રાજકોટ – ભારત સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા તથા પ્રવાસન નિગમના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે ‘‘ગાંધી ધૂન’’નો કાર્યક્રમ તા.૨ ઓકટોબરના સાંજે પ.૦૦ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જવાહર રોડ ખાતે યોજાશે. વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે દિપપ્રાગટ્યથી આ કાર્યક્રમનો શુભારંભ થશે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. પ્રદિપ ડવ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે.



