શ્રીબાઈ આશ્રમમાં ચીફ ઑફિસર દેવીબેન ચાવડાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા સેમિનારમાં 90 કર્મચારીઓએ ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.18
તાલાલા પાલિકાના ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે આપાતકાલીન સ્થિતિ નિવારવા ફાયર સેફ્ટી,ફર્સ્ટ એઈડ અને આવશ્યક સેવાઓની તાલીમ સાથે ઉપયોગી માર્ગદર્શન આપવા તાલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડા ના અધ્યક્ષ સ્થાને શ્રીબાઈ આશ્રમમાં સેમિનાર યોજાયો હતો.
- Advertisement -
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત પ્રાદેશિક કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સેમિનારમાં વેરાવળ થી ફાયર બ્રિગેડના ઓફિસર પ્રતીક ગઢવી,આસિસ્ટન્ટ સુનિલ ચુડાસમાએ તાલાલા નગરપાલિકાના કર્મચારીઓને આગ લાગે ત્યારે પ્રાથમિક શું તકેદારી રાખવી,પહેલા ક્યા ફાયર સાધનોનો ઉપયોગ કરી આગને કાબુમાં લેવી,કઈ રીતે સંચાલન કરવું,લોકોની સલામતીને પ્રાધાન્ય આપી બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગે ઉપયોગી સમજ આપવામાં આવી હતી ત્યારબાદ 108 ની ટીમ ના હેડ જોશીભાઈ અને તેમની ટીમે 108 અને 112 ઇમર્જન્સી સેવાની વિસ્તૃત વિગતોથી પાલિકાના કર્મચારીઓને અવગત કરી 108 માં આવશ્યક સેવામાં રાખવામાં આવતા સાધનો અંગે નિર્દેશન આપવામાં આવ્યું હતું.આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા મેળવેલ વિગતોથી કર્મચારી પરિવારે સંતોષ વ્યક્ત કર્યો હતો.પાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ની સુચના મુજબ સિનિયર કર્મચારી સુરેન્દ્રભાઈ ખેતાણીએ સેમિનાર નું સંપૂર્ણ લાયઝન કરી સેમિનાર ને સફળતા અપાવી હતી.



