By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    15 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    15 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    16 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    16 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    2 days ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    16 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    7 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના વિકાસને ગતિ આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના વિકાસને ગતિ આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર
રાજકોટ

રાજકોટના વિકાસને ગતિ આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર

Khaskhabar Editor
Last updated: 2026/03/09 at 4:20 PM
Khaskhabar Editor 7 months ago
Share
13 Min Read
SHARE

અઢી વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીની કુલ 48 બેઠક યોજાઈ, રૂ.4414 કરોડના કામોને મંજુરી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારના અવિરત સહયોગ અને માર્ગદર્શન સાથે રાજકોટ શહેરનો ખુબ જ ઝડપી અને સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. જયમીનભાઇ ઠાકરનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તા.12/09/2023થી શરૂ થયેલ કાર્યકાળના યશસ્વી અઢી વર્ષ પૂર્ણ થયા છે, જેમાં કુલ અભૂતપૂર્વ રૂ.4414.10 કરોડના વિકાસ કામો સહિત પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું છે કે. આ અઢી વર્ષ દરમ્યાન રાજકોટના શહેરીજનોના વિશાળ હિતમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખૂબજ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે, અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે તેમજ અનેકવિધ લોકોપયોગી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
છેલ્લા અંદાજીત અઢી વર્ષ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અંદાજે રૂ.4414.10 કરોડના જુદા જુદા વિકાસલક્ષી કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવેલ છે, જેમાં રૂ.1111.71 કરોડના ખર્ચે રસ્તાકામ, રૂ.700.17 કરોડના ખર્ચે વોટર વર્ક્સના કામ, રૂ.421.36 કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન, રૂ.361.12 કરોડના ખર્ચે બ્રીજ ના કામ, રૂ.295.58 કરોડના ખર્ચે ડ્રેનેજ કામ, કુલ રૂ.212.28 કરોડના ખર્ચે નવા બાંધકામ જેમાં શાળા અને લાઇબ્રેરી બિલ્ડીંગ, રૂ.110.91 કરોડના ખર્ચે બિલ્ડિંગ કામ(રીપેરીંગ વગેરે), રૂ.103.10 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફીસ/નવીનીકરણ સહિતના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ.89.80 કરોડના ખર્ચે ડ્રેનેજ સફાઇ સાધનો/નિભાવ, રૂ.72.18 કરોડના ખર્ચે મેનપાવર/ઇન્ટરશીપ, રૂ.68.33 કરોડના ખર્ચે રમત ગમત/સ્નાનાગાર, રૂ.66.94 કરોડના ખર્ચે પેવિંગ બ્લોક, રૂ.65.12 કરોડના ખર્ચે ગાર્ડન, રૂ.57.59 કરોડના ખર્ચે પાઇપ ગટર, રૂ.57.04 કરોડના ખર્ચે સુએજ પમ્પીંગ સ્ટેશનના કામ, રૂ.54.31 કરોડના ખર્ચે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ(સફાઇ), રૂ.51.32 કરોડના ખર્ચે સી.સી. કામ, રૂ.48.39 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ/પાર્ટી પ્લોટ, રૂ.43.87 કરોડના ખર્ચે વોંકળા કામ, રૂ.41.27 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ/ફેન્સીંગ પેનલ, રૂ.39.15 કરોડના ખર્ચે વાહન ખરીદી, રૂ.37.09 કરોડના ખર્ચે નવી ઝોન ઓફીસ /આંગણવાડી, રૂ.36.26 કરોડના ખર્ચે ઝૂ/એનિમલ હોસ્ટેલ, રૂ.32.94 કરોડના ખર્ચે કલ્વર્ટ(બોક્સ/પાઇપ/સ્લેબ), રૂ.32.28 કરોડના ખર્ચે નવુ આરોગ્ય કેન્દ્ર/લેબોરેટરી, રૂ.26.99 કરોડના ખર્ચે હોકર્સ ઝોન, રૂ.23.24 કરોડના ખર્ચે નવુ ફાયર સ્ટેશન, આરોગ્ય વિભાગ માટે રૂ.20.33 કરોડ ખર્ચ ફાળવણી, રૂ.19.34 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઇન/બોર રીચાર્જ, રૂ.19.28 કરોડના ખર્ચે મશીનરી/સાધન સામગ્રી, રૂ.17.01 કરોડના ખર્ચે આવાસ યોજના/રીનોવેશન, સ્મશાન માટે રૂ.15.68 કરોડ ખર્ચ ફાળવણી, રૂ.14.65 કરોડના ખર્ચે લાઇટીંગ, રૂ.10.57 કરોડના ખર્ચે ફુટપાથ/ડિવાડર, કાર્યક્રમ માટે રૂ.10.22 કરોડનું ખર્ચ, ક્ધસલ્ટન્સી માટે રૂ.6.38 કરોડનું ખર્ચ, રૂ.4.67 કરોડના ખર્ચે કેમિકલ ખરીદી, નાણાંકીય સહાય/સંચાલન ગ્રાન્ટ માટે રૂ.3.77 કરોડનું ખર્ચ, આર્થિક તબીબી સહાય માટે રૂ.3.34 કરોડનું ખર્ચ, રૂ.2.14 કરોડના ખર્ચે કેમિકલ ટ્રાન્સપોર્ટેશન, રૂ.2.07 કરોડના ખર્ચે પે-એન્ડ-યુઝ ટોયલેટ બાંધકામ, કમ્યુટર ખરીદી/આઇ.ટી. માટે રૂ.1.37 કરોડ સહિતના ખર્ચને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવેલ છે.
વધુમાં, રૂ.89.20 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ/વૃક્ષારોપણ, લાઇબ્રેરી ગ્રાન્ટ માટે રૂ67.85 લાખ, રૂ.50.59 લાખના ખર્ચે સ્કુલ બેગ, રૂ.49.01 લાખના ખર્ચે ડી.જી. સેટ/મેન્ટેનન્સ, રેનબસેરા/ આશ્રયસ્થાન(સહાય) માટે રૂ.28.80 લાખ, રૂ.23.47 લાખના ખર્ચે ચેઇનલીંક જાળી/વાયર ફેન્સીંગ, રૂ.23.07 લાખના ખર્ચે ગણવેશ ખરીદીના કામ મંજુર કરવામાં આવ્યા છે.

