હૃદયના વાલ્વ સારવારમાં સૌરાષ્ટ્રવાસીઓ માટે એક નવી આશાનું કિરણ
વોકહાર્ટ હોસ્પિટલના ડો. વર્ષિત હાથીએ અદ્યતન ‘TAVI ટેકનોલોજી’ની વિદેશમાં તાલીમ મેળવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વોકહાર્ટ હોસ્પિટલ્સના ડો. વર્ષિત હાથીએ (ક્ધસલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ અને સ્ટ્રકચરલ હાર્ટ કાર્ડિયોલોજીસ્ટ) યુએમસી મેડિકલ સેન્ટર અસ્તાના ખાતે સ્ટ્રકચરલ હાર્ટ ડિસિઝ ઇન્ટરવેન્શન માટેની ફેલોશીપ સફળતાપૂર્વક પૂરી કરી છે. આ પ્રતિષ્ઠિત તાલીમ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય એ હતું કે ટ્રાન્સકેથેટર એઓર્ટીક વાલ્વ ઈમ્પ્લાન્ટેશન (TAVI- તાવી) એક અત્યાધુનિક મીનીમલી ઇન્વેસિવ પદ્ધતિ જે ઓપન હાર્ટ સર્જરી વિના જ બગડેલા એઓર્ટીક વાલ્વને બદલી શકે છે. આ અત્યંત ધનિષ્ઠ ફેલોશીપ કાર્યક્રમ દરમિયાન ડો. વર્ષિત હાથીએ વિશ્વ-સ્તરીય નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી અને દર્દીની પસંદગી તેમજ ઈમેજિંગ આધારિત પ્લાનિંગથી લઈ વાલ્વ સર્જરી કરી અને પછીની દર્દીની કાળજી સુધીની દરેક પ્રક્રિયામાં તેમણે નિપુણતા હાંસલ કરી. તેમની આ વૈશ્વિક તાલીમ માત્ર ટેકનિકલ કુશળતા જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના દર્દીઓને અદ્યતન હૃદય ચિકિત્સા આપવા માટેની તેમની પ્રતિબદ્ધત્તાને અને સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.
TAVI જેવી સ્ટ્રકચરલ હાર્ટ પ્રક્રિયાઓ માત્ર કેથેટર હેન્ડલિંગથી વિશેષ છે. તે માટે અત્યંત ચોક્કસ ઈમેજિંગ મૂલ્યાંકન અને આયોજન જરૂરી હોય છે. સીટી સ્કેન અને ઇકો કાર્ડિયોગ્રામના આધારે દર્દીની જટિલ એનાટોમી સમજવામાં, શક્ય સમસ્યાઓનું મૂલ્યાંકન કરવામાં અને તે માટે યોગ્ય ડિવાઇસ અને ટેકનીક પસંદ કરવામાં આવે છે. ધનિષ્ઠ તાલીમથી આ પ્રક્રિયામાં નિપુણતા મેળવી શકાય છે જેથી તે વધુ સુરક્ષિત, ઝડપી અને અનુમાન્ય બને છે. આ નિષ્ણાત પદ્ધતિથી દર્દી માટે ખૂબ જ ઓછી સમસ્યાઓ થાય છે અને દર્દી વહેલા સ્વસ્થ થાય છે જેના પરિણામો આંતરરાષ્ટ્રીય સ્તર પર મળેલા છે.ડો. વર્ષિત હાથીની આ વિશેષ તાલીમથી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હવે અદ્યતન સ્ટ્રકચરલ હાર્ટ થેરાપી સ્થાનિક સ્તરે આપી શકશે. સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને આ સારવાર માટે દૂર જવાની જરૂર નહીં રહે. સૌરાષ્ટ્ર માટે હૃદયચિકિત્સાના ક્ષેત્રમાં આ એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે જે ગંભીર વાલ્વ રોગોથી પીડાતા વૃદ્ધ અને હાઈસ્ક દર્દીઓને નવી આશા આપે છે.
TAVI કયા દર્દીઓમાં થાય છે?
65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં ગંભીર એઓર્ટિક સ્ટેનોસિસ હોય ત્યારે
ગંભીર એઓર્ટિક સ્ટેનોસિસ સાથે સર્જરીનું જોખમ વધારે હોય ત્યારે
જ્યારે હાર્ટ ટીમની ચર્ચા અનુસાર TAVI યોગ્ય વિકલ્પ ગણાય ત્યારે



