ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈ.વી.એમ. રિસીવિંગ – ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા
18 વોર્ડ માટે 6 ચૂંટણી અધિકારીઓની નિમણૂક: 1340 બેલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટ ફાળવાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મૂછારના માર્ગદર્શનમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.)ની ફાળવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈ.વી.એમ. વિવિધ વોર્ડમાં આવેલા રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. ચૂંટણી શાખા તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં કુલ 1014 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ આજે બેલેટ યુનિટ (ઇઞ) અને કંટ્રોલ યુનિટ (ઈઞ)ની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ મથકો માટે 120 ટકા લેખે કુલ 1217 બેલેટ યુનિટ અને 1217 કંટ્રોલ યુનિટની ફાળવણી નક્કી કરવામાં આવી હતી. જરૂરિયાત અને વ્યવસ્થાના ભાગરૂપે 1340 બેલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કોઈપણ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય તો તુરંત જ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે તે હેતુથી આ વધારાના મશીનોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ માટે 6 ચૂંટણી અધિકારીઓની (છઘ) નિમણૂક કરવામાં આવી છે. સેન્ટ્રલ વેરહાઉસ ખાતેથી ઋકઈ (ફસ્ર્ટ લેવલ ચેકિંગ) થયેલા ઊટખ મશીનો સંબંધિત ચૂંટણી અધિકારીઓને સોંપવાની કામગીરી આજે પૂર્ણતાના આરે છે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના 1014 મતદાન મથકો માટે 18 વોર્ડ મુજબ ઊટખ મશીનોની ફાળવણી કરવામાં આવી છે. દરેક બૂથ પર જરૂરિયાત કરતા 20% વધારાના મશીનો રિઝર્વ તરીકે રાખવામાં આવ્યા છે જેથી મતદાન દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો ત્વરિત બદલી શકાય.” આ સમગ્ર પ્રક્રિયામાં 150થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. ઊટખ મશીનોને સુરક્ષિત રીતે જે-તે વિસ્તારના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો સુધી પહોંચાડવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે ટ્રકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપમાં છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.



