પ્રજાના અવાજ બનનાર પત્રકારને ચાહકો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તટસ્થ, પારદર્શક અને નિડર પત્રકારિતાના પ્રતિક તરીકે જાણીતા તેમજ ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓનો પર્દાફાશ કરી સમાજને ન્યાય અપાવનાર ભારત હેડલાઇન અખબારના તંત્રી અમિતભાઇ ઠક્કરનો આજે જન્મદિવસ છે. અમિતભાઇ ઠક્કરે લાંબા સમયથી પત્રકારિતાના ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. સામાન્ય નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવી, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો અને તંત્ર સામે સત્યને નિર્ભયતાથી રજૂ કરવું એ તેમની ઓળખ બની છે. તેમની કલમના દમ પર અનેક વખત જનહિતના મુદ્દાઓ સરકારના કાન સુધી પહોંચ્યા છે. આજે તેમના જન્મદિવસે પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રો તેમજ પત્રકારમિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે. સાથે જ મોટી સંખ્યામાં ચાહકો દ્વારા સોશિયલ મીડિયા અને મોબાઇલ પર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ખાસ ખબર ન્યૂઝ પરિવાર તરફથી અમિતભાઇ ઠક્કરને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે કે તેઓ સદાય સ્વસ્થ રહે, સફળતાના શિખરો સર કરે અને પત્રકારિતામાં નવા માપદંડો સ્થાપિત કરે.



