By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    6 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    6 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    6 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    6 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    9 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ
રાજકોટ

રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ

Khaskhabar Editor
Last updated: 2026/04/16 at 4:34 PM
Khaskhabar Editor 3 months ago
Share
8 Min Read
SHARE

મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યું આધુનિક અને સુવિધાજનક શહેરનું ‘ગેરંટી કાર્ડ’

મેટ્રો ટ્રેન, મિનિ હોસ્પિટલ અને કરવેરામાં રાહત સાથે રાજકોટને મેટ્રો સિટી બનાવવાની ખાતરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટના સર્વાંગી વિકાસ માટે આગામી 5 વર્ષનું વિસ્તૃત વિઝન ડોક્યુમેન્ટ એટલે કે ’સંકલ્પ પત્ર’ જાહેર કરવામાં આવ્યું છે. આ સંકલ્પ પત્રમાં શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા અને મેગાસિટીની હરોળમાં લાવવા માટેના અનેક લોકકલ્યાણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજકોટને પાણીકાપ મુક્ત રાખવા અને દરેક વિસ્તારને પૂરતું શુદ્ધ પાણી મળી રહે તે માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જળસંચય પર ભાર મૂકવામાં આવશે. દરેક વોર્ડમાં ડ્રેનેજ, મજબૂત રસ્તા અને પીવાના પાણીની લાઇન જેવી સુવિધાઓ સમાન ધોરણે ઉપલબ્ધ કરાશે. શહેરના જૂના વિસ્તારો દૂધસાગર રોડ, થોરાળા, રૂખડિયાપરા સહિતના વિસ્તારોના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરાશે. આવનારા સમયમાં નવો સાઉથ ઝોન બની રહ્યો છે તેનાથી 3 લાખ લોકોને ફાયદો થશે. આગામી સમયમાં 3170 પરિવારો માટે સુવિધાયુક્ત ઘરનું ઘર મળી રહે તે માટે સાત જગ્યાએ નવી આવાસ યોજના અમલમાં મુકાશે. જ્યારે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રાજકોટમાં મેટ્રો ટ્રેન દોડાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકી આ પ્રોજેક્ટને વેગવંતો બનાવવામાં આવશે. આ ઉપરાંત, વધતા જતા ટ્રાફિકના ઉકેલ માટે નવા બ્રિજ, અન્ડરપાસ અને નિર્માણાધીન રિંગ રોડને ’ફોર ટ્રેક’ કરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવાનો વાયદો કરાયો છે.
જનસુખાકારી અને આરોગ્ય ક્ષેત્રે ભાજપે ‘ઝોન દીઠ મિનિ હોસ્પિટલ’નો નૂતન અભિગમ રજૂ કર્યો છે, જ્યાં નાગરિકોને વિનામૂલ્યે ઓપરેશન સહિતની તબીબી સારવાર મળી રહેશે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો પૂર્વ ઝોનમાં અદ્યતન અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરી દેવામાં આવી છે. આ જ દિશામાં ભવિષ્યમાં શહેરમાં વધુમાં વધુ સંખ્યામાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનું આયોજન છે. ઝોનદીઠ નવી હાઈસ્કૂલ બનાવવા સરકાર સાથે સંકલન કરી યોજના સાકાર કરાશે. તમામ મ્યુનિસિપલ શાળાઓને ’સ્માર્ટ સ્કૂલ’ બનાવવામાં આવશે અને વર્તમાન પ્રવાહોને અનુરૂપ ગુણવત્તાયુક્ત વિનામૂલ્યે શિક્ષણ આપવાનું આયોજન છે. આગામી વર્ષોમાં પ્રત્યેક વોર્ડદીઠ અત્યાધુનિક વાચનાલયની સ્થાપના કરવામાં આવશે, જ્યાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ વાચનાલયોમાં વાઈ-ફાઈ, એ.સી., આરામદાયક બેઠકો, યોગ્ય લાઈટિંગની સુવિધા હશે. જ્યારે રમત-ગમત માટે નવા મેદાનો અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે.
ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રમાં નવા વ્યાપાર-ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક પ્લેટફોર્મ મળી રહે તે માટે વિશેષ પ્રોત્સાહન આપવાની દિશામાં વિવિધ અસરકારક પગલાં લેવાશે. ભવિષ્યમાં નવી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવા માટે સરકાર સાથે સંકલન કરી સકારાત્મક પ્રયાસો કરાશે. રાજકોટના વિકાસમાં જેમનો સિંહફાળો છે તેવા શહેરી ફેરિયાઓને પૂરતી રોજગારી મળી રહે તે માટે શહેરમાં કાર્યરત હોકર્સ ઝોનની સંખ્યામાં વધારો કરવા તેમજ તેનો વ્યાપ વિસ્તારવાનું આયોજન છે. મહિલા સશક્તિકરણ અને ઉત્કર્ષ માટે હાલ સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારોમાં મહિલા હોકર્સ ઝોન કાર્યરત છે અને તેના થકી મહિલાઓ રોજગાર મેળવી પગભર થઈ રહી છે. આવનારા દિવસોમાં મહિલા હોકર્સની સંખ્યામાં વધારો કરી, મધ્યમ વર્ગના બહેનો પગભર થઈ શકે તે માટે નવા મહિલા હોકર્સ ઝોન બનાવી મહિલા સશક્તિકરણની દિશામાં આગેકૂચ કરવાનું આયોજન છે.
મહાનગરપાલિકાની વિવિધ લાઈબ્રેરીઓમાં મહિલા પ્રશિક્ષણ કેન્દ્રો શરૂ કરાશે. બહેનોને આત્મનિર્ભર બનાવવા અને ઘરબેઠા સ્વરોજગારી મળી શકે તે માટે વધુમાં વધુ ગૃહઉદ્યોગ શરૂ કરવાની દિશામાં પ્રોત્સાહન અપાશે. નોકરિયાત મહિલાઓને રહેવા માટે ઉત્તમ સુવિધા પ્રાપ્ત થઈ શકે તે માટે અટલ સરોવર વિસ્તારમાં અત્યાધુનિક વર્કિંગ વિમેન હોસ્ટેલનું કાર્ય પણ ઝડપથી આગળ ચાલી રહ્યું છે. રાજકોટમાં હાલ પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામવન, અટલ સરોવર, ન્યારી ડેમ સાઈટ અને આજી ડેમ જેવા સ્થળો ઉપલબ્ધ છે. આગામી માત્ર ત્રણ-ચાર માસમાં જ બહુપ્રતીક્ષિત લાયન સફારી પાર્ક શરૂ થવા જઈ રહ્યો છે. એટલે કે રાજકોટવાસીઓ હવે રાજકોટ બેઠા જ સાસણ ગીરની મજા માણી શકશેઆ ઉપરાંત રાંદરડા તળાવની કાયાપલટ કરાશે, અને લાલપરી તળાવ તથા ન્યારી ડેમ નજીક પણ આંતરરાષ્ટ્રીય સ્તરના પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે. (અનુસંધાન પાના નં.12)

