ભક્તિનગર, એ ડિવિઝન અને યુનિવર્સિટી પોલીસે ફૂલ આપી મોં મીઠા કરાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગઈકાલ એટલે કે 8 તારીખથી ફરજીયાત હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે જો કે પ્રથમ દિવસે જ 3000 જેટલા લોકો પોલીસની ઝપટે ચડી ગયા હતા અને પોલીસે પણ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો બીજી તરફ અનેક લોકો એવા પણ હતા કે જેઓએ કાયદાને શિરોમાન્ય ગણી હેલ્મેટ પહેરવાનું શરુ કરી દીધું હતું દંડથી બચવા નહીં પરંતુ પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવાનું નક્કી કરી કાયદાને માન આપ્યું હતું.
- Advertisement -
દરમિયાન આજે બીજા દિવસે પણ પોલીસની હેલ્મેટ ઝુંબેશ યથાવત રહી હતી જો કે આજે ચેકીંગ સાથે પોલીસનું બીજું રૂપ પણ જોવા મળ્યું હતું આજે પોલીસ ચેકીંગ દરમિયાન જે લોકો હેલ્મેટ પહેરીને નીકળતા હતા તેવા વાહનચાલકોને પણ ઉભા રાખતા હતા કારણ બીજું કઈ નહિ તેમનું સન્માન કરવા માટે હેલ્મેટ ફરજીયાત થયા બાદ કાયદાને માન આપી હેલ્મેટ પહેરીને નીકળતા લોકોને ઉભા રાખી પોલીસે તેમને ફૂલ આપી મોં મીઠું કરી સન્માન કર્યું હતું અને કાયદાને માન આપવા બદલ પોલીસે લોકોનો આભાર માન્યો હતો ભક્તિનગર પોલીસ મથક, એ ડિવિઝન અને યુનિવર્સીટી પોલીસ મથકના સ્ટાફ દ્વારા આ પ્રસંસનીય કામગીરી કરવામાં આવી હતી.



