પતંગરસિકો માટે આનંદના સમાચાર
રાજકોટમાં પ્રતિ કલાક 7થી 14 કિમીની ઝડપ રહેશે : હવામાન વિભાગ
- Advertisement -
સામાન્ય પતંગ માટે પ્રતિ કલાક 5 કિમી અને ફેન્સી પતંગ માટે પ્રતિ કલાક 10 કિમીની જરુરિયાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉત્તરાયણનું પર્વ નજીક આવતા જ પતંગરસિયાઓના મનમાં એક જ સવાલ હોય છે કે, પતંગ ચગાવવા માટે પવન કેવો રહેશે?. આ વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પતંગરસિયાઓએ ચિંતા કરવાની જરુર નથી. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે. જાણકારોના મતે સામાન્ય પતંગ ચગાવવા માટે પ્રતિકલાક 5 કિમીની ઝડપે ફૂંકાતા પવનની જરુરિયાત રહે છે. ઉત્તરાયણના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે પતંગરસિકો માટે આનંદના સમાચાર એ છ કે, આ વર્ષે પતંગ ચગાવવા માટે વધુ ઠુમકા લગાવવા નહીં પડે. રાજ્યમાં પવનની ગતિ સામાન્ય અને પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા મુજબ સામાન્ય પતંગ ચગાવવા માટે પવનની ગતિ પ્રતિકલાક 5 કિમીની હોવી જરુરી છે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે મોટાભાગના શહેરોમાં પવનની ગતિ 5 કિમી કે તેનાથી વધુ રહેવાની શક્યતા હોય પતંગબાજોએ પતંગ ચગાવવામાં તકલીફ નહીં પડે.
- Advertisement -
વિશ્ર્વના અનેક દેશમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ
ભારત : મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ઉડાવવાનો રિવાજ છે. જાન્યુઆરીમાં અમદાવાદ અને જયપુરમાં ભારતનો સૌથી મોટો કાઇટ ફેસ્ટિવલ યોજવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા : સૌથી મોટો પતંગોત્સવ દર વર્ષે સપ્ટેમ્બરમાં સિડનીમાં વિંડ્સના નામે ઉજવવામાં આવે છે.
ચીન : પતંગોત્સવ દર વર્ષે એપ્રિલમાં ચીનના વેઇફાંગમાં યોજાય છે. અહીં એવું માનવામાં આવે છે કે ઉંચો પતંગ જોવાથી નજર સારી રહે છે.
જાપાન : દર વર્ષે મેના પહેલાં અઠવાડિયાંમાં હમામાત્સુના શિઝુકામાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં એવું માનવામાં આવે છે કે, પતંગ ચગાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે.
ઇટાલી : સર્બિયા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દર વર્ષે એપ્રિલમાં ઉજવવામાં આવે છે.
બ્રિટન : દર વર્ષે ઓગસ્ટના બીજા અઠવાડિયાંમાં પોર્ટ્સમાઉથ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. લોકો અહીં ડિઝાઇનરથી લઈને 3ઉ પતંગ ખરીદવા ભેગા થાય છે.
ઇન્ડોનેશિયા : બાલી કાઇટ ફેસ્ટિવલમાં 4-10 મીટર પહોળા અને 100 મીટર પૂંછડીવાળા પતંગ ચગાવવામાં આવે છે. તે ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયાંમાં સેલિબ્રેટ કરવામાં આવે છે.
સાઉથ આફ્રિકા : કેપટાઉનમાં જાન્યુઆરીના બીજા અઠવાડિયાંમાં ઇન્ટરનેશનલ કાઇલ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે.
અમેરિકા : ધ ઝિલ્કર કાઇટ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. મ્યુઝિક કોન્સર્ટથી લઈને દરેક વય જૂથ માટેની સ્પર્ધાઓ અહીં દર માર્ચમાં યોજવામાં આવે છે.