ભાજપે આપેલા વચનો જે પૂર્ણ થયા

- Advertisement -

દરરોજ નિયમિત 20 મીનીટ પાણી

જરૂરિયાતમંદ પરિવારોને સુવિધાયુક્ત ઘરનું ઘર

શહેરીજનોના સામાજિક પ્રસંગો માટે સુવિધાયુક્ત કોમ્યુનિટી હોલ

દરેક વોર્ડમાં આરોગ્ય કેન્દ્રો થી દર્દીઓ માટે વિશેષ સુવિધા

ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન

એડવાન્સ ટેક્ષ ચુકવનાર કરદાતાઓને વેરામાં વિશેષ વળતર

ટ્રાફિકની સમસ્યા નિવારવા અન્ડર બ્રીજ અને ઓવર બ્રીજનાં નિર્માણ

સિનિયર સીટીઝન માટે વિના મુલ્યે બસ સેવા

નાના ધંધાર્થીઓ માટે હોકર્સ ઝોન

ઝોન વાઈઝ અદ્યતન ફાયર બ્રિગેડની સુવિધા

અંગ્રેજી માધ્યમની શાળા અને સ્માર્ટ શિક્ષણ

રાજકોટમાં આધુનિક લાઈબ્રેરીઓ નિર્માણ

મહિલાઓ માટે લેડીઝ સ્પેશ્યલ બસ

આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સ્પોર્ટ્સ સંકુલો

પ્રદૂષણ ઘટાડવા અનેક જગ્યાએ વૃક્ષારોપણ દ્વારા હરીયાળી નિર્માણ

વર્કિંગ વુમન હોસ્ટેલ

શહેરીજનો માટે અટલ સરોવર, રામવન, લાયન સફારી પાર્ક

કલા સંસ્કૃતિ માટે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીનું નવનિર્માણ

શ્રી અરવિંદભાઈ મણીયાર હોલનું નવિનીકરણ

કાલાવડ રોડ ઉપર સ્પોર્ટ્સ સંકુલ

8 વોર્ડનાં નાગરીકોની સુગમતા માટે સાઉથ ઝોન કચેરીનું નિર્માણ

નવા 150 ફૂટ રીંગ ને ફોર લેન બનાવવાનું કાર્ય ચાલુ

ટ્રાફિક સમસ્યા નિવારવા માટે નવા ફ્લાયઓવર, અન્ડરપાસ અને ‘ફોર ટ્રેક’ રિંગ રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે

રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ 

ગાંધીનગરના મહાત્મા મંદિર એક્ઝિબિશન જેવું આધુનિક ક્ધવેન્શન સેન્ટર અટલ સરોવર પાસે 45 હજાર વાર જગ્યામાં નિર્માણ પામશે

આવનારા દિવસોમાં શહેરમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા એક નવું ભવ્ય ઓપન એર થિયેટર બનાવવાનું આયોજન છે.
ગાંધીનગર ખાતે કાર્યરત મહાત્મા મંદિર એક્ઝિબિશન સેન્ટર જેવું જ અત્યાધુનિક ક્ધવેન્શન સેન્ટર અટલ સરોવર પાસે 45 હજાર વાર જગ્યામાં નિર્માણ પામશે. સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને ધાર્મિક સ્થળોનો વિકાસ માટે નવરાત્રિ ગરબા સ્પર્ધા અને ગણેશોત્સવ પર્વે ભવ્ય સ્પર્ધાઓનું આયોજન કરાશે. મહત્વના ધાર્મિક આસ્થાના સ્થાનોની આસપાસના વિસ્તારને ડેવલપ કરી દર્શનાર્થીઓને વિવિધ સુવિધાઓનો લાભ મળે તેમજ વાહન પાર્કિંગની વિશિષ્ટ સુવિધા ઊભી કરાશે. ખાણીપીણીના શોખીન રંગીલા રાજકોટવાસીઓને શુદ્ધ અને પૌષ્ટિક ખાણીપીણી આરોગ્યપ્રદ વાતાવરણમાં મળી રહે તે માટે ઝોન દીઠ 2 નવા આધુનિક ફૂડ ઝોન બનાવાશે
રાજકોટ મહાનગરપાલિકાના રોજિંદા સંચાલન અને સેવાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (અઈં)નો મહત્તમ ઉપયોગ થશે અને એ.આઈ. આધારિત માળખું રચાશે. પાણી વિતરણ, સ્ટ્રીટલાઈટ, સિટી બસના સંચાલનમાં આધુનિક પદ્ધતિઓ અમલી બનાવીને લોકોની ફરિયાદોનું નિરાકરણ અત્યંત ઝડપથી કરવાની દિશામાં આગળ વધીશું. જ્યારે જન્મ-મરણના દાખલા, આધારકાર્ડમાં સુધારા-વધારા, વિવિધ સેવાઓની નોંધણી, ઓનલાઈન ફરિયાદ અને ટેક્સ ભરપાઈ વગેરે કામગીરી ઓનલાઈન વધુ સુદ્રઢ બનશે. રાજકોટની વધતી ભૌગોલિક અને ઔદ્યોગિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફાયર વિભાગ તેમજ ફાયરબ્રિગેડ બંનેને વધુ મજબૂત બનાવી, સેવાઓ વધુમાં વધુ વિસ્તાર કરાશે અને ફાયર બ્રિગેડને આંતરરાષ્ટ્રીય સ્તરના આધુનિક સાધન-સુવિધાથી સજ્જ કરાશે.
મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકોને આર્થિક રાહત આપતા સંકલ્પ પત્રમાં જણાવાયું છે કે, સિનિયર સિટિઝન્સના નામે નોંધાયેલા મકાનોના મિલકત વેરામાં 2% વિશેષ વળતર આપવામાં આવશે. સાથે જ, ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા સોલાર ઊર્જા વપરાશકર્તાઓને પણ કરવેરામાં રાહત આપવાની વિચારણા છે. ટેકનોલોજીના યુગમાં વહીવટને વધુ પારદર્શક બનાવવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (અઈં) નો ઉપયોગ અને તમામ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.

સંકલ્પ પત્રમાં માત્ર ભૌતિક વિકાસ જ નહીં પરંતુ શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણને પણ પ્રાધાન્ય અપાયું
સંકલ્પ પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી રાજકોટના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા માટે રાજકોટ એક મહત્વનું કેન્દ્ર બનશે. ભાજપના આ સંકલ્પ પત્રમાં માત્ર ભૌતિક વિકાસ જ નહીં, પરંતુ શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજકોટને સ્માર્ટ સિટીમાંથી ‘મેગાસિટી’ બનાવવા માટે ભાજપે આ મક્કમ રોડમેપ જનતા સમક્ષ મૂક્યો છે.

You Might Also Like

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી
Next Article રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?