ચેરિટેબલ હોસ્પિટલોને રૂ.1.61 કરોડથી વધુનું વાર્ષિક અનુદાન
રાજકોટ શહેરમાં વસતા મધ્યમ વર્ગના નાગરિકોને વધુ સારી અને સસ્તી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તેવા હેતુથી વિવિધ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.1.61 કરોડથી વધુનું વાર્ષિક અનુદાન આપવામાં આવે છે. આ અનુદાન દ્વારા શહેરના હજારો દર્દીઓને ઓછા ખર્ચે સારવારની સુવિધા મળી રહે છે. આ અંતર્ગત સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલને રૂ.60 લાખનું અનુદાન આપવામાં આવે છે, જ્યારે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલને રૂ.10-10 લાખનું વાર્ષિક અનુદાન આપવામાં આવે છે. તે ઉપરાંત રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટને રૂ.40 લાખ અને જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનને રૂ.10 લાખનું અનુદાન ફાળવવામાં આવે છે. આ સાથે ઈન્ડિયન મેડિકલ સાયન્ટિફિક સેન્ટરને રૂ.10 લાખ, સંતોકબેન ભગવાનજીભાઈ ડોડિયા ચેરિટેબલ ટ્રસ્ટને રૂ.15.60 લાખ તથા પી.વી. દોશી સાર્વજનિક દવાખાનાને રૂ.6 લાખનું વાર્ષિક અનુદાન આપવામાં આવે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન અને ઈન્ડિયન મેડિકલ સાયન્ટિફિક સેન્ટરને અગાઉ આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ.5 લાખ આપવામાં આવતું અનુદાન ગત વર્ષથી વધારીને રૂ.10 લાખ કરવામાં આવ્યું છે, જેથી આ સંસ્થાઓ વધુ અસરકારક રીતે દર્દીઓને સેવા આપી શકે. આ અનુદાનનો મુખ્ય હેતુ શહેરના મધ્યમ તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. શહેરની આ ચેરિટેબલ હોસ્પિટલો દ્વારા હૃદય, કિડની, કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ માટે ઓછી કિંમતમાં સારવાર પૂરી પાડવામાં આવતી હોવાથી આ અનુદાનથી દર્દીઓને મોટી રાહત મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટ શહેરના વિકાસ માટે દરરોજ સરેરાશ રૂ.4.84 કરોડના વિકાસ કામોના નિર્ણય લેવાયા

