રૂ. 1.52 કરોડના વિકાસકામોની ફાળવણી સાથે 24 વર્ષની વિકાસગાથાને અપાઇ વાચા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણની તારીખ 7 ઓક્ટોબર, 2001 ની 24 વર્ષની વિકાસગાથાની ઉજવણી નિમિત્તે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
- Advertisement -
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પધારેલા અધિકારીઓ-પદાધિકારીઓના સન્માન સાથે થયો હતો. બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે, વિકાસ રથ મારફતે વીડિયો ક્લિપ બતાવીને ભારત દેશને વિકસિત બનાવવા માટેની વિવિધ વિકાસલક્ષી કામગીરી ગ્રામજનોને નિહાળી હતી અને વિકાસ માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત, વિવિધ ગામોમાં વિકાસ કાર્યો માટે રૂ. 1 કરોડ 3 લાખના લોકાર્પણ અને રૂ. 49 લાખના ખાતમુહૂર્ત કામો મળીને કુલ રૂ. 1 કરોડ 52 લાખની માતબર રકમ ફાળવવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા, તાલુકા વિકાસ અધિકારી અશ્વિનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ધિરજભાઈ પુરોહિત, આગરીયા ગામના આગેવાન પ્રકાશભાઈ ખુમાણ અને હાથીભાઈ ખુમાણ, સરપંચ જેન્તીભાઈ સાવલીયા, વિરમભાઈ ખાંભલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.



