેવો પણ એન્ટી ઇનકમ્બન્સી ફેક્ટર ઉપરાંત ઘણાં પરિબળ છે. એ કોઈ કોલકાતામાં જન્મી ભણી ને વ્યાપાર ધંધામાં જામેલા ગરવા ગુજરાતીઓને પૂછો. તમારા મારવાડી મિત્રોને પૂછો. કેટલાય મિત્રો ત્યાં બધો વસતાર સંકેલીને બરોડા સુરત મુંબઈ ને બેંગલોર કોચી સેટલ થયા છે. ઝખઈની દાદાગીરી તેમને પૂછજો. મતદાન ને આગલે દિવસે ઘરની બહાર સફેદ સાડી ને નારિયેળ મૂકી જવાની દાદાગીરી વિશે પૂછી જોજો. એવી મૂક ધમકી કે જો અન્યને મત આપવાની હરકત કરી તો ઘરની સ્ત્રી આ સાડી પહેરશે .
બંગાળનો સૂર્ય અસ્ત તરફ આગળ વધ્યો અને ભારતમાં ઘણા એવા શહેરો અને જિલ્લાઓ વિકસિત થઈ ગયા તે યાદી બહુ લાંબી છે. ઉદાહરણ તરીકે, બંગાળની સાયકલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ અને તે લુધિયાણા ખસેડાઈ ગઈ. આ જ રીતે, કોલકાતા આસપાસ આવેલા ઘણા કેમિકલ પ્લાન્ટ્સ રાયપુર છત્તીસગઢ ખસેડાઈ ગયા. માલદા અને આસપાસ એક્સાઇડ બેટરી સહિત અનેક બેટરી કંપનીઓ હતી, જે હવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શિફ્ટ થઈ ગઈ છે. બંગાળ ક્યારેક ઓટોમોબાઇલ હબ પણ હતું હિન્દુસ્તાન મોટર્સ સહિત ઘણી મોટર કંપનીઓ ત્યાં હતી. કહેવામાં આવે છે કે કમ્યુનિસ્ટોએ એક વખત બિરલાને કારમાંથી ખેંચીને મારવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ એ લોકોએ પોતાનો મોટાભાગનો વ્યવસાય મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં ખસેડી દીધો.
આ જ રીતે, ક્યારેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ બંગાળ ખૂબ આગળ હતું, પરંતુ આજે ત્યાં એક પણ સિમેન્ટ ફેક્ટરી નથી. ત્યારબાદ, બંગાળમાં ઉદ્યોગપતિઓ દ્વારા મારવાડીઓ વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, જેના કારણે ધીમે ધીમે ખેતાન, મુરારકા, ઝુનઝુનવાલા, સેકસરિયા, કુન્ડલિયા, ગોયનકા, બિરલા, બજાજ જેવા મારવાડી ઉદ્યોગપતિઓ ગુજરાત અથવા મહારાષ્ટ્રમાં શિફ્ટ થઈ ગયા.
પછી સિંગુરમાં રતન ટાટાએ ટાટા મોટર્સની ફેક્ટરી સ્થાપવાની કોશિશ કરી, પરંતુ મમતા બેનર્જીએ તેના વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. તેયારે મોદીએ એક એસએમએસ દ્વારા રતન ટાટાને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું, અને આજે ગુજરાતના સાણંદમાં ટાટા મોટર્સની ફેક્ટરી સ્થાપાઈ, જ્યાં હવે ટાટાની અનેક જઞટ અને કારના મોડલ બનાવવામાં આવે છે. જ્યાં પહેલા નેનો બનાવાતી હતી, ત્યાં આજે ડીઝલ, પેટ્રોલ અને ઇલેક્ટ્રિક વાહનો બને છે.
આ ફેક્ટરીના કારણે આસપાસ અન્ય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ પણ આવી ગઈ, અને આજે ગુજરાતનું સાણંદ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વિશ્ર્વસ્તરે હબ બની ગયું છે. ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે પેનાસોનિક, સુઝુકી અને સેમસંગ પણ પોતાના પ્લાન્ટ્સ સ્થાપ્યા છે. સંપૂર્ણ વિશ્ર્વનું ઓટોમોબાઇલ હબ બંગાળનું સિંગુર પણ બની શકતે, પરંતુ તે બની શક્યું નહીં.
આજે મમતા બેનર્જી આ બાબતે વિરોધ કરે છે કે ભાજપ શાસિત રાજ્યોમાં ઘરેલુ કામદારો, કબાડ એકત્રિત કરતા લોકો, મજૂરી કામદારો અને ક્ધસ્ટ્રક્શન વર્કરો તરીકે કામ કરતા બંગાળીઓને બાંગ્લાદેશી કહીને હેરાન કરવામાં આવે છે.
એથી વધુ મોટું ઉદાહરણ , ત્યાં ઘણા રાજસ્થાની મારવાડી લોકો ત્રણ પેઢીથી સ્થાયી હતા. તેથી તેમણે કર્મભૂમિ માટે કશુંક કરવાને નિમિત્તે હોસ્પિટલ બાંધેલી. એ હોસ્પિટલનો રોજિંદો વહીવટ સરકારમાન્ય લોકો કરતા હતા. પણ એક દિવસે આગ લાગી. ટ્રસ્ટીઓ રોજિંદા વ્યવહારમાં શામેલ હોતા નથી અને ત્યાં યુનિયનોની કેવી બાબુશાહી ચાલે છે સહુને જાણ હશે. પણ અહીં તો સ્કોર કરવાની વાત હતી. મમતાએ હોસ્પિટલે વર્ષો સુધી શું સેવા આપી એ ન જોયું , કોની ભૂલથી આગ લાગી એ પણ ન જોયું સીધા મારવાડી ટ્રસ્ટીઓને જેલભેગા કરી નાખ્યા. પોતાની જૂઠી શિલવયિંજ્ઞીતક્ષયતત પુરવાર કરવા .
આજે આ લોકો રહે છે મુંબઈમાં , હજી પણ કોલકાતા સાથેનો સંબંધ સાવ તો નથી તૂટી ગયો પણ માત્ર એક ઓફિસ સિવાય કશું નથી.અને હા, તેમની ફરિયાદ એ છે કે કોલકાતાની દીકરીને જ કોલકાતામાં પરણીને સેટલ નથી થવું તો મુંબઈ કે ગુજરાત રાજસ્થાનથી કોણ તૈયાર થાય?
એક સમય એવો હતો કે બંગાળ સમગ્ર વિશ્વને મોટા લેખકો, બુદ્ધિજીવીઓ, અર્થશાસ્ત્રીઓ, ફિલ્મ કલાકારો, રંગમંચના કલાકારો, પત્રકારો, નોબેલ પુરસ્કાર વિજેતાઓ, કવિઓ અને નવલકથાકારો આપતું હતું.
- Advertisement -
આજે ? હિસાબ લગાવી લો…
હજી તો દેખે જાવ. આગે આગે હોતા હૈ ક્યા. મમતાએ મતદાન કેન્દ્રના ફૂટેજ માંગ્યા છે જેથી જ્યાં પોતે હારી તે વિસ્તારમાં જઈ ધોળે દિવસે ગુંડાગીરી કરી શકે. આવનાર દિવસો બચારા લોકો માટે કપરાં હશે. તેમણે સુરક્ષા આપવાની જવાબદારી જીતનાર પર રહેશે.



