ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને વોર્ડ નં. 8માં આવેલ કે. જે. કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પુષ્પ આપી, મોઢા મીઠા કરાવવામાં આવેલ અને શુભેચ્છા આપતાં રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવેએ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્ર્નપત્રના પ્રશ્ર્નના જવાબ લખતી વખતે એકાગ્રતા રાખવાથી અને મનમાં કોઈ પણ જાતના બીજા વિચાર ન લાવી ફકત પ્રશ્ર્નના જવાબ લખવામાં ધ્યાન કેન્દ્રીત કરવાથી પરીક્ષા આપવી એક શોખ બની આનંદ સાથે આપણી તેજસ્વિતા બની રહેશે. આ તકે મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, શહેર ઉપપ્રમુખ દિપાબેન કાચા, શહેર મંત્રી ધર્મિષ્ઠાબેન વાઘેલા, ક્ધિનરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, નિશાબેન રાણપરા, વોર્ડ નં. 8ના વોર્ડ પ્રમુખ દેવકરણ જોગરાણા, મહામંત્રી નિલેશ ભટ્ટ, વોર્ડ નં. 18ના મહામંત્રી મુન્નાભાઈ જોગરાણા, વોર્ડના કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યા, વોર્ડ નં. 18ના કોર્પોરેટર સંજ્યસિંહ રાણા, મહિલા મોરચા પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી કિરણબેન હરસોડા, માધવીબેન જોગીયા, યુવા મોરચા પ્રમુખ મીલન લીંબાસીયા, મહામંત્રી જયકિશન ઝાલા, હિમાંશુ રાજ્યગુરુ, પૂર્વ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, પૂર્વ મહામંત્રી દેવિકાબેન રાવલ, મહિલા મોરચાના દક્ષાબેન વાઘેલા, સેજલબેન ચૌધરી, પ્રફુલાબેન બારોટ, સોનલબેન સોમૈયા, ભારતીબેન ગજેરા, ભાગવત શર્મા, જય દવે, કેવિન વરસાણી, મોહિત મહેતા, સંસ્કાર પટેલ, કિશન સોહલા, પારસ હરસોડા, કલ્પેશ બામટા, દીપ ખુંટ, અજય બામટા, ડો. દેવાંગીબેન મૈયડ, રક્ષાબેન જોષી, અલ્કાબેન કામદાર, હર્ષિદાબેન કાસુન્દ્રા સહિતના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