- Advertisement -

રાજ્ય સરકાર તરફથી રૂ.1092 કરોડની ઐતિહાસિક ગ્રાન્ટ

આમ, અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીની કુલ મળી 48 મીટીંગો મળી જે અંતર્ગત કુલ મળી અંદાજિત રૂ.4414.10 કરોડ મુજબ દૈનિક સરેરાશ અંદાજીત રૂ.4.84 કરોડથી વધુના વિકાસ કામો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. અગાઉ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઉમેરવામાં આવેલ લોકભોગ્ય તમામ યોજનાઓની અમલવારી શરૂ થયેલ છે. મંજુર કરાયેલ વિકાસ કામોની પ્રગતિ બાબતે સમયબધ્ધ અમલીકરણ માટે વખતો વખત સમીક્ષા કરવામાં આવેલ, જે અંતર્ગત ઘણાંખરા મહત્વના પ્રોજેક્ટ્સ પૂર્ણ થયેલ છે તેમજ કેટલાંક પ્રોજેક્ટ્સ ટુંક સમયમાં પૂર્ણ થશે.
અંતમાં, જયમીનભાઇ ઠાકર જણાવે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીન નબીનજી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન.નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અનીરૂધ્ધભાઇ દવે, ડો. પ્રશાંતભાઇ કોરાટ, અજયભાઇ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ સહકોષાધ્યક્ષ મોહનભાઇ કુંડારીયા, માન.મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડો.માધવ દવે, ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ અને રમેશભાઈ ટીલાળા તેમજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય દક્ષાબેન વસાણી, ભારતીબેન પરસાણા, મંજુબેન કુગશીયા, ડો.હાર્દિકભાઈ ગોહિલ, વર્ષાબેન રાણપરા, દેવાંગભાઈ માંકડ, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, બીપીનભાઈ બેરા, ડો.નેહલભાઈ શુક્લ, રૂચિતાબેન જોષી તેમજ તમામ કોર્પોરેટરો, ભૂતપૂર્વ પદાધિકારીઓ, રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ, ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ તેમજ વર્તમાન હોદ્દેદારઓ, શહેરની સામાજિક – સેવાકીય સંસ્થાઓ, વ્યાપારી એસોસિએશન, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાના તમામ પ્રતિનિધિઓ અને ફોટોગ્રાફર્સ ઉપરાંત શહેરના વિકાસમાં ખભેખભો મિલાવી, હરહંમેશ રાજકોટ મહાનગરપાલિકા તંત્રની સાથે રહેલ શહેરીજનોના સાથ – સહકાર બદલ તેઓ તમામ પ્રત્યે હૃદયપુર્વક આભાર વ્યક્ત કરુ છું અને રાજકોટ શહેરની વિકાસયાત્રા સતત આગળ ધપાવવામાં ભવિષ્યમાં પણ સૌનો સાથ-સહકાર અવિરતપણે મળતો રહેશે તેવી અપેક્ષા રાખુ છું.

RMCના ઇતિહાસનો ‘સુવર્ણ કાળ’: વિકાસ, સુવિધા અને હરિયાળીની દિશામાં અનેક મહત્વાકાંક્ષી યોજના

