રહેણાંક વિસ્તારમાં જોખમી રીતે સિલિન્ડરના સીલ તોડી ગેસની ચોરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શહેરી વિસ્તારમાં ચાલતા ગેસ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાસ કર્યો છે જેના ચોટીલાના ચામુંડા રોડ પર આવેલી વારાહી ગેસ એજન્સી ખાતે ગેસ ચોટીનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીને આધારે પ્રાંત અધિકારી અને તેઓની ટીમ દ્વારા દરોડો કર્યો હતો.
જે દરોડા દરમિયાન રહેણાક મકાનમાં તદ્દન ગેરકાયદેસર અને અતિ જોખમી રૂપે સિલિન્ડરોમાંથી ગેસની ચોટી કરી એની સિલિન્ડરો ભરવામાં આવતા હતા. તપાસ દરમિયાન કુલ 1545 જેટલા સિલિન્ડરોના સીલ તોડી તેમાંથી ગેસ ચોરી કરી એની સિલિન્ડરો ભરવાના આવતો હોવાનું સામે આવ્યું હતું આ ગોડાઉનમાં કુલ 6 જુદાજુદા રૂમમાં આ પ્રકારની ગેસ ચોરીની કામગીરી થતી હતી. આ ગેસ ચોરીની કામગીરી એટલા માટે જોખમી કહી શકાય કારણ કે સરકારના નિયમ મુજબ પી.ઇ.એસ.ઓ લાયસન્સ વગર અને ફાયર સેફટીના સાધનો વગર જ કામગીરી થતી હતી જ્યારે ગોડાઉનની આજુબાજુ રહેણાક મકાનો હતા જેથી ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો મોટી જાનહાનિ થવાની પૂર્ણ શક્યતા હતી.
- Advertisement -
જેથી હાલ પ્રાંત અધિકારી દ્વારા ગેસ સિલિન્ડરને હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાતી એક બોલેરો કાર, ગેસ સિલિન્ડર ભરેલી 168 બોટલ, ગેસ સિલિન્ડરની ખાલી 93 બોટલ, સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતી પાંચ મોટર, લાઇટર 72 નંગ, નોઝલ પાઇપ 125 નંગ, વજન કાંટા બે નંગ, રેગ્યુલેટર 139 નંગ, ગેસ સ્ટવ 45 નંગ તથા ઓક્સિજન બોટલ 17 નંગ મળી કુલ 15,33,650 રૂપિયાનો મુદામાલ સીલ કરી ગોડાઉન સંચાલકો વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.



