વોર્ડ નં.3ના કાર્યકરોએ કહ્યું ‘અમારે હેમુભાઇ જોઈએ છે’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા જ દાવેદારોમાં ભડકો થયો છે અને ટિકીટની જાહેરાત સાથે જ વોર્ડ નં.13, 14 અને રૂમાંથી દાવેદારોના સમર્થકોના ટોળેટોળા કમલમ ખાતે ધસી આવ્યા હતા. જો કે કમલમ ખાતે આવેલા તમામ સમર્થકોને પાર્ટીનો નિર્ણય છે’ તેમ કહી સમજાવીને રવાના કરી દેવાયા હતા. નીતિન રામાણીના ટેકેદારોએ કહ્યું કે, ‘અમારા વોર્ડમાં ભાજપ હારશે’ જ્યારે વોર્ડ નં.3ના કાર્યકરોએ કહ્યું ’અમારે હેમુભાઇ જોઈએ છે’ જો કે શહેર ભાજપ પ્રમુખ અને સિનિયર નેતાઓએ નીતીન રામાણી સાથે બંધ બારણે બેઠક યોજ્યા બાદ નીતીન રામાણીના વિરોધના સુર શમી ગયા હતા અને પાર્ટી લાઈનમાં કામ કરશે તેવો દાવો કર્યો હતો.