હ દરેક વોર્ડમાં કોમ્યુનીટી હોલ
હ દરેક વોર્ડમાં આધુનિક વોર્ડ ઓફિસનું આયોજન
હ દરેક વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર
હ દરેક વોર્ડમાં આધાર કેન્દ્ર કાર્યરત
હ દરેક વોર્ડમાં આંગણવાડીનું આયોજન
હ દરેક આંગણવાડીમાં વોટર કુલર તથા વોટર પ્યુરીફાયર
હ દરેક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તથા અન્ય મિલ્કતો પર સોલાર રૂફટોપનું આયોજન
હ દરેક ઝોનમાં સ્પોર્ટ્સ સંકુલનું આયોજન
હ દરેક ઝોનમાં પાર્ટી પ્લોટનું આયોજન
હ દરેક ઝોનમાં નવી શાક માર્કેટનું આયોજન
હ દરેક ઝોનમાં મહિલા હોકર્સ ઝોનનું આયોજન
હ નવા ‘સાઉથ ઝોન’ નું આયોજન
હ હયાત 07 ફાયર સ્ટેશન સહિત 17 વોર્ડમાં ફાયર સ્ટેશનનુ આયોજન
હ 10 થી વધુ વોર્ડમાં ડી.આઇ. પાઇપલાઇનનું કામ પુર્ણ
હ પદાધિકારીઓને ફાળવવામાં આવતી વિકાસ કામો માટેની ગ્રાન્ટમાં વધારો
હ નાયબ કમિશનરને પોતાના ઝોનમાં વિકાસ કામો માટે ગ્રાન્ટની ફાળવણી
હ સ્માર્ટ સોસાયટીને આપવામાં આવતી સફાઇ ગ્રાન્ટમાં વધારો
હ શહેરમાં નવા મોડલ એન્ટ્રી ગેઇટનું આયોજન
હ સ્કાય વોક/ફૂટ ઓવરબ્રીજનું આયોજન
હ વર્કિંગ વુમન હોસ્ટેલ
હ નવા 150 ફૂટ રીંગ રોડ પર ‘આઇકોનીક બ્રીજ’
હ નવી આવાસ યોજનાના લોકાર્પણ તથા ફાળવણી
હ અટલ સરોવર-સ્માર્ટ સીટીનું લોકાર્પણ
હ ‘શ્રી રામ બ્રીજ’ – કાલાવડ રોડ પર મલ્ટીલેવ બ્રીજનું નામકરણ
હ રાજકોટ શહેરમાં આવેલ 29 ચોક/સર્કલ, 11 માર્ગ, 05 ગાર્ડન, 01 બ્રીજ તથા 07 જાહેર મિલ્કતો સહિતના કુલ-53 નામકરણ
હ નવા 17 બગીચા/પાર્કનું નિર્માણ
હ ઘનિષ્ઠ વૃક્ષારોપણથી 41,831 વૃક્ષો; મિયાવાંકી પધ્ધતિથી 9,03,524 વૃક્ષો; ટ્રી-ગાર્ડ સાથે 29,000 વૃક્ષો; અન્ય વિવિધ વૃક્ષારોપણ 4,04,437 સહિત કુલ નવા 13,78,792 નવા વૃક્ષોનું વાવેતર
હ બિલ્વ વૃક્ષ સંવર્ધન – ત્રિદલ યોજના અંતર્ગત શહેરના જુદા-જુદા 138 શિવાલયોમાં કુલ-167 બિલ્વ વૃક્ષોનું વાવેતર
હ નવા જન્મનાર બાળકો તથા એડવાન્સ વેરો ભરનાર દિવ્યાંગો તેમજ એક્સ આર્મીમેનના નામે વૃક્ષારોપણ યોજના અંતર્ગત કુલ 15853 નવા વૃક્ષોનું વાવેતર
હ આગામી વર્ષમાં રાજકોટ શહેરના તમામ વરીષ્ઠ નાગરીકોના નામે વૃક્ષારોપણનું આયોજન
હ માધાપર વિસ્તારમાં નવી લાઇબ્રેરી
હ સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીકને સીટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ફ્રી મુસાફરી યોજના અંતર્ગત કુલ 1373 નાગરિકોને લાયબ્રેરીમાં ફ્રી સભ્યપદ
હ વિધાર્થીઓ માટેના નવા સાત વાંચનાલયો, જેમાં કુલ મળી 355 બેઠકોની હવા-ઉજાસવાળી સુવિધા, આરામદાયક ટેબલ-ખુરશી, સરકારી નોકરી માટેના લેટેસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અને વિષયલક્ષી પુસ્તકો તથા મેગેજીનની વ્યવસ્થા સાથે અલગ-અલગ વિસ્તારો જેવા કે કાલાવડ રોડ, સ્પીડવેલ ચોક, કોઠારીયા ગામ, અલ્કા સોસાયટી, જુનો મોરબી રોડ, વાવડી રોડ, હોસ્પીટલ ચોક વિસ્તારનો સમાવેશ
હ જન્મ/મરણ પ્રમાણપત્ર પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે યોજના અંતર્ગત 5403 જન્મનોંધ પ્રમાણપત્ર તેમજ 2603 મરણ નોંધ પ્રમાણપત્ર વિનામુલ્યે આપવામાં આવ્યા
હ સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીકને સીટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ફ્રી મુસાફરી યોજના અંતર્ગત કુલ 50232 નાગરિકોને ફ્રી મુસાફરીના પાસ
હ આગામી વર્ષથી મહિલાઓ માટે ‘મહિલા સુરક્ષિત સફર યોજના’ અંતર્ગત પીંક બસનું આયોજન
હ ફ્લાવરબેડ (આર્કિટેક્ચરલ પ્રોજેક્શન્સ) માટે ‘બી.યુ. રેગ્યુલરાઇઝેશન ફી’ માં હપ્તા પધ્ધતિ
હ ગત વર્ષે ‘વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ ર.0’ અંતર્ગત ચડત પ્રોપર્ટી ટેક્ષમાં હપ્તા પધ્ધતિ
હ ચાલુ સાલ નવી જાહેર કરેલ મિલકત વેરાના ચડત વ્યાજની રકમ પર ડીસ્કાઉન્ટ યોજના અંતર્ગત આજદિન સુધીમાં 17500 થી વધુ કરદાતા પાસેથી રૂ.ર9 કરોડથી વધુની રકમની વેરા વસુલાત, વ્યાજની રકમ પર અંદાજીત રૂ.4 કરોડથી વધુની રકમની રાહત
હ ‘વિશ્વ પ્રાણી દિવસ’ નિમિતે દર વર્ષે પ્રદ્યુમન પાર્ક ઝૂ માં મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ
હ કાલાવડ રોડ પર થીમ બેઇઝ્ડ ઓક્સિજન પાર્ક વીથ મોર્ડન ફુડ કોર્ટનું આયોજન

