વાતાવરણમાં પલટાથી ખેડૂતોમાં ચિંતા: મગફળી અને કપાસના પાકને નુકસાન થવાનો ભય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
લીમડી સહિત સમગ્ર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. અચાનક આવેલા આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ખાસ કરીને ખેતરોમાં તૈયાર પડેલા મગફળી અને કપાસ જેવા પાકોને આ વરસાદથી મોટું નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડવાનો અંદેશો છે.



