અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હાજર રહેશે: ગોપાલ રાયે કહ્યું, જ્યાં સુધી પ્રથા બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે રાજ્યની અઙખઈ (કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ)માં ચાલતી ગેરકાયદેસર ‘કડદા પ્રથા’ બંધ કરાવવા માટે મોટું આંદોલન છેડવાની જાહેરાત કરી છે. આગામી 31 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગરના લીમખેડા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવશે.
આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહીને ખેડૂતોને સંબોધશે.
હડદડની ઘટના બાદ લડત તેજ: ગોપાલ રાયે જણાવ્યું કે, 12 ઓક્ટોબરના રોજ બોટાદના હડદડ ગામમાં કડદા પ્રથા વિરુદ્ધ યોજાયેલી મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં અઅઙના બે નેતાઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે અઅઙએ ખેડૂતો પરના દમન અને શોષણ સામે સરકાર સામે બાયો ચડાવી દીધી છે.
ગોપાલ રાયે સ્પષ્ટ જણાવ્યું હતું કે, “સરકાર ખેડૂતો પર લાઠીચાર્જ કરી, ખોટી ફરિયાદ નોંધીને તેમની માંગણીઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યાં સુધી ખેડૂતો પરથી કડદા પ્રથા બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.”
31મીએ સરદાર જયંતી નિમિત્તે મહાપંચાયત: અઅઙ ગુજરાત પ્રભારી ગોપાલ રાયે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.
અઅઙના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ભાવ ન મળવા, કપાસની ઈમ્પોર્ટ ડ્યુટી રદ કરવાથી થયેલા નુકસાન અને અઙખઈમાં ખેડૂતોને લૂંટવાના વિરોધમાં આ મહાપંચાયત સુદામડા ગામમાં બપોરે 1 વાગ્યે યોજાશે, જેમાં રાજ્યભરના હજારો ખેડૂતો જોડાશે. આ મહાપંચાયતમાં આગામી આંદોલનની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે.



