નિષ્ણાત સી.એ. અને અર્થશાસ્ત્રીઓએ 2047ના વિકસિત ભારતના લક્ષ્યાંકને સમજાવ્યો; 200થી વધુ વિદ્યાર્થીઓ રહ્યા હાજર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ કચેરીના માર્ગદર્શન હેઠળ ’ઇીમલયિં ઝફહસ ઈફળાીત’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય અંદાજપત્ર-2026ની દેશના અર્થતંત્ર પર થનારી સાનુકૂળ અસરો વિશે નિષ્ણાતોએ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા સી.એ. હાર્દિક વ્યાસે જણાવ્યું કે, આ વર્ષનું બજેટ ભારતને 2030 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા અને 2047 સુધીમાં ’વિકસિત ભારત’ના નિર્માણ પર કેન્દ્રિત છે. તેમણે નોંધ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ બજેટનું કદ 15% વધ્યું છે. ખાસ કરીને માળખાકીય સુધારા માટે ₹12.5 લાખ કરોડની ફાળવણી, સેમીકંડક્ટર ઉદ્યોગમાં આત્મનિર્ભરતા, અને 1500 કોલેજોમાં અઈં લેબ બનાવવા માટે ₹10,000 કરોડના ખર્ચ જેવા મુદ્દાઓ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડો. સંજય પંડ્યાએ આ અંદાજપત્રને આર્થિક સ્થિરતા અને સમાનતા તરફનું ગણાવ્યું હતું. તેમણે જેન્ડર બજેટિંગ અને દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલના નિર્માણની જોગવાઈને મહિલા શિક્ષણ માટે ક્રાંતિકારી ગણાવી હતી. ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્રમાં થયેલી માતબર ફાળવણીથી ખેડૂતો અને શ્રમિકોને થનારા લાભો વિશે પણ તેમણે વિગતવાર છણાવટ કરી હતી.
વ્યાખ્યાનના અંતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં શેરબજાર અને બજેટની સામાન્ય માનવી પર અસરો અંગે ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમમાં કણસાગરા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ સહિત કુલ 200 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય ડો. પરેશ રાવલના માર્ગદર્શન હેઠળ ડો. હર્ષિદા જગોદડીયા અને તેમની ટીમ દ્વારા આ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. શિરીશ ભારદ્વાજે કાર્યક્રમનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.



