રવિવાર સાંજે 6થી 10 ખેલૈયાઓ સહિયર ક્લબ રેસકોર્સ ગ્રાઉન્ડમાં મચાવશે ધુમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી1ા ગૃપ – રાજકોટ દ્વારા આયોજીત સમસ્ત સોની સમાજ ઓપન ગુજરાત રાસ-ગરબાનું તા.21ને રવિવારના રોજ સહિયર ક્લબ,રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સાંજે 6થી 10 કલાક સુધીનો રહેશે. આપણા સમસ્ત જ્ઞાતીજનો, બાળકો-બાળાઓ તેમજ ભાઈઓ-બહેનો ડાંડીયા કિંગ રાહુલ મહેતા, ચાર્મી રાઠોડ, તેજસ શીંશાગીયાના મ્યુઝીકના સંગાથે તાલીઓના તાલે અને ઝાંઝરના ઝણકારે પ્રાચીન –
- Advertisement -
અર્વાચીન રાસ-ગરબાની રમઝટ સાથે ’માઁ ની પ્રસન્નતાને લાખ-લાખ ફુલડે વધાવતો આવો અવસર ચુકતાં નહિ.
પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ બાળકો-બાળાઓ તેમજ ભાઈઓ-બહેનો બંન્ને ગ્રુપમાંથી કરવામાં આવશે અને તેને રાખેલા ઇનામો જેમ કે સીનીયર લકકી કીંગ અને લકકી કવીન બન્નેને ઈ-બાઈક તથા જુનીયર કિંગ-કવીનને કેશ પ્રાઇઝથી સન્માનીત કરવામાં આવશે. તેમજ (101) ઇનામોની વણઝાર તો ખરીજ… અને ગરબા-આરતી-દાંડીયા ડેકોરેશન સ્પર્ધામાં જે બહેનોએ ભાગ લીધો હશે. તેમને ઈનામ આપવામાં આવશે, રમવાના પાસ સાથે એક કુડ કુપન ફ્રી તો ખરૂ જ… તો આવો આપ સર્વેનાં હુંફાળા સહકારથી શ્રી1ા ગૃપ” ના આયોજક મિલન (ક્રિષ્ના) પાટડીયા, કલ્પેશ પાટડીયા, મોનીક માંડલીયા, મોહીત રાણપરા, ચેતનભાઈ પાટડીયા, હાર્દિક રાણપરા ભારે જહેમત ઉઠાવી રહયા છે. શ્રી1ા ગ્રુપ દ્વારા આયોજીત આ રાસ-ગરબા તેમજ સ્પર્ધામાં સર્વે સોની જ્ઞાતિજનો સહપરિવાર જોડાયે તેમજ સમસ્ત સોની સમાજને અમારૂ ભાવભર્યુ આમંત્રણપાઠવીએછીએ.
(1) મુખ્ય કાર્યાલય : શ્રી સ્વામિનારાયણ બિલ્ડીંગ, ઇગલ કોમ્પ્લેક્સની સામે, દિવાનપરા પોલીસ ચોકી પાસે, ભૂપેન્દ્ર રોડ રાજકોટ. મો. 8000626247, (2) ખોડીયાર પ્રિન્ટર્સ-વિશાલભાઈ : 101, નવલખી ચેમ્બર્સ, માધવ મગન આંગણિયા વાળી શેરી, રૈયા રોડ, સોની બજાર , રાજકોટ. મો. 7043286166, (3) આડેસરા રોડીયમ-પાર્થ આડેસરા : સવજીભાઈની શેરી, જે.પી.સી-વિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, રાજકોટ. મો. 9824501251, (4) પાટડીયા જવેલર્સ-ચેતનભાઈ પાટડીયા(અક્ષુવાળા): મીનાગલી, માંડવી ચોક, નવાનાકા રોડ, રાજકોટ. મો. 9737067896, (5) મધુરમ જવેલર્સ-મયુરભાઈ રાજપરા: 9, પન્ના માણેક કોમ્પ્લેક્ષ, આશાપુરા મંદિરની સામેની શેરી, રાજકોટ. મો: 8140651100નો સંપર્ક કરી શકશો.



