માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પર ‘ખાસ ખબર કપ-2026’નો ચોથો દિવસ
રણજી ટ્રોફી અને આઈપીએલમાં રમેલા કુલદીપ રાવલ ખાસ આકર્ષણ રહ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ખેલજગતમાં આ દિવસોમાં ‘ખાસ ખબર કપ-2026’નો જબરદસ્ત જાદુ છવાયેલો છે. શહેરના ઐતિહાસિક માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલી આ ઓલ ઈન્ડિયા રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ચોથો દિવસ તમામ દ્રષ્ટિએ રેકોર્ડબ્રેક સાબિત થયો હતો. દૂધિયા લાઇટ્સ હેઠળ રમાયેલા મુકાબલાઓમાં ચોગ્ગા-છગ્ગાની એવી રમઝટ જોવા મળી હતી. ચોથા દિવસે ટૂર્નામેન્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર નોંધાયો હતો, સાથે જ પ્રથમ હેટ્રિક પણ સર્જાઈ હતી, જેના કારણે ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ઉત્સવમય માહોલ સર્જાયો હતો. દિવસની પ્રથમ મેચમાં હીરવા સ્પોર્ટ્સે દમદાર બેટિંગ કરી 110 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. તેના જવાબમાં પ્રેમ-ડઈં માત્ર 35 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જેનાથી મેચ એકતરફી બની રહી હતી. અંકિત પરગીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી મેચ ટૂર્નામેન્ટની સૌથી યાદગાર બની રહી હતી, જેમાં નાના રાજા-ડઈંના ચંદને તોફાની બેટિંગ કરી માત્ર 40 બોલમાં 97 રન ફટકારી ટૂર્નામેન્ટનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. નાના રાજા-ડઈંએ 145 રનનો વિશાળ સ્કોર ઉભો કરી લાઠી-ડઈંને પરાજિત કર્યું હતું. ત્રીજી મેચમાં માર્વેલ-અએ 92 રન બનાવ્યા બાદ ઊંગઈ-ડઈંને 18 રનથી હરાવી વિજય મેળવ્યો હતો. હિતેન ચૌહાણના શાનદાર પ્રદર્શન બદલ તેમને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ મળ્યો હતો. દિવસનો સૌથી રોમાંચક ક્ષણ અંતિમ મુકાબલામાં જોવા મળ્યો હતો, જ્યાં નાના રાજા-ડઈંના બોલર શોએબ દીવાને એક જ ઓવરમાં 4 વિકેટ ઝડપી ઐતિહાસિક હેટ્રિક નોંધાવી હતી.
અનેક મહાનુભાવોની ઉપસ્થિતિએ ખેલાડીઓમાં જુસ્સો ભરી દીધો
- Advertisement -
મેચ દરમિયાન અનેક મહાનુભાવોની ઉપસ્થિતિએ ખેલાડીઓમાં જુસ્સો ભરી દીધો હતો. રણજી ટ્રોફી અને આઈપીએલમાં રમેલા કુલદીપ રાવલ ખાસ આકર્ષણ રહ્યા હતા. સાથે જ ગુણુભાઈ ડેલાવાળા, નીરિનભાઈ જાની, ધવલભાઈ પુરોહિત, જયપાલસિંહ સોલંકી અને ભરતભાઈ ગરૈયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોમૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.
મેચમાં ચંદનના 97 રન, સદી ચૂક્યો : બોલર શોએબ દીવાનની હેટ્રિક, 1 ઓવરમાં 4 વિકેટ મેળવી
તેમના આ પ્રદર્શનથી હીરવા સ્પોર્ટ્સની ટીમ તૂટી પડી હતી અને નાના રાજા-ડઈંએ આસાન વિજય મેળવી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ટૂર્નામેન્ટમાં આધુનિક ડિજિટલ સુવિધાઓ પણ ખાસ આકર્ષણ બની રહી છે. લાઈવ સ્કોરિંગ અને જાયન્ટ સ્ક્રીન પર રિપ્લે જેવી વ્યવસ્થાઓએ દર્શકોને આંતરરાષ્ટ્રીય સ્તરની અનુભૂતિ કરાવી હતી.
દરેક પ્લેયર ઓફ ધ મેચને ’ખાસ ખબર’, વી.એન.એસ. પરફ્યુમ, આઈ.કે. સિલેક્શન, એપસ ફાર્મા અને જાફરી ટી તરફથી આકર્ષક ભેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. ‘ખાસ ખબર કપ-2026’નો ચોથો દિવસ રોમાંચ, રેકોર્ડ અને યાદગાર પળોથી ભરપૂર રહ્યો હતો, જે રાજકોટના ક્રિકેટ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય બની રહ્યો છે.
ચોથા દિવસના ચાર મેચના પરિણામ
1. હીરવા સ્પોર્ટ્સ એન્ડ એનવીએસ ગ્રુપ Vs પ્રેમ-XI
પરિણામ: હીરવા સ્પોર્ટ્સનો વિજય (75 રનથી).
મુખ્ય પ્રદર્શન: હીરવા સ્પોર્ટ્સના બેટ્સમેનોએ નિર્ધારિત ઓવરોમાં 110 રન બનાવ્યા.
બોલિંગ: હીરવા સ્પોર્ટ્સની શાનદાર બોલિંગ સામે પ્રેમ-XI માત્ર 35 રનમાં ઓલઆઉટ.
પ્લેયર ઓફ ધ મેચ: અંકિત પરગી
2. નાના રાજા-XI Vs લાઠી-XI
પરિણામ: નાના રાજા-XIનો વિજય.
મુખ્ય પ્રદર્શન: ચંદનને 40 બોલમાં 97 રન (9 ચોગ્ગા અને 7 છગ્ગા – ટુર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર).
ટીમ સ્કોર: નાના રાજા-XI એ 145 રનનો વિશાળ સ્કોર ખડક્યો.
પ્લેયર ઓફ ધ મેચ: ચંદન.
3. માર્વેલ-A Vs KNC-XI
પરિણામ: માર્વેલ-અનો 18 રનથી વિજય.
મુખ્ય પ્રદર્શન: માર્વેલ-A: પ્રથમ બેટિંગ કરતા 92 રન બનાવ્યા.
હિતેન ચૌહાણ: રસાકસીભરી મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન.
પ્લેયર ઓફ ધ મેચ: હિતેન ચૌહાણ.
4. નાના રાજા-XI Vs હીરવા સ્પોર્ટ્સ
પરિણામ: નાના રાજા-XIનો વિજય.
મુખ્ય પ્રદર્શન: શોએબ દીવાન એક જ ઓવરમાં 4 વિકેટ ઝડપી, જેમાં ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિકનો સમાવેશ.
બોલિંગ પ્રદર્શન: મેજિક સ્પેલ દ્વારા હીરવા સ્પોર્ટ્સની ટીમની કમર તોડી નાખી.
પ્લેયર ઓફ ધ મેચ: શોએબ દીવાન