નવા ભળેલા વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા નક્કર આયોજન

રાજકોટ શહેરના વિસ્તરતા વિસ્તારને ધ્યાનમાં રાખીને નવા ભળેલા વિસ્તારોમાં પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે શહેરના ભવિષ્યના વિકાસ અંગેના વિઝન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે નવા વિસ્તારોમાં આધુનિક અને સુવ્યવસ્થિત માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે નવા ભળેલા વિસ્તારોમાં નાગરિકોને જરૂરી તમામ પાયાની સુવિધાઓ મળે તે માટે નવી આંગણવાડી, શાળા અને આરોગ્ય કેન્દ્રોની સ્થાપના સાથે સ્વિમિંગ પુલ, ઓડિટોરીયમ, બાગ-બગીચા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઈબ્રેરી તથા કોમ્યુનિટી હોલ જેવા સામાજિક અને મનોરંજનના માળખાં વિકસાવવામાં આવશે. આ ઉપરાંત શહેરના આ વિસ્તારોમાં સુવિધાસભર રોડ રસ્તા, મજબૂત ડ્રેનેજ લાઈનો, પીવાના પાણી માટે હાઈ પ્રેશર વોટર પાઈપલાઈન, વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને પૂરતી સ્ટ્રીટ લાઈટીંગ જેવી જરૂરી સુવિધાઓ ઉભી કરવાની દિશામાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જયમીનભાઈ ઠાકરે જણાવ્યું કે આ તમામ વિકાસ કાર્યો આગામી સમયમાં તબક્કાવાર પૂર્ણ થાય તે માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિસ્તરતા વિસ્તારમાં સુવિધાઓનું સંતુલિત વિકાસ થાય અને નાગરિકોને આધુનિક શહેરી સુવિધાઓ મળી રહે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયાસરત છે.

You Might Also Like

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે એર ઈન્ડિયા ભારતીય મુસાફરો માટે બની ‘આશાનું કિરણ’
Next Article 3.48 કરોડની છેતરપિંડી આચરનાર દંપતી સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?