બીજી અને ત્રીજી ઓક્ટોબરે જાણીતા પત્રકાર જ્વલંત છાયાનું વક્તવ્ય અને ધ તાશ્કંદ ફાઈલ્સ ફિલ્મ શો
એચ એન શુક્લા કોલેજ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમો
રાષ્ટ્રીય સ્તરની કલા સંસ્થા ‘સંસ્કાર ભારતી’દ્વારા આ વર્ષે ‘સંસ્કાર ભારતી સ્વતંત્રતા અમૃત મહોત્સવ’ની ઉજવણી રાજ્યભરમાં થઈ રહી છે. તે અંતર્ગત રાજકોટ શાખા દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના બીજા વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રી જયંતિની ઉજવણી બે દિવસ યોજાશે. જેમાં બીજી ઓક્ટોબર, શનિવારના દિવસે એચ. એન. શુક્લા કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘સમર્પિત, સક્ષમ અને સમર્થ :શાસ્ત્રીજી’ વિષય પર જાણીતા પત્રકાર-લેખક અને ચિત્રલેખા સામયિકના સિનિયર કોરસ્પોન્ડન્ટ જવલંતભાઈ છાયાનું વક્તવ્ય સાંજે છ વાગ્યે વૈશાલી નગર સ્થિત એચ. એન. શુક્લા કોલેજના હોલમાં યોજાયું છે. જ્યારે તારીખ ત્રીજી ઓક્ટોબર, રવિવારના રોજ સ્વ. શાસ્ત્રીજીના રહસ્યમય અવસાન પર જાણીતા ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની હીન્દી ફીચર ફિલ્મ ‘ધ તાશ્કન્દ ફાઇલ્સ’નો શો રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બાબુલાલ જ. વૈદ્ય પુસ્તકાલય, રોઝરી સ્કૂલ પાસે,રૈયા ચોકડી ખાતે સવારે ૧૦:૩૦ કલાકે યોજાયો છે. બંને કાર્યક્રમમાં જાણીતા અભિનેતા દિગ્દર્શક અને સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના મંત્રી મનીષભાઈ પારેખ વિશેષ ઉપસ્થિત રહેશે. બંને કાર્યક્રમ વિનામૂલ્યે છે. ‘જય જવાન જય કિસાન’ નો નારો જેમણે આપ્યો છે એવા ભારતના લાલ, શાસ્ત્રીજીની જન્મ જયંતી પ્રસંગે યોજાયેલ આ બંને કાર્યક્રમોમાં જાહેર જનતાને ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા રાજકોટ જીલ્લા મહામંત્રી શિવ ત્રિવેદીએ જણાવ્યું છે.


