111 વર્ષ પ્રાચીન રામજી મંદિરને અપાયું આધુનિક સ્વરૂપ
ચાવડા પરિવાર આયોજીત 3 થી 5 નવેમ્બર દરમિયાન ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે
4 નવેમ્બરે રાસ ગરબા, 5 નવેમ્બરે મહાપ્રસાદ અને સંતવાણી-લોકડાયરો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નજીક આવેલા પડધરી તાલુકાના ઈશ્વરીયા ગામે ચાવડા પરિવાર દ્વારા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. તા. 3 થી 5 નવેમ્બર દરમિયાન યોજાનાર આ સમારોહમાં શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીના આશીર્વચન હેઠળ મંત્રોચ્ચાર, હવનવિધિ, નગરયાત્રા અને દેવપૂજન સાથે ભગવાન રામચંદ્રજી પરિવાર તથા ભગવાન શિવજી પરિવારનું મંદિરમાં વિધિવત સ્થાપન કરવામાં આવશે. તા. 5 નવેમ્બરના રોજ મહાપ્રસાદ તથા સાંસ્કૃતિક ડાયરા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં દેવાયત ખવડ, હરદેવભાઇ આહિર, ધીરુભાઈ સરવૈયા, પિયુષ મિસ્ત્રી સહિતના લોકપ્રિય કલાકારો પોતાની રમઝટથી ભક્તિને સંગીતમય બનાવશે. તેમજ રાસ ગરબામાં ભૂમિકાબેન આહિર અને અસ્મીતાબેન આહિર સમધુરશૈલીમાં શૂર રેલાવશે.
આ ધાર્મિક કાર્ય માટે ચંદુભાઇ પ્રભાતભાઇ ચાવડા, અશ્વિનભાઇ વિરભાનુભાઇ ચાવડા, લાભુભાઇ પ્રભાતભાઇ ચાવડા, રાજુભાઇ વિરભાનુભાઇ ચાવડા, વિરલભાઇ મનવીરભાઇ ચાવડા, ગૌરાંગભાઇ મનવીરભાઇ ચાવડા, પ્રકાશભાઇ અશ્વિનભાઇ ચાવડા, વિજયભાઇ ચંદુભાઇ ચાવડા, સંજયભાઇ અનિલભાઇ ચાવડા, અમીતભાઇ અશ્વિનભાઇ ચાવડા, રોહિતભાઇ વિક્રમભાઇ ચાવડા, વિમલભાઇ લાભુભાઇ ચાવડા, પ્રતિકભાઇ રાજુભાઇ ચાવડા, આદિત્યભાઇ વિરલભાઇ ચાવડા, જીયાબેન ગૌરાંગભાઇ ચાવડા, ધ્યાનાબેન ગૌરાંગભાઇ ચાવડા અને સમગ્ર પરિવાર સહિતના સભ્યો દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સ્વજનોના સ્મરણાર્થે આયોજીત આ સમારોહમાં તમામને સહપરિવાર પધારવા ચાવડા પરિવાર દ્વારા આમત્રણ પાઠવવામાં આવ્યુ છે.
ચોરો એટલે કે ગામની એવી મધ્યસ્થ જગ્યા જયાં ગામના દરેક લોકોનું સામુહિક જીવન ધબકતું હોય છે. ગામના ચોકમાં આવેલુ રામજી મંદિર અને શિવજી મંદિર દરેક ગામની વિશિષ્ટ ઓળખ હોય છે. આ એક એવું સ્થળ છે જયાં ગામનાં લોકોની પરંપરા, પ્રતિષ્ઠા અને અંતરની લાગણીઓ જોડાયેલી હોય છે. ગામમાં ઉજવાતાં તહેવારો હોય કે ગામમાં કોઇ સામાજીક મેળાવડો હોય, લોકો ગામના ચોરે જ ભેગા થતાં હોય છે. ઇશ્વરીયા ગામમાં આવેલ રામજી મંદિર (ચોરો) અને શિવજી મંદિર પણ આવું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જેનું નિર્માણ આજથી 111 વર્ષ પહેલા સ્વ. આહિર આપાભાઇ (જીવણભાઇ) લખમણભાઇ ચાવડાની યાદગીરી રૂપે સ્વ.આહિર રાણાભાઈ આપાભાઈ ચાવડા અને સ્વ.આહિર જેસાભાઈ આપાભાઇ ચાવડાએ કરાવ્યુ હતુ. જેની પ્રાણ પ્રતિષ્ઠા સવંત 1970ના જેઠ સુદ પાંચમને 30 મે, 1914ના શનિવારને રોજ કરવામાં આવી હતી. સદીઓ બાદ હવે એ જ પરિવાર દ્વારા મંદિરનું પુનર્નિર્માણ અને નવી આભા સાથે પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, જેને ધર્મ, પરંપરા અને કુળગૌરવનો સંગમ કહી શકાય. રાણાભાઈ ચાવડા એવા અડાભીડ આયર તરીકે જાણીતા હતા, જેમણે પોતાની વચનનિષ્ઠા અને શૌર્યનું અનોખું ઉદાહરણ આપ્યું હતું. આયર કુળના દેવાયત બોદરે જેમ રા’ ના રક્ષણ માટે પોતાના દીકરાનુ બલિદાન આપેલું ,તેમ રાણા આપા ચાવડા એ ધ્રોલના ઠાકોર દોલતસિંહજીના પુત્રોના રક્ષણ માટે પોતાના દીકરા સુખાભાઈ ચાવડાનું બલિદાન આપવાની તૈયારી દર્શાવી હતી. આયરનો આશરો અને આયરની ખુમારી જેવી કહેવતને જીવંત કરતી આ સત્યઘટનાનો ઉલ્લેખ સ્વ. રતુદાનભાઈ રોહડિયાએ પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ‘લાખેણી’ માં રાણો ચાવડો શીર્ષક હેઠળ કર્યો છે.
મહંત મહાદેવગીરી બાપુ : અવધુત આશ્રમ ભવનાથ
સંત પ્રભુદાસબાપુ : ગુરુ જગન્નાથબાપુ (વીરબાઇમાની જગ્યા વવાણીયા)
મહંત વશિષ્ઠનાથબાપુ : ભાયાસર
વ્રજ કિશોરી માતાજી : રામબાઇમાનો આશ્રમ (વાટાવદર)
મહંત સુખદેવદાસજી : ગુરુ ચત્રભુજદાસબાપુ
મૂળી આઇ મા : મોગલમાં મંદિર (તારણાધાર)
આઇ પુનમમાં : આઇધામ – પાદરીયા (જૂનાગઢ)
આઇ જાહલમાં : મોગલધામ (ખરેડા)
આઇમા : મોગલમાં મંદિર (જાલસીકા)
પ્રભાતભાઇ લોખીલ : હોલમાતાજી મંદિર (જાલસીકા)
જાનકીદાસ બાપુ દાણીધરીયા : રામજી મંદિરના પુજારી



