ઈરાન હજુ પણ યુદ્ધ કરવાની સ્થિતિમાં, 70% શસ્ત્ર ભંડાર અકબંધ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર જોખમી વળાંક પર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધવિરામ પૂર્ણ થવાના આરે છે, પરંતુ શાંતિ મંત્રણા હજુ પણ અનિશ્ર્ચિતતામાં લટકી રહી છે. આ સ્થિતિમાં હવે સવાલ માત્ર યુદ્ધ કે શાંતિનો નથી, પરંતુ એ મોટા સંકટનો છે જે સમગ્ર વિશ્ર્વની અર્થવ્યવસ્થા અને અમેરિકી રાજનીતિને હચમચાવી શકે છે. અમેરિકી ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ઘણા અઠવાડિયાની સૈન્ય કાર્યવાહી બાદ પણ ઈરાનની તાકાત સંપૂર્ણ ખતમ થઈ નથી. ઉલટાનું, તેની પાસે હજુ પણ એટલો જથ્થો બચ્યો છે કે, તે ગમે ત્યારે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે. ઈરાન પાસે હવે પણ આશરે 40% ડ્રોન સ્ટોક ઉપલબ્ધ છે. મિસાઈલ લોન્ચર 60% થી વધુ સુરક્ષિત અથવા રિકવર થઈ ચૂક્યા છે. જો કાટમાળમાં દબાયેલા હથિયારોને કાઢવામાં આવે, તો આ આંકડો 70% સુધી હોઈ શકે છે. આ કોઈ સામાન્ય સૈન્ય બચત નથી. ખાસ કરીને જવફવયમ-136 જેવા ડ્રોન, જેમને મોટા પાયે અને અત્યંત ઓછી કિંમતે તૈયાર કરવામાં આવે છે. ઈરાનની અસલી તાકાત બનીને ઉભરી આવ્યા છે. આ ડ્રોન ભલે આધુનિક યુદ્ધજહાજો દ્વારા તોડી પડાયા હોત, પરંતુ સામાન્ય વેપારી જહાજો પાસે તેમના સામે કોઈ મજબૂત સુરક્ષા હોતી નથી.
હોર્મુઝ સ્ટ્રેટ: દુનિયાની ઉર્જા પુરવઠાની જીવાદોરી
હોર્મુઝની ખાડી માત્ર એક દરિયાઈ રસ્તો નથી, પરંતુ દુનિયાની ઉર્જા પુરવઠાની જીવાદોરી છે. વૈશ્ર્વિક ક્રૂડ સપ્લાયનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. જો આ રસ્તો અવરોધાય, તો તેની અસર દરેક દેશ પર પડશે. ઈરાન આ અગાઉ પણ ઈરાક યુદ્ધ દરમિયાન આ જળમાર્ગમાં માઈન બિછાવીને અવરોધવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. પરંતુ હવે તેની પાસે વધુ ઉન્નત હથિયારો છે. મિડાઈલ અને ડ્રોન છે જે સીધા ટકરાવ વગર પણ શિપિંગને રોકી શકે છે.
ઈરાન પાસે હજી પણ ઘણા હથિયાર ઉપલબ્ધ
સંયુક્ત રાષ્ટ્રના અનુમાન મુજબ, ઈરાન પાસે હજુ પણ મહત્વની સૈન્ય સંપત્તિ ઉપલબ્ધ છે.
ડ્રોન સ્ટોક: આશરે 40% ડ્રોન સ્ટોક ઉપલબ્ધ છે.
મિસાઈલ લૉન્ચર: મિસાઈલ લૉન્ચર 60% થી વધુ સુરક્ષિત છે (કાટમાળમાંથી કાઢ્યા બાદ આ આંકડો 0% સુધી હોઈ શકે છે).
- Advertisement -
ટ્રમ્પ માટે સંકટ?
જો યુદ્ધવિરામ બાદ ફરીથી જંગ શરૂ થાય, તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પડકાર વધુ ગંભીર બની શકે છે. જો હોર્મુઝમાં તણાવ વધે અથવા શિપિંગ અવરોધાય, તો કાચા ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. આનાથી અમેરિકા સહિત સમગ્ર વિશ્ર્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. જો ઈરાન જવાબમાં દરિયાઈ રસ્તાઓને નિશાન બનાવે, તો અમેરિકા પર મોટા પાયે સૈન્ય હસ્તક્ષેપનું દબાણ વધશે. ચીન, યુરોપ અને ખાડી દેશો આ સંઘર્ષથી સીધા પ્રભાવિત થઈ રહ્યા છે. આ સ્થિતિમાં અમેરિકા પર વૈશ્ર્વિક દબાણ વધશે કે તે પરિસ્થિતિને નિયંત્રિત કરે. શાંતિ વાર્તા અટકી છે, યુદ્ધનો ખતરો યથાવત છે. ઈરાનની બચેલી તાકાત અને સસ્તા ડ્રોન વૈશ્ર્વિક સ્થિરતા માટે મોટો પડકાર છે.



