દિવાળીના તહેવારોમાં હવાઈ મુસાફરો હરવા-ફરવા જતાં હોવાથી ભારે ભીડ જોવા મળશે
186 સીટર ફ્લાઈટ દરરોજ સવારે 8:05 કલાકે ઉડાન ભરશે
મુસાફરો, વેપારીઓ-નેતાઓ દિવસમાં રિટર્ન પણ આવી શકશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2 વર્ષ બાદ દિલ્હીની સવારની ફ્લાઈટ આવતીકાલ એટલે કે, 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. રાજકોટથી દિલ્હીની વહેલી સવારની ફ્લાઈટ શરૂ થતા વેપારીઓ અને રાજકીય નેતાઓને ફાયદો થશે. ઈન્ડિગો દ્વારા 186 સીટર ફ્લાઈટ દરરોજ સવારે 8.05 વાગ્યે રાજકોટના હિરાસરમાં સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રસ્થાન કરશે અને 9.50 વાગ્યે દિલ્હી પહોંચશે. જે બાદ દિવસ દરમિયાન કામ પૂર્ણ કરી સાંજની 7.20ની ફ્લાઈટમાં દિલ્હીથી રાજકોટ પરત ફરી શકશે, જેથી બિઝનેસ કોમ્યુનિટી એક જ દિવસમાં દિલ્હી જઈ પરત ફરી શકશે. ઈન્ડિગો એર લાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફ્લાઈટ દરરોજ દિલ્હીથી સવારે 5.40 વાગ્યે ઉપડશે. જે બાદ આ ફ્લાઈટ 7.30 વાગ્યે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યારબાદ આ ફ્લાઈટ અહીંથી 8.05 વાગ્યે રવાના થશે. બાદમાં તે ફ્લાઇટ સવારે 9.50 વાગ્યે દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચશે. દિવાળીના તહેવારોમાં હવાઈ મુસાફરો હરવા-ફરવા જતાં હોવાથી ભારે ભીડ જોવા મળશે. જ્યારે શહેરમાં તેમજ આસપાસ 2 લાખ જેટલા ખજખઊ એટલે કે, નાના ઉદ્યોગો આવેલા છે. આ પ્રકારના નાના ઉદ્યોગકારો અને વેપારીઓને ફાયદો થશે.



