આરાધના ગ્રુપ- ઝાફરના વધુ આઉટલેટની શરૂઆત
ઝાફર’સ ટીના નવા આઉટલેટમાં ઓપન ટેરેસ કાફેની સુવિધા મળશે
ચાની સાથે અલગ અલગ પીણા અને ગરમાગરમ નાસ્તાની મોજ માણી શકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ડી.એચ. કોલેજ પાસેના પ્રખ્યાત ઝાફર’સ ટીના વધુ એક આઉટલેટની શરૂઆત બિગબજારના પાછળના વિસ્તાર પર થઈ છે. આજે બીજા નોરતાંના દિવસે આરાધના ગ્રુપનું નવું સાહસ ઝાફર’સ ટીના સોળમાં આઉટલેટનું ટફનવાલા, સત્યસાંઇ મેઇન રોડ, બિગબજારની પાછળના વિસ્તારમાં ઓપનિંગ થઈ ચૂક્યું છે. આ તકે શહેરના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. રાજકોટ અને હવે તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની પ્રખ્યાત ઝાફર’સ ટીના સોળમાં આઉટલેટની બિગબજારની પાછળના વિસ્તારમાં શરૂઆત થતા ચાના શોખીનોને અહીં માત્ર ચા જ નહીં પરંતુ અલગ અલગ પીણા અને ગરમા ગરમ નાસ્તાની સાથે સાથે ઓપન ટેરેસ કાફેની મોજ માણી શકશે. ફેમિલી માટે બેસવા માટે ખાસ અલગ વ્યવસ્થા પણ આ કાફેમાં મળી રહેશે. ફૂટપાથથી લઈને ફાઈવ સ્ટાર 16મા આઉટલેટ સુધીની ઝાફર ચાની સફરમાં ડી.એચ. કોલેજ બાદ અયોધ્યા ચોક, બસ સ્ટોપ પાછળ, પુષ્કરધામ રોડ પર, બસસ્ટોપ પાછળ, કોઠારિયા નાકા, પુનિત સર્કલ ઉપરાંત રાજકોટ-ભુજ હાઈવે પર લજાઈ ચોકડી પાસે અને રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક સહિતના સરનામે ફાઈવ સ્ટાર કહી શકાય તેવા ટી શોપને ચા શોખીનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.



